ટ્વિટરનો નિર્ણય:કોવિડ વેક્સિન સંબંધિત ખોટી માહિતી આપતી પોસ્ટને દૂર કરવામાં આવશે, આવતા અઠવાડિયે નવી પોલિસી લાગુ કરવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જો યુઝર્સ નવા નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્વીટ કરે છે તો તેમની ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવશે
  • ફેસબુક, યુટ્યુબ પહેલાથી જ વેક્સિન સંબંધિત ખોટી જાણકારી દૂર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે

કોવિડ-19 મહામારીને જડથી નાબૂદ કરવા માટે કોરોનાવાઈરસની વેક્સિન લગાવવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકામાં કોવિડ-19ની પહેલી રસી લગાવવામાં આવી છે. ભારતમાં પણ આ વેક્સિનને આપવાની તૈયારીઓ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે કહ્યું કે, તેઓ પોતાની સાઈટથી વેક્સિન સંબંધિત ખોટી જાણકારીઓને દૂર કરશે.

ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું કે તેઓ પોતાના પ્લેટફોર્મ પરથી આ પોસ્ટને દૂર કરશે.

  • વાઈરસ વાસ્તવિક નથી હોવાનો દાવો કરતી પોસ્ટ
  • વેક્સિનની અસરકારતા સંબંધિત દાવાઓને નકારતી પોસ્ટ
  • વેક્સિનેશનનો ઉપયોગ લોકોને નુકસાન પહોંચાડવા માટે કર્યો હોવાનો દાવો કરતી પોસ્ટ

ટ્વિટરે કહ્યું કે, તેઓ આવતા બુધવારે (23 ડિસેમ્બર)થી નવી પોલિસી લાગુ કરશે. જો યુઝર્સ નવા નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્વીટ કરે છે તો તેને ડિલીટ કરશે. ટ્વિટરે આ વાતની જાહેરાત એ સમય પર કરી છે જ્યારે અમેરિકામાં કોરોનાવાઈરસની વેક્સિન આપવાની શરૂ થઈ ગઈ છે. તે દેશના ઇતિહાસનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ છે. ફેસબુક અને યુટ્યુબ પહેલા જ વેક્સિન સંબંધિત ખોટી જાણકારી દૂર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

24 કલાકમાં માત્ર 18 હજાર સંક્રમિત મળ્યા
દેશમાં કોરોના સંક્રમિતોના આંકડાએ બુધવારે મોટી રાહત આપી. માત્ર 18 હજાર 164 નવા કેસ સામે આવ્યા. તે 24 જૂન બાદ સૌથી ઓછા છે. ત્યારે 16 હજાર 868 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 350 દર્દીઓ સાજા થઈ ગયા. 356 સંક્રમિતો મૃત્યુ પામ્યા. તેની સારવાર કરાવી રહેલા દર્દી એટલે કે એક્ટિવ કેસમાં 15 હજાર 563નો ઘટાડો આવ્યો. તે લગભગ દોઢ મહિનામાં સૌથી વધારે છે. અગાઉ 2 નવેમ્બરે 21 હજાર 447 એક્ટિવ કેસ ઓછા નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધી 99.50 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, તેમાંથી 94.80 લોકો સાજા થઈ ગયા છે અને 1.44 લાખ લોકોએ આ મહામારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org લેવામાં આવ્યા છે.