તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માઈક્રોસોફ્ટે તાજેતરમાં જ ઈમેજ શેરિંગ અને સોશિયલ મીડિયા સર્વિસ કંપની પિન્ટ્રેસ્ટને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તે સફળ રહ્યો નથી. જો આ ડીલ ફાઈનલ થઈ ગઈ હોત તો માઈક્રોસોફ્ટ તરફથી કરવામાં આવેલું આ સૌથી મોટું અધિગ્રહણ હોત. કારણ કે, ઓફર 5100 કરોડ ડોલર (આશરે 3.70 લાખ કરોડ રૂપિયા)ની હતી. માઈક્રોસોફ્ટ પોતાનાં ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ પર ઓનલાઈન કમ્યુનિકેશનનો પોર્ટફોલિયો બનાવવા માટે પિન્ટ્રેસ્ટને ખરીદવા માગતી હતી. આ પહેલાં માઈક્રોસોફ્ટે ટિકટોક ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં પણ તેને સફળતા મળી નહોતી.
પિન્ટ્રેસ્ટ સ્વતંત્ર કંપની બનવા માગે છે
એક મીડિયા રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે બંને કંપનીઓ વચ્ચે હવે ડીલ અંગે વાતચીત બંધ થઈ ગઈ છે. પિન્ટ્રેસ્ટે સંકેત આપ્યો કે તે સ્વતંત્ર કંપની બની રહેવા માગે છે. જોકે તે સ્પષ્ટ નથી કે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા આ ડીલ માટે પ્રયાસ ચાલુ રાખશે કે કેમ.
પિન્ટ્રેસ્ટની અમેરિકામાં રેવન્યૂ 67% વધી
પિન્ટ્રેસ્ટે ગત અઠવાડિયે 2020ના છેલ્લા ક્વાર્ટરનો ફાયનાન્શિયલ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેના પ્રમાણે, કંપનીએ 706 મિલિયન ડોલર (5.4 હજાર કરોડ રૂપિયા)ની રેવન્યૂ જનરેટ કરી છે. કંપનીની અમેરિકન રેવન્યૂ યર ઓન યર આધારે 67% વધીને 582 મિલિયન ડોલર (આશરે 4.2 હજાર કરોડ રૂપિયા) થઈ છે. તો ઈન્ટરનેશનલ રેવન્યૂ 145% વધીને 123 મિલિયન ડોલર (આશરે 895 કરોડ રૂપિયા) રહી છે. પિન્ટ્રેસ્ટ યુઝર્સની સંખ્યા 46% વધીને 361 મિલિયન (36 કરોડ)થી વધારે થઈ ચૂકી છે. કોવિડ દરમિયાન પિન્ટ્રેસ્ટની માર્કેટ વેલ્યુ 600% સુધી વધી છે.
માઈક્રોસોફ્ટે પહેલાં પણ ઘણી કંપનીઓ ખરીદી
માઈક્રોસોફ્ટ આ પહેલાં લિંક્ડઈનને 26 અબજ ડોલર (આશરે 1.8 લાખ કરોડ રૂપિયા) અને GithuBને 7.5 અબજ ડોલર (આશરે 54 હજાર કરોડ રૂપિયા)માં ખરીદી ચૂકી છે. માઈક્રોસોફ્ટે ગત વર્ષે પ્રાઈવેટ ગેમિંગ કંપની ઝેનીમેક્સને 7.5 અબજ ડોલર (આશરે 54 કરોડ રૂપિયા) આપ્યા હતા. તેને ટિકટોકે ખરીદવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડીલ ન થઈ શકી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.