તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઈક્રોસોફ્ટની પહેલ:કોરોનાકાળમાં ભારતમાં 30 લાખ લોકો ડિજિટલી સ્કિલ થયા, જૂન સુધી 2.5 કરોડનું લક્ષ્ય

3 મહિનો પહેલા
  • શ્રમિકો અને ટ્રેક ડ્રાઈવર્સ સહિતના લોકોએ ગિટહબ અને માઈક્રોસોફ્ટના ઓનલાઈન અભ્યાસમાં ભાગ લીધો
  • માઈક્રોસોફ્ટે 2.50 લાખ કંપનીઓને સ્કિલ બેઝ્ડ નિયુક્તિ માટે મદદ કરી

અમેરિકન ટેક કંપની માઈક્રોસોફ્ટ કોર્પે કોવિડ 19 મહામારી દરમિયાન 249 દેશ અને ક્ષેત્રોના 3 કરોડ લોકોને ડિજિટલ સ્કિલ હાંસલ કરવામાં મદદ કરી. તેમાં 30 લાખ લોકો તો ભારતના જ છે. કંપનીનું જૂન મહિના સુધીનું લક્ષ્ય 2.5 કરોડ છે.

2.5 લાખ કંપનીઓ કામ કરી રહી છે
માઈક્રોસોફ્ટે જણાવ્યું કે તેણે ગ્લોબલી 2.50 લાખ કંપનીઓને 2021માં સ્કિલ બેઝ્ડ નિયુક્તિમાં મદદ કરી છે. મહામારી દરમિયાન બેરોજગાર થયેલા કારખાના શ્રમિકો અને ટ્રક ડ્રાઈવર્સ સહિત લાખો લોકો ગિટહબ, લિંક્ડઈન અને માઈક્રોસોફ્ટના ઓનલાઈન અભ્યાસક્રમનો ભાગ બની રહ્યા છે.

દુનિયાભરના લોકોને ફાયદો મળશે
માઈક્રોસોફ્ટ એશિયાના અધ્યક્ષ અહમદ મઝહરીએ કહ્યું કે, મહામારી દરમિયાન દુનિયામાં સ્કિલ નવું ચલણ બનશે. ગત વર્ષે અમે જોયું છે કે મહામારીથી દુનિયાભરના લોકો પ્રભાવિત થયા હતા. કંપનીનું માનવું છે કે મહામારી બાદ ફરી કમબેક કરવા માટે ફરી સ્કિલ્સ હાંસલ કરવી જરૂરી છે.

દેશની 1 લાખ યુવતીઓ ડિજિટલી સશક્ત બની
માઈક્રોસોફ્ટે ભારત સરકાર સાથે મજબૂત ડિજિટલ સ્કિલિંગ ઈકોસિસ્ટમ બનાવવા અને નોન પ્રોફિટ પાર્ટનર સાથે પાર્ટનરશિપ કરી છે. ગત વર્ષે માઈક્રોસોફ્ટે ભારતમાં NSDC સાથે પાર્ટનરશિપ કરી હતી. તેમાં ઓછી ઉંમરની યુવતીઓને ડિજિટલ સ્કિલ સાથે સશક્ત બનાવવાનું લક્ષ્ય હતું.