3 સ્પેશિયલ મેસેન્જરે યુનાઈટેડ નેશન તરફથી 11 જૂને ભારત સરકારને એક લેટર પોસ્ટ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, ભારતમાં લાગુ કરાયેલા નવા IT નિયમ ઈન્ટરનેશનલ માનવ અધિકારનું પાલન કરતાં નથી. બોલવાની સ્વતંત્રતાના પ્રચાર અને બચાવ કરતાં આઈરીન ખાન, ક્લેમેન્ટ ન્યાલે તોસી વૌલે અને પ્રાઈવસીના અધિકાર પર કામ કરતાં જોસેફ કેનાટાસીએ પોસ્ટ કર્યો છે.
તેમનું કહેવું છે કે આ નિયમમાં મોરલ વેલ્યુ નથી. તે બાળકો માટે નુક્સાનદાયક છે. ભારતની એકતા માટે તે ખતરનાક છે. તેને લોકોને ભડકાવવા અને ગેરમાર્ગે દોરવા માટે લાગુ કરાયો છે. આ નિયમને યોગ્ય રીતે સ્પષ્ટ કરાયા નથી જેથી તે ખોટા છે.
માનવ અધિકાર કરારનું પાલન કરતાં નથી IT નિયમ
ભારતના નવા IT નિયમ માનવ અધિકાર કરાર હેઠળ ઈન્ટરનેશનલ નાગરિક અને રાજકીય અધિકારના નિયમ (ICCPR)નું ઉલ્લંઘન કરે છે. ICCPRના આર્ટિકલ 19 (3)માં બોલવા અને પોતાના વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે. જે નેશનલ સિક્યોરિટી અને પબ્લિક ઓર્ડર અથવા પબ્લિક હેલ્થ અને નૈતિકતા માટે હોય છે. નવા IT નિયમથી આ તમામ વસ્તુ પર રોક લાગશે.
તેમાં સામાન્ય યુઝર્સનો ડેટા સરકાર મેનેજ કરશે
સ્પેશિયલ મેસેન્જર્સનું કહેવું છે કે, બોલવાની સ્વતંત્રતાનો કાયદો હોવા છતાં કંપનીને મોનિટર કરી ઝડપથી યુઝર્સ જનરેટેડ કન્ટેન્ટ દૂર કરવામાં આવી રહ્યા છે. તેમાં બોલવાની સ્વતંત્રતા રહેતી નથી. તેમણે એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે તે ડિજિટલ પ્લેટફોર્મમાં કન્ટેન્ટને દૂર કરવા માટે સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. યુઝર્સ અને કંપની વચ્ચે કામ કરનારા તેનો ગેર ફાયદો ઉઠાવી શકે છે.
ભારત સરકાર અને વ્હોટ્સએપ વચ્ચે પણ વિવાદ યથાવત
વ્હોટ્સએપની ઈન્ક્રિપ્શન ટેક્નોલોજી અંગે ભારત સરકાર અને વ્હોટ્સએપ વચ્ચે વિવાદ યથાવત છે. ગયા મહિને વ્હોટ્સએપે IT નિયમનો વિરોધ કર્યો હતો. આરોપ લગાવ્યો હતો કે તેનાથી યુઝર્સની પ્રાઈવસીનો અધિકાર જોખમમાં છે. UN શરૂઆતથી જ ઈન્ક્રિપ્શનને સપોર્ટ કરે છે. તેનું માનવું છે કે તે એક પ્રભાવી ટેક્નિકલ સેફગાર્ડ છે. તેનાથી પ્રાઈવસીના અધિકારની સુરક્ષા થશે.
સરકારનો UNને જવાબ
આ લેટરના જવાબમાં ભારત સરકારે કહ્યું કે, દેશના IT નિયમ સોશિયલ મીડિયાના સામાન્ય યુઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. કોઈ પોસ્ટને કયા યુઝરે પોસ્ટ કરી છે તે માલુમ કરી શકાય છે. તેના માટે યુઝર્સની સીમિત માહિતી જ લેવામાં આવે છે.
હિંસા રોકવા માટે સરકાર ડેટા કલેક્ટ કરે છે
જ્યારે કોઈ હિંસા અથવા ભારતની એકતાને નુક્સાન પહોંચે તેવા મેસેજ વાઈરલ થાય છે. કોઈ મહિલાનું સમ્માન ખરડાય છે અથવા બાળકો સંબંધિત સેક્સ્યુઅલ ઈશ્યુની તપાસ કરવાની હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. તેથી મેસેજ કોણે અને કયા હેતુથી વાઈરલ કર્યો તે જાણી શકાય.
ટ્રેસેબ્લિટીના નિયમ અંગે વ્હોટ્સએપ અને ભારત સરકારમાં તણાવની સ્થિતિ છે. એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શનને યુઝર્સની પ્રાઈવસી માટે ડેવલપ કરાયું છે. સરકારનો એ તર્ક છે કે જો તેમને તમામ યુઝર્સના મેસેજ વાંચવા મળે તો તે સોશિયલ મીડિયા પર અફવાહ ફેલાવનારાની ઓળખ સરળતાથી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.