તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લેપટોપ:ટૂંક સમયમાં ‘Mi નોટબુક 14’ i3 પ્રોસેસર અને બિલ્ટ-ઈન વેબકેમની સાથે લોન્ચ થશે, જાણો શું હશે ખાસિયત

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં કંપની હાજર મોડેલ્સને કંપની એક્સટર્નલ વેબકેમની સાથે વેચી રહી છે
 • i5 પ્રોસેસરની સાથે નોટબુક 14ની પ્રારંભિક કિંમત 41999 રૂપિયા છે

10th જનરેશન ઈન્ટેલ કોર i3 પ્રોસેસરની સાથે શાઓમી ટૂંક સમયમાં ભારતમાં Mi નોટબુક 14 લોન્ચ કરશે. શાઓમી ઈન્ડિયાના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈને સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. કંપનીએ Mi નોટબુક 14 અને નોટબુક 14 હોરિઝોન એડિશનની સાથે જૂનમાં એન્ટ્રી કરી હતી. તે 10th જનરેશન ઈન્ટેલ કોર પ્રોસેસર i5 અને i7 પ્રોસેસરની સાથે આવે છે. Mi નોટબુક 14 અપકમિંગ એડિશનમાં ઈન્ટેલ કોર i3 પ્રોસેસર હશે અને તેની કિંમત પણ હાલનાં મોડેલોની સરખામણીએ ઓછી હોઈ શકે છે.

લેપટોપમાં બિલ્ટ-ઈન વેબકેમ મળશે

 • જૈનના અનુસાર, નવા Mi નોટબુક 14 વેરિઅન્ટમાં એક ઈન-બિલ્ટ વેબકેમ પણ હશે. તેનાથી વિપરીત કોર i5 પાવર્ડ Mi નોટબુક 14 અને Mi નોટબુક 14 હોરિઝોન એડિશનને એક્સટર્નલ વેબકેમની સાથે લોન્ચ કરવામાં આવી હતી.
 • નવા મોડેલમાં સંભવતઃ એક 256GB સ્ટોરેજ કોન્ફિગ્રેશન મોડેલ પણ સામેલ હશે અને તેનું વજન 1.5 કિલો હશે. ટ્વીટની સાથે શેર કરવામાં આવેલી ઈમેજ તેની ડિઝાઈન વિશે હિન્ટ આપે છે કે નવી નોટબુક 14માં સ્લિમ બેઝલ સ્ક્રીન અને સ્લીક બોડી ડિઝાઈન મળશે, જે ગત મોડેલ જેવી જ છે. નામ સૂચવે છે તેમ, નવા વેરિઅન્ટમાં 14 ઈંચની ડિસ્પ્લે પણ હશે.
આ પણ વાંચી શકો છો..

ઘણી ઓફર અને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે
હાલમાં જૈને તેના લોન્ચિંગની તારીખ વિશે કોઈ જાણકારી નથી આપી પરંતુ ટ્વીટમાં જણાવાયું છે કે, 'તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે અને તમે તમારી આગામી નોટબુક ખરીદો તે પહેલાં તમે તેની રાહ જુઓ'. ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને Mi નોટબુક 14 પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવી શકે છે. ​​​​​​​

જૂના મોડેલ કરતાં ઓછી કિંમત હશે

 • નવા Mi નોટબુક 14ની કિંમત અન્ય i5 અને i7 મોડેલની તુલનામાં ઓછી હશે. 10th જનરેશન ઈન્ટેલ કોર i5 પ્રોસેસરની સાથે Mi નોટબુક 14ની કિંમત 41999 રૂપિયાથી શરૂ થાય છે, જે તેના 8GB+256GB મોડેલ માટે છે.
 • Mi નોટબુક 14 હોરિઝોન એડિશનની કિંમત 51999 રૂપિયાથી શરૂ થાય છે, જે તેના કોર i5 8GB+512GB મોડેલ માટે છે. જૂની Mi નોટબુક 14ની જેમ જ નવા વેરિઅન્ટમાં એનવીડિયો ગ્રાફિક્સ કાર્ડનો ઓપ્શન પણ આવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો