અપકમિંગ ફોલ્ડેબલ ફોન:'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ 2' ટેબ્લેટ અને મોબાઈલ બંનેનું કામ કરશે, લોન્ચિંગ પહેલાં જાણો તેનાં સ્પેસિફિકેશન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ 2' માં એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ મળશે
  • ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

માઈક્રોસોફ્ટ કંપની ઓક્ટોબરની ઈવેન્ટમાં તેનો અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ 2' લોન્ચ કરશે. આ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા 'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ' જેવો જ હશે. તેની કિંમત $1399 (આશરે 1.03 લાખ રૂપિયા) છે.

ડ્યુઅલ સ્ક્રીનની મજા માણી શકાશે

'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ 2' માં ડ્યુઅલ સ્ક્રીન મળશે. આ ફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. 'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ 2' ફોનનો ઉપયોગ ટેબ્લેટ અને મોબાઈલ તરીકે કરી શકાશે. સાઈડ સ્ક્રીનવાળા આ ફોનનો ઉપયોગ કોલિંગ માટે પણ કરી શકાશે.

એક જ સમયે બંને સ્ક્રીન પર કામ કરાશે
માઈક્રોસોફ્ટના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કંપની ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. તેમાં તમામ એન્ડ્રોઈડ એપ્સ મળશે. જોકે તેમાં થર્ડ પાર્ટી એપ સપોર્ટ કરશે કે કેમ તે હજુ સસ્પેન્સ છે.

ફોનની મજાની વાત એ છે કે એપને એક સ્ક્રીન પરથી બીજી સ્ક્રીનમાં ડ્રેગ કરી શિફ્ટ કરી શકાય છે. ફોનની બંને સ્ક્રીન પર એક જ સમયે અલગ અલગ કામ કરી શકાશે.

'માઈક્રોસોફ્ટ સર્ફેસ ડુઓ 2'નાં સ્પેસિફિકેશન

  • ગીકબેન્ચના લિસ્ટિંગમાં સિંગલ કોર ટેસ્ટમાં તેને 1,071 અને 1106 વચ્ચેના પોઈન્ટ્સ મળ્યા છે જ્યારે મલ્ટિ કોર ટેસ્ટિંગમાં 3166 અને 3569 વચ્ચેનો સ્કોર મળ્યો છે. આ લિસ્ટિંગમાં ફોનનાં સ્પેસિફિકેશન લીક થયાં છે.
  • આ ફોલ્ડેબલ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 SoC પ્રોસેસર મળશે. તે 5G સપોર્ટેડ હોઈ શકે છે. આ ફોનમાં 8GBની રેમ મળશે.
  • ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે.
  • વિન્ડોઝ સેન્ટ્રલના એક રિપોર્ટ પ્રમાણે, 'સર્ફેસ ડુઓ 2'માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં પ્રાઈમરી સેન્સર, ટેલિફોટો સેન્સર અને વાઈડ એંગલ સેન્સર મળી શકે છે.
  • સિક્યોરિટી માટે ફોનના પાવર બટન પર ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે.
  • ફોનની જમણી બાજુએ USB ટાઈપ C પોર્ટ મળશે. ફોનના બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
અન્ય સમાચારો પણ છે...