તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી અપડેટ:6 વર્ષ બાદ માઈક્રોસોફ્ટે નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 લોન્ચ કરી, એન્ડ્રોઈડ એપ્સના એક્સેસની સાથે વોઈસ ટાઈપિંગ સહિતનાં ફીચર્સ મળશે

3 મહિનો પહેલા
  • આ પહેલાં માઈક્રોસોફ્ટે 2015માં વિન્ડોઝ 10 લોન્ચ કરી હતી
  • વિન્ડોઝ-11 અપડેટમાં સ્લીપ મોડ દૂર થતાં જ તે વધારે સ્પીડથી કામ કરશે. એજ અને વેબ બ્રાઉઝરમાં સર્ચિંગ સ્પીડ વધશે
  • નવી અપડેટમાં ઓન સ્ક્રીન કી બોર્ડ રીડિઝાઈન અને કસ્ટમાઈઝ કરી શકાશે

કમ્પ્યુટર સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે 6 વર્ષ પછી પોતાના કમ્પ્યુટર માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ કરી છે. આ નેક્સ્ટ જનરેશન વિન્ડોઝને કંપનીએ 'વિન્ડોઝ 11' નામ આપ્યું છે. આ પહેલાં માઈક્રોસોફ્ટે 2015માં વિન્ડોઝ 10 લોન્ચ કરી હતી.

વિન્ડોઝ 11ની અપડેટ આ વર્ષનાં અંત સુધીમાં તમામ કમ્પ્યુટર્સ અને લેપટોપમાં મળશે. વિન્ડોઝ-10ના યુઝર્સને નવી અપડેટ ફ્રીમાં મળશે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની પ્રથમ એડિશન વર્ષ 1985માં લોન્ચ થઈ હતી. વિન્ડોઝ 11ની ખાસ વાત એ છે કે એન્ડ્રોઈડ os પર રન કરતી એપ્સ પણ સપોર્ટ કરશે.

વિન્ડોઝ-11નાં ફીચર્સ
માઈક્રોસોફ્ટ સ્ટોર પર એન્ડ્રોઈડ એપ્સ

વિન્ડોઝ-11ની અપડેટમાં એન્ડ્રોઈડ મોબાઈલ એપ્સ PCમાં ડાઉનલોડ કરી શકાશે. સાથે જ 4K ટીવીને વાયરલેસ કનેક્ટ કરી શકાશે. ડિઝની પ્લસ હોટ સ્ટાર જેવાં સ્ટ્રીમિંગ મીડિયા પણ વિન્ડોઝ 11માં જોઈ શકાશે.

ઓટો HDR ગેમિંગ

હવે તમે PCમાં ક્લાસિક ગેમ અને HDRથી અલગ ગેમ પણ રમી શકશો. વિન્ડોઝ-11 HDR ગેમ પ્રમાણે કલર અને લાઈટ ઓટોમેટિક એડ્જસ્ટ કરશે. આ ફીચર વિન્ડોઝના Xboxમાં મળે છે. માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે તે HDRમાં એમ્પાયર્સ ડેફિનીટિવ એડિશન, રોકેટ લીગ, ડે Z અને ડૂમ 64 સહિત કુલ 1000 ગેમ્સ સામેલ કરશે.

સ્પીડ બૂસ્ટ થશે

વિન્ડોઝ-11 અપડેટમાં સ્લીપ મોડ દૂર થતાં જ તે વધારે સ્પીડથી કામ કરશે. એજ અને વેબ બ્રાઉઝરમાં સર્ચિંગ સ્પીડ વધશે. તેને સરળતાથી બેકગ્રાઉન્ડમાં ઈન્સ્ટોલ કરી શકાશે. ડાયરેક્ટ સ્ટોરેજ ફીચરની મદદથી ગેમ્સ સીધા ગ્રાફિક્સ કાર્ડમાં અપલોડ કરી શકાશે. તેનાથી ગ્રાફિક્સને રેન્ડરિંગ કરવાનો સમય ઓછો થશે.

શાનદાર ટચ સાથે પેન અને વોઈસ સપોર્ટ મળશે
નવી અપડેટમાં આઈકોન વચ્ચે સ્પેસ મળશે. હવે તેને સરળતાથી રિસાઈઝ અને મૂવ કરી શકાશે. ઓન સ્ક્રીન કી બોર્ડ રીડિઝાઈન અને કસ્ટમાઈઝ કરી શકાશે. તેના પેનથી વિન્ડોઝ-11નાં ફીચર્સ ઓપરેટ કરી શકાશે. તેમાં રિયલ પેનનો અનુભવ મળશે.

વોઈસની ઓળખ કરવા માટે નવી OSમાં વોઈસ રેકગ્નિશન મળશે. હવે બોલીને સરળતાથી ટાઈપ કરી શકાશે. કંપનીનો દાવો છે કે, તે સ્પીચ અકોર્ડિંગ જ લખાણ લખશે. તેમાં ઓટો કરેક્શ ફીચર પણ મળે છે.