તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Microsoft Introduced The 'Teams' App For Chatting And Video Calling; Word, Excel And PowerPoint Files Can Be Shared

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૉકેસ:માઈક્રોસોફ્ટે ચેટિંગ અને વીડિયો કોલિંગ માટે ‘ટીમ્સ’ એપ રજૂ કરી; વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ ફાઈલ શેર કરી શકાશે

10 મહિનો પહેલા
 • કંપનીએ એપનું પ્રિવ્યુ વર્ઝન રજૂ કર્યું, એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ ઉપયોગ કરી શકશે
 • આ એપ એક પ્રકારનું મેસેજિંગ હબ છે, જેનાં માધ્યમથી યુઝર ચેટ, વીડિયો અને વોઈસ કોલ કરી શકે છે

સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે તેના પ્રખ્યાત વર્ક ઈન્ટરેક્શન પ્લેટફોર્મ ‘ટીમ્સ’નું નવું વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝન કંપનીનું પર્સનલ વર્ઝન છે, જેમાં પ્રોફેશનલ વર્ઝનનાં જ ફીચર આપવામાં આવ્યાં છે. જોકે યુઝર તેનો ઉપયોગ પર્સનલ અકાઉન્ટથી જ કરી શકશે.

કંપનીનું માનવુ છે કે, ઈન્સ્ટન્ટ મેસેજિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ માટે અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, પરંતુ ટીમનું નવું વર્ઝન એ યુઝર્સને ટાર્ગેટ કરશે જે રેગ્યુલર લોકેશન સહિત ડોક્યુમેન્ટ્સ જેવા મીડિયા અને ઈન્ફોર્મેશન કોઈ ગ્રૂપમાં શેર કરે છે.

એન્ડ્રોઈડ અને iOS સપોર્ટ
કંપનીએ એપનું પ્રિવ્યુ વર્ઝન રજૂ કર્યું છે. તે એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. નવાં વર્ઝનમાં ચેટિંગ, વીડિયો કોલિંગ, લિસ્ટ શેરિંગ, ડોક્યુમેન્ટ્સ શેર, કેલેન્ડર અને લોકેશન શેરિંગ કરી શકાશે. કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ઝનને માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું છે. થોડા દિવસમાં તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.

વર્ચ્યુઅલ ગ્રૂપથી કનેક્ટ રહેશે મેમ્બર્સ
માઈક્રોસોફ્ટે તેના બ્લોગમાં લખ્યું કે, ‘જેમ તમે એક ટીમની જેમ કામ કરો છો, તેવી જ રીતે તમે એપ પર મિત્રો સાથે મેસેજિંગ અને વીડિયો કોલિંગ કરી શકશો. ગ્રૂપ બનાવીને ચેટ અને કોલ કરી શકાશે. પરિવારના સભ્યો સાથે પણ વર્ચ્યુઅલ ક્લબની મદદથી જોડાયેલા રહેશો.’
કંપનીએ જણાવ્યું કે, ટીમ્સ એપ એક પ્રકારનું મેસેજિંગ હબ છે, જ્યાં યુઝર ચેટ, વીડિયો અને વોઈસ કોલ કરી શકાય છે. સાથે જ GIF, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ પણ શેર કરી શકાય છે. એપ પર વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ ફાઈલ શેર કરી શકાશે. કંપની એપનું ફાઈનલ વર્ઝન વર્ષના અંત સુધી લોન્ચ કરશે.

કંપનીએ તેની ગેમિંગ સર્વિસ મિક્સર બંધ કરી

 • માઈક્રોસોફ્ટે તેની લાઈવ વીડિયો ગેમિંગ સ્ટ્રિમિંગ સર્વિસ મિક્સરને બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ફેસબુક સાથે મળી આ સર્વિસ શરૂ કરી હતી.
 • મિક્સર ટીમે જણાવ્યું હતું કે, લાઈવ સ્ટ્રિમિંગ કમ્યુનિટી ગેમિંગને ડેવલપ કરવા માટે કંપની પાસે સમય છે. કંપની હાલ ગેમિંગ કોન્સોલ એક્સબોક્સ પર ફોકસ કરવા માગે છે. તેથી મિક્સરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો