તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ ફીચર:હવે ઓનલાઈન અભ્યાસમાં બાળકોનું નુક્સાન નહિ થાય, માઈક્રોસોફ્ટે 'રીડિંગ પ્રોગ્રેસ' ફીચર લોન્ચ કર્યું

5 મહિનો પહેલા
  • આ ફીચરની મદદથી વિદ્યાર્થીઓ બુક્સના ચેપ્ટર વાંચી તેને રેકોર્ડ કરી શિક્ષકોને મોકલી શકશે
  • આ ફીચર એ પણ જણાવશે કે વિદ્યાર્થીઓ કેટલા શબ્દો સાચા બોલ્યા અને તેમને વાંચતા કેટલી વાર લાગી

કોરોનાકાળમાં બાળકોના અભ્યાસ માટે હાલ એક માત્ર ઓનલાઈન ક્લાસ જ વિકલ્પ બન્યો છે. જોકે તેની પોતાની પણ કેટલીક મર્યાદા છે. અગાઉ ઓફલાઈનની જેમ શિક્ષકો બાળકોની ભૂલ શોધી શકતા નથી. કે ન તો બાળકો એક એક કરીને શિક્ષકો સામે પોતાનું રિવિઝન મોકલી શકે છે. આ ચિંતા દૂર કરવા માટે માઈક્રોસેફ્ટે 'રીડિંગ પ્રોસેસ' નામનું એક ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી વિદ્યાર્થીઓને ઓફલાઈન ક્લાસ જેવો અનુભવ મળશે. તેમાં વિદ્યાર્થીઓ બુક્સના ચેપ્ટર વાંચી તેને રેકોર્ડ કરી શિક્ષકોને મોકલી શકશે. તેને જોઈ શિક્ષકો સમજી શકશે કે વિદ્યાર્થીએ ઉચ્ચારણમાં ક્યા ભૂલ કરી. માઈક્રોસોફ્ટ ઘણા સમયથી આ ફીચર પર કામ કરી રહી હતી જોકે ફાઈનલી તે હવે લોન્ચ થયું છે.

આ રીતે કામ કરશે રીડિંગ પ્રોસેસ ફીચર

તેમાં શિક્ષકો માટે ડેશબોર્ડ હશે. તેમાં શિક્ષકો ઓટો કરેક્શનથી જાણી શકશે કે વિદ્યાર્થીઓ શબ્દોને સાચા બોલી રહ્યા છે કે નહિ અથવા તે બોલતા વિદ્યાર્થી કેટલો સમય લે છે. ઓટો કરેક્શન સાથે તેમાં મેન્યુઅલ મોડ પણ મળે છે. જોકે હાલ આ ફીચર માત્ર ઈંગ્લિશ ભાષા માટે લોન્ચ થયું છે. ટૂંક સમયમાં તેને અન્ય ભાષા માટે પણ લોન્ચ કરવામાં આવશે.

ઉચ્ચારણ અને બોલવાની સમસ્યા સમજશે આ ફીચર

માઈક્રોસોફ્ટે 350 શિક્ષકો પર રીડિંગ પ્રોસેસના આલ્ફા વર્ઝનનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. તેને આગામી સેશનમાં લોન્ચ કરવાની તૈયારી છે. આ ફીચર Azure ટેક્નોલોજી પર આધારિત છે. આ વિદ્યાર્થીઓમાં રહેલી ડાયલેક્સિયાની સમસ્યા વિશે શિક્ષકોને માહિતગાર કરશે. વિદ્યાર્થીઓને બોલવામાં થતી સમસ્યાને ડાયલેક્સિયા કહે છે.

મિસપ્રોનાઉન્સ ટેક્નોલોજી પર કામ કરશે
કંપનીના જણાવ્યા પ્રમાણે Azure સાથે પાર્ટનરશિપમાં આ ફીચર માટે કામ કરવામાં આવ્યું છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટર કોચમાં માત્ર એક જ પ્રકારની બોલનારી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, જ્યારે માઈક્રોસોફ્ટની ટેક્નોલોજીમાં મિસપ્રોનાઉન્સ ટેક્નોલોજી API પર બેઝ્ડ છે. આ ટેક્નોલોજી વિદ્યાર્થીઓ વાંચે ત્યારે તેમના આત્મવિશ્વાસની ઊણપને સમજી શકે છે.

એડલ્ટ એજ્યુકેશન માટે પણ ઉપયોગી
માઈક્રોસોફ્ટની ટીમે જોયું કે શિક્ષક અન્ય શિક્ષક માટે 150 સ્પ્રેડશીટ કોપી બનાવી રહ્યા છે જેથી વાંચવાની સ્પીડનો ડેટા તૈયાર કરવામાં આવી શકે અને તેને મેન્યુઅલ રીતે મર્જ કરી શકાય. આ જોઈને માઈક્રોસોફ્ટે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. માઈક્રોસોફ્ટનું માનવું છે કે હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સિવાય એડલ્ટ એજ્યુકેશન અને અન્ય સ્થળો પણ કરી શકાય છે.