તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Micromax In 1b To Go On First Sale In India On December 10 Via Flipkart, Company Site: Price, Specifications

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ સેલ:10 ડિસેમ્બરે યોજાશે માઈક્રોમેક્સ in 1bનો સેલ, 5% કેશબેક અને નો કોસ્ટ EMIની ઓફર

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોનનાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા છે
 • ફોનનાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા છે

સ્વદેશી બ્રાન્ડ માઈક્રોમેક્સના in 1b સ્માર્ટફોનનો પ્રથમ સેલ 10 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે. તેને ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાશે. ફોનનો પ્રથમ સેલ 26 નવેમ્બરે યોજાવાનો હતો, પરંતુ લોજિસ્ટિક પ્રોબ્લેમને લીધે સેલ છેલ્લી મિનિટે કેન્સલ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન ઓક્ટાકોર મીડિયા હીલિયો G35 પ્રોસેસર અને 6.52 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લેથી સજ્જ છે. સાથે ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે, જે રિવર્સ ચાર્જિંગ અને 10 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. માઈક્રોમેક્સે 2 વર્ષ પછી ભારતીય માર્કેટમાં કમબેક કરી in 1b અને in નોટ 1 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.

માઈક્રોમેક્સ in 1bની કિંમત અને ઓફર
ફોનનાં 2GB રેમ અને 32 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા છે. ફોનનાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા છે. ફોનનાં ગ્રીન, બ્લૂ અને પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 5%નું કેશબેક મળી રહ્યું છે. તો ફોનને 778 રૂપિયાની નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાશે.

માઈક્રોમેક્સ in 1bનાં સ્પેસિફિકેશન

 • આ સ્માર્ટફોનમાં 6.52- ઇંચની ફુલ HD+ મિની ડ્રોપ ડિસ્પ્લે આપી છે. તે અલ્ટ્રા બ્રાઈટ રિઝોલ્યુશન ધરાવે છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરની સાથે 2GB/4GB રેમનું કોમ્બિનેશન મળે છે. ફોનને 32GB અને 64GB ઓનબોર્ડ સ્ટોરેજની સાથે ખરીદી શકશે.
 • ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપ્યો છે. તેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર સામેલ છે. ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ પણ મળશે. સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.
 • ફોનમાં 5000mAhની પાવરફુલ બેટરી આપી છે, તે રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. એટલે કે તમે આનાથી બીજા ફોનને ચાર્જ કરી શકશો. ફોનની સાથે 10 વૉટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે.
 • આ ફોન પ્યોર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. કંપની ફોન પર 2 વર્ષનું ગેરેન્ટેડ અપગ્રેડ આપી રહી છે. એટલે કે ગૂગલના નવી OSની સાથે તમે ફોનને અપડેટ કરી શકશો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો