ન્યૂ લેપટોપ:ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે માઈક્રોસોફ્ટ સરફેસ ગો 2 અને બુક 3, જાણો વેરિઅન્ટ પ્રમાણે પ્રાઈસ લિસ્ટ

એક વર્ષ પહેલા
 • સરફેસ ગો 2 લેપટોપ સરફેસ પેન સપોર્ટ સાથે આવે છે
 • સરફેસ બુક 3, 13 ઈંચ અને 15 ઈંચ સ્ક્રીન સાઈઝમાં અવેલેબલ છે

ટેક કંપની માઈક્રોસોફ્ટે મંગળવારે ભારતમાં સરફેસ ગો 2 અને સરફેસ બુક 3 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. બંને ડિવાઈસ ક્રમશ: 42,999 રૂપિયા અને 1,56,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં અવેલેબલ છે. કમર્શિયલ ઓથોરાઈઝ્ડ રી-સેલર, રિટેલર અને ઓનલાઈન પ્લેટફોર્મ્સથી ખરીદી શકાય છે.

સરફેસ ગો 2: બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

 • સરફેસ ગો 2ની વાત કરીએ તો, નવા ડિવાઈસની ડિઝાઈન જૂના મોડેલ જેવી જ છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. સરફેસ ગો 2 માં 10.5 ઈંચની મોટી પિક્સલ સેન્સ ડિસ્પ્લે છે. કંપનીનો દાવો છે કે નવા ડિવાઈસમાં પહેલાં કરતાં વધુ સારી બેટરી લાઈફ મળશે. ઈન્ટેલ 8th જનરેશન કોર એમ પ્રોસેસરને લીધે જૂના મોડેલની સરખામણીએ 64% ઝડપી પર્ફોર્મન્સ આપે છે.
 • સરફેસ ગો 2 સ્ટુડિયો માઈક ડ્યુઅલ માઈક્રોફોન સોલ્યુશન સાથે આવે છે, જે સારી વોઈસ ક્વોલિટી આપવા માટે પોપ્યુલર છે.
 • તેમાં 5MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ છે. સાથે અક નવી કેમેરા એપ પણ છે, જે યુઝરના ડોક્યુમેન્ટ્સ અને વ્હાઈટ બોર્ડ સ્કેન કરવાની અનુમતિ આપે છે.
 • ખાસ વાત એ છે કે તે સરફેસ પેન સપોર્ટ સાથે આવે છે.
 • યુઝર ટાઈપ કવર અને એક્સેસરીઝ સાથે સરફેસ ગો પર્સનલાઈઝ્ડ કરી શકે છે, જે પ્લેટિનમ, બ્લેક, પોપી રેડ અને આઈસ બ્લૂ સહિત કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

ફ્રી વાઈ-ફાઈની લાલચ આપી હવે હેકર્સ તમારો પર્સનલ ડેટા ચોરી નહિ કરી શકે, આ સેટિંગ ફોલો કરો

એપલે તેના હોમમેડ પ્રોસેસરની સાથે મેકબુક પ્રો, MacBook Air અને મેક મિની લોન્ચ કર્યું

સરફેસ બુક 3: બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

 • જૂના મોડેલની સરખામણીએ થર્ડ જનરેશન સરફેસ લેપટોપમાં વધારે સારી બેટરી લાઈફ મળે છે.
 • માઈક્રોસોફ્ટનો દાવો છે કે, સરફેસ બુક 3 એક વાર ફુલ ચાર્જ થવા પર 17.5 કલાકનું બેકઅપ આપે છે.
 • સરફેસ બુક 2ની સરખામણીએ બુક 3માં બેટરી આઉટપુટ 50% સારી છે.
 • સરફેસ બુક 3, 13 ઈંચ અને 15 ઈંચ સ્ક્રીન સાઈઝમાં ઉપલબ્ધ છે, જે પિક્સલ સેન્સ ડિસ્પ્લે ટેક્નોલોજી સાથે આવે છે.
 • સરફેસ બુક 3, NVIDIA GeForce GTX અથવા ક્વાડ્રો RT3 GPU સાથે 10th જનરેશન ઈન્ટેલ કોર પ્રોસેસર પર રન કરે છે.
 • ટોપ એન્ડ મોડેલ 32GB રેમ સપોર્ટ કરે છે.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત

મોડેલવેરિઅન્ટકિંમત (રૂપિયામાં)
સરફેસ ગો 2P/4/64GB42,999
સરફેસ ગો 2M/4/64GB47,599
સરફેસ ગો 2P/8/128GB57,999
સરફેસ ગો 2M/8/128GB63,499
સરફેસ બુક 313 ઈંચ i5/8/256GB1,56,299
સરફેસ બુક 313 ઈંચ i7/16/256GB1,95,899
સરફેસ બુક 313 ઈંચ i7/32/512GB2,37,199
સરફેસ બુક 313 ઈંચ i7/32/1TB2,59,299
સરફેસ બુક 315 ઈંચ i7/16/256GB2,20,399
સરફેસ બુક 315 ઈંચ i7/32/512GB2,66,499
સરફેસ બુક 315 ઈંચ i7/32/1TBGB2,86,199
સરફેસ બુક 315 ઈંચ i7/32/512 Qdr3,21,899
સરફેસ બુક 315 ઈંચ i7/32/1TB QdrCOMM3,40,399