શાઓમીએ સોમવારે ભારતીય માર્કેટમાં 3 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ સાથે જ કંપનીએ તેના સ્માર્ટફોન અને એક્સેસરીઝ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. કંપનીએ બ્લુટૂથ સ્પીકર, નેકબેન્ડ અને સ્માર્ટફોનનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ 3 પ્રોડક્ટ્સ કયાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સથી સજ્જ છે આવો જાણીએ...
રેડમી 9 પાવર (6GB+128GB)વેરિઅન્ટ
કિંમત: 12,999 રૂપિયા
કંપનીએ રેડમી 9 પાવરનું નવું 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેનાં સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. આ નવાં વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. રેમ કેપેસિટી વધાર્યા સિવાય ફોનના હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ફોનમાં 6.53 ઈંચની ફુલ HD IPS ડિસ્પ્લે છે. તે ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે અને એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ MIUI 12 પર રન કરે છે. ફોનમાં ચાર કેમેરા છે. મેન 48MPનો કેમેરા છે. આ ઉપરાંત 8MPનો અલ્ટ્રા-વાઈડ-એન્ગલ લેન્સ, 2MPનું ડેપ્થ સેન્સર અને 2MPનો મેક્રો લેન્સ છે. કેમેરામાં મૂવી ફ્રેમ, ટાઈમ લેપ્સ, નાઈટ મોડ અને કલર ફોકસ જેવા ફીચર્સ છે. નવાં વેરિઅન્ટની ખરીદી એમેઝોન, Mi.com, Mi હોમ્સ અને Mi સ્ટુડિયોથી કરી શકાશે.
Mi પોર્ટેબલ બ્લુટૂથ સ્પીકર (16W)
કિંમત: 2499 રૂપિયા
આ બ્લુટૂથ સ્પીકરની કિંમત 2499 રૂપિયા છે. તે કંપનીના ઓનલાઈન સ્ટોર પર ખરીદી માટે અવેલેબલ છે. તેમાં 8 વૉટના 2 ફુલ રેન્જ ડ્રાઈવર્સ મળે છે, જે કુલ 16 વૉટનું સાઉન્ડ આઉટપુટ આપે છે. તેને IPX7 વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ મળ્યું છે. કંપનીનો દાવો છે કે તે ઓછા સમયમાં પાણીમાં ડૂબી રહે તો પણ કામ કરશે. તેમાં સ્ટીરિયો પેરિંગ મોડ પણ મળે છે. તેનાથી 2 સ્પીકરને એકબીજા સાથે કનેક્ટ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે તેમાં 13 કલાકની બેટરી મળે છે. સ્પીકર ઈનબિલ્ટ માઈક્રોફોનથી સજ્જ છે. તેનો ઉપયોગ હેન્ડ્સ ફ્રી ડિવાઈસ તરીકે પણ કરી શકાય છે.
Mi નેકબેન્ડ બ્લુટૂથ ઈયરફોન પ્રો
કિંમત: 1799 રૂપિયા
કંપનીએ તેને 2019માં લોન્ચ થયેલાં નેકબેન્ડ બ્લુટૂથ ઈયરફોનના રિચ વેરિઅન્ટ તરીકે લોન્ચ કર્યું છે. તેની કિંમત 1799 રૂપિયા છે. જૂનાં વેરિઅન્ટની કિંમત કરતાં માત્ર 200 રૂપિયા ઉમેરી કંપનીએ ઘણાં ફીચર્સનો ઉમેરો કર્યો છે. તેમાં પહેલાં કરતાં વધુ સારો બ્લુટૂથ કોડેક સપોર્ટ અને IPX5 વૉટર રેઝિસ્ટન્સ સપોર્ટ મળે છે.
ચાર્જિંગ માટે તેમાં માઈક્રો USB પોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં તે 20 કલાકનું બેકઅપ આપે છે. ઈયરફોનમાં 10mmનાં ડાયનેમિક ડ્રાઈવર્સ છે. નેકબેન્ડ પર જ પ્લેબેક, વોલ્યુમ અને એક્ટિવ નોઈઝ કેન્સલેશન માટે નેકબેન્ડ પર જ ફિઝિકલ કન્ટ્રોલ્સ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.