Nokia G60 5Gની ભારતમાં એન્ટ્રી:મિડ રેન્જ બજેટ 5G સ્માર્ટફોન, મળશે 50MP કેમેરા સાથે 4500mAhની બેટરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નોકિયા ભલે સ્માર્ટફોનનાં માર્કેટમાં પાછી ફરી હોય પરંતુ, હજુ પણ આ બ્રાન્ડ પહેલાની જેમ પોતાની જાતને બજારમાં મજબૂત કરી શકી નથી. કંપનીએ ઘણી પ્રોડક્ટ લોન્ચ કરી છે પરંતુ, લાંબા સમયથી કોઇ પ્રીમિયમ પ્રોડક્ટ આવી નથી. ટૂંક સમયમાં જ નોકિયા ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે, જે મિડ રેન્જ બજેટમાં આવશે. Nokia G60 મિડ રેન્જ બજેટ 5G ફોન હશે.

નોકિયાએ આ મિડ-બજેટ સ્માર્ટફોનને ભારતમાં તેની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટિંગ કર્યો છે. ટૂંક સમયમાં જ કંપની તેને લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન વૈશ્વિક બજારમાં પહેલેથી જ લોન્ચ થઈ ચૂક્યો છે. ભારતમાં તેને કેટલી પ્રાઈસમાં લોન્ચ કરવામાં આવશે? તે અંગે કોઈ માહિતી હજુ મળી નથી પણ તેનાં અમુક ફીચર્સ વિશે ખ્યાલ છે, તેની માહિતી મેળવીએ.

પ્રોડક્ટ લિસ્ટિંગ થઈ ગયું કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તમને આ સ્માર્ટફોનની તમામ ડિટેલ્સ મળી જશે. જો કે, તમને તેની કિંમત અને ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ વિગતો મળશે નહીં. કંપનીએ આ 5G ફોનની તમામ ડિટેલ્સ જણાવી છે. તમે તેને પ્રીબુક પણ કરી શકો છો

શું છે ફીચર્સ?
આ સ્માર્ટફોનમાં તમને 6.58 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળશે. આ સ્ક્રીન ફુલ HD+ રિઝોલ્યુશન, 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 500 NITની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ગોરિલા ગ્લાસ-5નો ઉપયોગ ડિસ્પ્લેની સુરક્ષા માટે કરવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે, જે પાવર બટન પર લગાવવામાં આવ્યું છે.

આ હેન્ડસેટમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેનો મુખ્ય લેન્સ 50MPનો છે. આ સિવાય 5MP અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર મળશે. ફ્રન્ટમાં કંપનીએ 8MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. Nokia G60 5Gમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવે છે.

આ ડિવાઇસને પાવર આપવા માટે 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 20W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12OS સાથે આવે છે અને ત્રણ વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ્સ સાથે મંથલી સિક્યોરિટી અપડેટ્સ મળશે. આ સ્માર્ટફોનમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે, જેમાં ESIM ઓપ્શન મળશે. તમે તેને બ્લેક અને આઇસ એમ બે કલર ઓપ્શનમાં પ્રિબુક કરી શકો છો.