યુટ્યુબર અભિષેક તૈલંગ સાથે Tech Talk:વિન્ડોઝ 11 કે વિન્ડોઝ 365, બંનેમાંથી કઈ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવી? જાણો તેની કિંમત અને ફીચર્સ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વિન્ડોઝ 11 પર્સનલ યુઝ અને વિદ્યાર્થીઓ માટે સારી છે
 • વિન્ડોઝ 365 ઓફિસ યુઝ, બિઝનેસ માટે સારી છે

થોડા દિવસ પહેલાં માઈક્રોસોફ્ટે ઓપેરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 લોન્ચ કરી અને પછી વિન્ડોઝ 365 પણ લોન્ચ કરી. હવે લોકોને એક મોટું કન્ફયુઝન છે કે, બંનેમાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ વધારે સારી છે? આજે અમે તમને જણાવી રહ્યા છીએ તમારી જરૂર પ્રમાણે વિન્ડોઝ 11 સારી છે કે વિન્ડોઝ 365 ?

બંનેમાં શું ફર્ક છે?
વિન્ડોઝ 11 માઈક્રોસોફ્ટની આવનારી ઓપરેટિંગ સિસ્ટમ છે, તે વિન્ડોઝ 10ની જગ્યા લેશે. વિન્ડોઝ 10ની જેમ વિન્ડોઝ 11 પણ તમારે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવું પડશે. વિન્ડોઝ 365 કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નહીં પણ એક સબ્સક્રિપ્શન બેઝ્ડ સર્વિસ છે. તેની મદદથી રીમોટ PC એક્સેસ કરી શકાય છે. વિન્ડોઝ 365ની મદદથી તમે ઘરે બેઠા તમારી ઓફિસનું કમ્પ્યુટર કે ઓફિસમાં બેઠા બેઠા ઘરના કમ્પ્યુટરને એક્સેસ કરી શકો છો. માઈક્રોસોફ્ટ-વિન્ડોઝ 365ની સર્વિસને ક્લાઉડ PC નામથી માર્કેટિંગ કરી રહ્યું છે.

વિન્ડોઝ 11 એક ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે સ્વાભાવિક છે કે વિન્ડોઝ 11ને અમુક મિનિમમ સ્પેસિફિક હાર્ડવેર જોઈએ. જરૂરી નથી કે વિન્ડોઝ 11, 10 જૂનાં કમ્પ્યુટરમાં ચાલશે જ. બની શકે જૂનાં કમ્પ્યુટર હાર્ડવેરમાં થોડા ફેરફાર કરવા પડે.

તો બીજી તરફ એક સબ્સક્રિપ્શન સર્વિસ હોવાને લીધે વિન્ડોઝ 365 જૂનાં કમ્પ્યુટરમાં પણ ચાલશે. ભલે તેમાં જૂનું પ્રોસેસર કે ઓછી RAM હોય. વિન્ડોઝ 11 એક ઓપરેટિંગ સિસ્ટમ હોવાને લીધે માત્ર કમ્પ્યુટર કે લેપટોપમાં જ ચાલી શકે છે. વિન્ડોઝ 365 કમ્પ્યુટર, લેપટોપની સાથોસાથ તમારા સ્માર્ટફોનમાં પણ ચાલશે.

વિન્ડોઝ 365નો ઉપયોગ કરવા માટે દર મહીને સબ્સક્રિપ્શન ફી આપવી પડશે. તે 2100થી 2500 રૂપિયા પ્રતિ મહિના, પ્રતિ કમ્પ્યુટર હોય શકે છે. જો તમારા કમ્પ્યુટર પર Genuine વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ છે તો વિન્ડોઝ 11 એક ફ્રી અપડેટ હશે. દર નવા લેપટોપની સ્તાહે વિન્ડોઝ 11 આવશે. કુલ મળીને પર્સનલ યુઝ માટે વિન્ડોઝ 11 અને વિન્ડોઝ 365 પ્રોફેશનલ કામમાં વધારે મદદરૂપ થશે.

વિન્ડોઝ 11 અને વિન્ડોઝ 365 હાઈલાઈટ્સ

 • વિન્ડોઝ 11 માઈક્રોસોફ્ટની અપકમિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકાશે.
 • વિન્ડોઝ 365, સબ્સક્રિપ્શન બેઝ્ડ સર્વિસ છે, આ ઓપરેટિંગ સિસ્ટમ નથી, રીમોટ PC ચલાવવાની સર્વિસ છે.
 • વિન્ડોઝ 365ની મદદથી તમે ઘરે બેઠા ઓફિસના કમ્પ્યુટરને એક્સેસ કરી શકો છો, તેને કલાઉડ PC પણ કહી શકાય છે.
 • વિન્ડોઝ 11 માટે તમારા કમ્પ્યુટરમાં અમુક મિનિમમ સ્પેસિફિક હાર્ડવેર હોવા જોઈએ.
 • વિન્ડોઝ 365 તમાર જૂનાં મશીનમાં પણ ચાલશે. ભલે તેમાં જૂનું પ્રોસેસર કે રેમ હોય.
 • વિન્ડોઝ 11 તમારા PC/લેપટોપમાં જ ચાલશે. વિન્ડોઝ 365 તમે ફોનથી પણ એક્સેસ કરી શકો છો.
 • વિન્ડોઝ 365 માટે દર મહીને સબ્સક્રિપ્શન ફી આપવી પડશે. વિન્ડોઝ 1 ઇન્સ્ટોલ થશે. એક વાર લેવું પડશે કે નવા કમ્પ્યુટરની સાથે પ્રિ-ઇન્સ્ટોલ આવશે.
 • વિન્ડોઝ 365 ઓફિસ યુઝ, બિઝનેસ માટે સારી છે.
 • વિન્ડોઝ 11 પર્સનલ યુઝ અને વિદ્યાર્થીઓ માટે સારી છે.
 • વિન્ડોઝ 365 આશરે 2100-2500 રૂપિયા દર મહીને મળશે.
 • જો તમે વિન્ડોઝ 10 ઓરિજિનલ યુઝ કરો છો તો વિન્ડોઝ 11 ફ્રી અપગ્રેડ હશે, બસ PC આઉટડેટેડ ના હોવું જોઈએ.
 • નવા લેપટોપમાં વિન્ડોઝ 11 પ્રી-ઇન્સ્ટોલ આવે છે.
અન્ય સમાચારો પણ છે...