તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માઈક્રોમેક્સનું કમબેક:રાહુલ શર્માએ ઈમોશનલ વીડિયો શેર કરી કહ્યું- મારાં જ દેશમાં મને ચાઈનીઝ મોબાઈલે નીચો પાડ્યો, હવે દેશ માટે in મોબાઈલ લાવી રહ્યો છું

10 દિવસ પહેલા
  • માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્માએ બોર્ડર પર થયેલી ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો
  • માઈક્રોમેક્સે તેના અપમકમિંગ સ્માર્ટફોનનું નામ in રાખ્યું છે

માઈક્રોમેક્સ દેશમાં ફોન સેગમેન્ટમાં કમબેક કરી ચૂકી છે, પરંતુ હવે કંપની નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની 2 વર્ષ બાદ સ્માર્ટફોન સેગમેન્ટમાં ફરી એન્ટ્રી કરશે. માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્માએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેની માહિતી આપી છે.

વીડિયો પ્રમાણે, માઈક્રોમેક્સના અપકમિંગ સ્માર્ટફોનનું નામ (in) છે. તેને india (ઈન્ડિયા) શબ્દથી રાખવામાં આવ્યું છે. જોકે રાહુલે ફોનનાં લોન્ચિંગ ડેટની કોઈ માહિતી શેર કરી નથી. કંપનીએ જૂન મહિનામાં જ સ્માર્ટફોન માર્કેટમાં કમબેકના સંકેત આપ્યા હતા.

માઈક્રોમેક્સ ઈન્ડિયાના ટ્વિટર અકાઉન્ટ પર રાહુલ શર્માનો 1 મિનિટ અને 52 સેકન્ડનો વીડિયો અપલોડ થયો છે. વીડિયોમાં માઈક્રોમેક્સની શરૂઆત અને કમબેકની ઈમોશનલ સફર શેર કરાઈ છે. રાહુલે કહ્યું કે, ‘પિતા પાસેથી 3 લાખ રૂપિયા લઈને મિત્રો સાથે મળી માઈક્રોમેક્સ કંપનીની શરૂઆત કરી હતી, પરંતુ એક સમય એવો આવ્યો કે ચાઈનીઝ મોબાઈલવાળાઓ મને નીચો પાડ્યો, પરંતુ બોર્ડર પર જે થયું તે કશું જ સારું નહોતુ. તેથી હવે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનું એલાન કર્યું છે તો અને તેના પર કામ કરવાનો નિર્ણય લીધો.’

કેવો હશે in સ્માર્ટફોન?
વીડિયો પ્રમાણે, આ સ્માર્ટફોનનું બોક્સ નેવી બ્લૂ કલરનું છે, જેના પર in ટેક્સ્ટ લખેલી હશે. ટિપ્સ્ટર સુમુખ રાવના જણાવ્યા પ્રમાણે, માઈક્રોમેક્સની in સિરીઝના સ્માર્ટફોન 7000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીમાં લોન્ચ થશે. આ સ્માર્ટફોન્સ સ્ટૉક એન્ડ્રોઈડ સાથે આવશે અને નવેમ્બરની શરૂઆતમાં દેશમાં લોન્ચ થશે. સ્માર્ટફોનમાં મીડિયાટેકના P22, P30 અને G25 પ્રોસેસરથી સજ્જ નહિ હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો