જો તમે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરો છો તો તમારે હવે પ્રાઈવસીની ચિંતા કરવાની જરૂર નથી. કંપનીએ તાજેતરમાં જ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ચેટ, મેસેજ રિએક્શન, ટાઈપિંગ ઈન્ડિકેટર અને સ્ક્રીનશૉટ ડિટેક્શન ફીચર લોન્ચ કર્યાં છે.
સ્ક્રીનશૉટ ડિટેક્શન અને મેસેજ રિએક્શન ફીચર માટે વ્હોટ્સએપ યુઝર્સ ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જોકે તે પહેલાં આ ફીચર મેસેન્જરને મળ્યું છે.
અત્યાર સુધી ફેસબુક મેસેન્જર ચેટ એન્ટ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ નહોતી. હવે કંપની ચેટ સાથે ગ્રુપ ચેટ, વોઈસ અને વીડિયો કોલ માટે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ટેસ્ટિંગ કરી રહી છે. ઈન્ક્રિપ્શન ફીચર ચેટ સિક્યોર અને પ્રાઈવેટ રાખે છે. કોઈ પણ થર્ડ પાર્ટી ઈવન ફેસબુક પોતે આ ચેટ એક્સેસ કરી શકતી નથી.
નવાં સ્ક્રીનશૉટ ડિટેક્શન ફીચરની મદદથી યુઝરને તેમના ડિસઅપરિંગ મેસેજનો સ્ક્રીનશૉટ લેવાયો છે કે કેમ તે જાણવા મળશે. જો ચેટમાં સામેવાળો યુઝર સ્ક્રીનશૉટ લેશે તો તે સમયે ચેટની નીચે મેસેજ દેખાશે.
અપકમિંગ ફીચર
આ સાથે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ મેસેન્જર યુઝર સ્પેસિફિક મેસેજ પર રિપ્લાય કરી શકશે. આ સિવાય ઈન્ક્રિપ્ટેડ ચેટમાં વેરિફાઈડ બેજ પણ મળશે, જેથી ઓથેન્ટિક અને ફેક અકાઉન્ટ વચ્ચે અંતર સમજી શકાય. આ બંને ફીચર ટૂંક સમયમાં મેસેન્જરમાં લોન્ચ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.