યુઝર્સની પ્રાઈવસીને પ્રાયોરિટી આપી મેટા કંપનીએ યુઝરનો ડેટા ચોરી કરતી 7 કંપની બ્લોક કરી છે. આ કંપનીઓ યુઝર્સના ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મની ઓનલાઈન એક્ટિવિટી ટ્રેક કરતી હતી. આ જાસૂસી કરતી કંપનીઓમાં 1 સ્વદેશી કંપની પણ સામેલ છે. આ કંપનીઓ 100 દેશોમાં પોલિટિકલ લીડર, ઈલેક્શન ઓફિસર્સ, હ્યુમન રાઈટ્સ અને પોપ્યુલર સેલિબ્રિટીને ટાર્ગેટ કરતી હતી.
પૈસા લઈને જાસૂસી કરતી હતી કંપનીઓ
આ કંપનીઓનો વ્યવસાય જ જાસૂસીનો હતો. અર્થાત ક્લાયન્ટ પાસેથી પૈસા લઈ કંપની યુઝરને ટાર્ગેટ બનાવતી હતી. તેથી કંપનીનું નામ સર્વેલન્સ ફોર હાયર હતું. આ કંપનીઓ ઈન્ટરનેટ પર લોકોની પર્સનલ ડિટેલ ચોરી કરી વાસ્તવિકતા સાથે ચેડાં કરી અકાઉન્ટ હેક કરતી હતી. સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ 100થી વધારે દેશના આશરે 50 હજાર લોકોને અલર્ટ કર્યા છે.
ફેસબુક આવી કંપનીઓનું મોનિટરિંગ કરી રહી છે
ફેસબુક હેકિંગ અને અકાઉન્ટનો દુરુપયોગ કરતી કંપનીઓ પર મોનિટરિંગ કરી રહી છે. જાસૂસી કંપની સાથે ફેસબુકનો આ નિર્ણય અમેરિકન ટેક કંપનીઓ, અમેરિકન સાંસદો અને રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકાર દ્વારા ડિજિટલ જાસૂસી સર્વિસ સપોર્ટ કરતા લોકો વિરુદ્ધ આ એક મોટું પગલું છે. ઈઝરાયલી સ્પાયવેર કંપની NSO ગ્રુપ જેને શરૂઆતમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. મેટા પહેલાં જ આ કંપની વિરુદ્ધ અદાલતમાં કેસ કરી ચૂકી છે.
મેટાના રિપોર્ટ પ્રમાણે આશરે 1500 અકાઉન્ટ બ્લોક કરવામાં આવશે. તેમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સહિતના પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલા ફેક અકાઉન્ટ સામેલ છે. આવી કંપનીઓએ 100થી વધારે દેશના લોકોને ટાર્ગેટ કર્યા છે. મેટાના પ્રાઈવસી પોલિસીના પ્રમુખ નથાનિએલ ગ્લીચરે ઈન્ટરનેશનલ મીડિયા વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પૈસા લઈ કામ કરતી કંપનીઓના કામ કોઈ એક પ્લેટફોર્મ સુધી સીમિત નથી બલકે તેનો પ્રભાવ મોટા પાયે છે.
બ્લોક કરવામાં આવેલી કંપનીઓ
ભારતની કંપની બેલટ્રોક્સ
બૅન થયેલી કંપનીમાં BellTroX (બેલટ્રોક્સ) સ્વદેશી છે. તે હેકિંગ ફોર હાયર સર્વિસ પર કામ કરે છે. આ કંપની ફેક અકાઉન્ટ ઓપરેટ કરે છે. મેટાએ આ સ્વદેશી કંપનીના ઘણા વર્ષોથી ઈનએક્ટિવ 400 અકાઉન્ટ ડિલીટ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.