તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ લુક:માઈક્રોમેક્સે તેના in સિરીઝના સ્માર્ટફોનનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો, 3 નવેમ્બરે લોન્ચ થનારી સિરીઝની કિંમત અને ફીચર્સ જાણો

3 મહિનો પહેલા
  • ટીઝરમાં ફોનની રિઅર પેનલની ડિઝાઈન જોવા મળી રહી છે
  • ફોનનું બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે

સ્વદેશી ટેક બ્રાન્ડ in સિરીઝ લોન્ચિંગની તૈયારીઓ કરી રહી છે. હવે કંપનીએ ફાઈનલી તેનું ટીઝર રિલીઝ કરી તેનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો છે. કંપનીએ ટ્વિટર પર અપકમિંગ સિરીઝના ફોનનું ટીઝર શેર કર્યું છે. તેમાં ફોનની રિઅર પેનલની ટોપ ટુ બોટમ ડિઝાઈન જોવા મળી રહી છે. ફોન બ્લૂ કલરના કોમ્બિનેશનવાળા અલગ અલગ શેડ્સમાં જોવા મળે છે.

કંપનીએ ટીઝરમાં લોન્ચિંગ ડેટ પણ કન્ફર્મ કરી છે. ફોન 3 નવેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ ફોનને ઈન્ડિયાનું X ફેક્ટર જણાવી રહી છે.

મીડિયાટેક G35, G85 પ્રોસેસર મળશે કંપનીએ એક દિવસ અગાઉ જ આ સિરીઝની ડિટેલ શેર કરી હતી. આ સિરીઝના ફોનમાં મીડિયાટેક G35, G85 પ્રોસેસર મળશે. માઈક્રોમેક્સના કમબેકથી શાઓમી અને રિયલમીને ટક્કર મળી શકે છે.

ગેમિંગ બેઝ્ડ મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસરને આ વર્ષે જ માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોસેસર રિયલમી નાર્ઝો 20 સિરીઝ, રિયલમી નોટ 9 જેવા પોપ્યુલર સ્માર્ટફોનમાં આપવામાં આવ્યું છે. તો મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર જૂન મહિનામાં લોન્ચ થયું છે, તે રિયલમી C11, રિયલમી 9 અને પોકો C3 જેવાં સ્માર્ટફોનમાં જોવા મળે છે.

ફોનની કિંમત અને સ્પેસિફિકેશન (સંભવિત)

  • ધ મોબાઈલ ઈન્ડિયનના રિપોર્ટ પ્રમાણે, માઈક્રોમેક્સ in સિરીઝમાં 2 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. G35 પ્રોસેસરથી સજ્જ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે, 2GB/3GB રેમ અને 32GB ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. ફોનમાં 5000mAhની બેટરી મળશે. તે સ્ટૉક એન્ડ્રોઈડ પર કામ કરશે.
  • ફોટોગ્રાફી માટે 2GB વેરિઅન્ટમાં 13MP+2MPનું રિઅર કેમેરા સેટઅપ અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. 3GB વેરિઅન્ટમાં 13MP+5MP+2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે અને 13MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તેની કિંમત 7 હજાર રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા સુધી હશે.

રાહુલ શર્માએ વીડિયો શેર કર્યો હતો

માઈક્રોમેક્સ ઈન્ડિયાના ટ્વિટર અકાઉન્ટ પર કંપનીના ફાઉન્ડર રાહુલ શર્માનો 1 મિનિટ અને 52 સેકન્ડનો વીડિયો અપલોડ થયો છે. વીડિયોમાં માઈક્રોમેક્સની શરૂઆત અને કમબેકની ઈમોશનલ સફર શેર કરાઈ છે. રાહુલે કહ્યું કે, ‘પિતા પાસેથી 3 લાખ રૂપિયા લઈને મિત્રો સાથે મળી માઈક્રોમેક્સ કંપનીની શરૂઆત કરી હતી, પરંતુ એક સમય એવો આવ્યો કે ચાઈનીઝ મોબાઈલવાળાઓ મને નીચો પાડ્યો, પરંતુ બોર્ડર પર જે થયું તે કશું જ સારું નહોતુ. તેથી હવે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનું એલાન કર્યું છે તો અને તેના પર કામ કરવાનો નિર્ણય લીધો.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser