ઝકરબર્ગનો ખરાબ 'ટાઈમ':ટાઈમ મેગેઝિને કવર પેજ પર CEOનો ફોટો ઉમેરી 'ડિલીટ ફેસબુક'નું કેપ્શન આપ્યું, હોગેનના ખુલાસા બાદ કંપનીના ખરાબ ચોઘડિયા શરૂ થયાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે, ખોટી સૂચનાઓ અને નફરત ફેલાવતી પોસ્ટ સામે કામ કરનાર ટીમને કંપનીએ વિખેરી નાખી
  • ફ્રાંસેસ હોગેનના ફેસબુક વિરુદ્ધના ખુલાસા બાદ કંપની પોતાનાં સ્વાભિમાન ગુમાવી રહી છે

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગના ચોઘડિયા ખરાબ ચાલી રહ્યા છે. 5 ઓક્ટોબર પહેલાં ફેસબુક સાથે તેની સર્વિસ વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ કલાકો સુધી ડાઉન બન્યા હતા. તેને લીધે કંપનીના શેર ગગળ્યા હતા. તેની હરોળમાં ફેસબુક સાથે કામ કરનાર ફ્રાંસેસ હોગેને તેના પર આરોપ લગાવ્યો કે તેની પ્રોડક્ટ્સથી બાળકોને નુક્સાન થઈ રહ્યું છે. હવે ટાઈમ મેગેઝિને ઝકરબર્ગે ફેસબુકને આડેહાથ લીધી છે. મેગેઝિનનાં કવર પેજ પર ઝકરબર્ગનો ફોટો લાગ્યો છે. તેના પર 'ડિલીટ ફેસબુક'ની ટેક્સ્ટ સાથે 'કેન્સલ' અથવા 'ડિલીટ'નો ઓપ્શન લખેલો છે.

વ્હિસલબ્લોઅર ફ્રાંસેસ હોગેન ફેસબુક અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. તેણે અમેરિકન કોંગ્રેસમાં કહ્યું છે કે, ચીન અને ઈરાન દુશ્મનોની માહિતી માટે ફેસબુકનો ઉપયોગ કરે છે, પરંતુ ફેસબુક પાસે જાસૂસી વિરુદ્ધ કામ કરતી ટીમ ઓછી છે. આ વાત અમેરિકાની સુરક્ષા માટે એક જોખમ છે. ફેસબુકે પૈસા કમાવવા માટે લોકોની સુરક્ષા નેવે મૂકી છે.

કંપનીએ ખોટી પોસ્ટ રોકતી ટીમ ઘર ભેગી કરી
ટાઈમ કવર આર્ટિકલમાં ફેસબુકની સિવિલ ઈન્ટેગ્રટી વિશે વિસ્તારથી લેખ લખાયો છે. તે પ્રમાણે ફેસબુકે સોશિયલ મીડિયા પર ખોટી સૂચનાઓ અને નફરત ફેલાવતી પોસ્ટ સામે કામ કરનાર ટીમ વિખેરી નાખી છે. ફેસબુકે ડિસેમ્બર 2020માં આ ટીમને ઘર ભેગી કરી હતી. ફ્રાંસેસ હોગેનના જણાવ્યા પ્રમાણે, ઈન્સ્ટાગ્રામ યુવાનાના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું હોવાનો ઈન્ટર્નલ સર્વે કંપનીએ છુપાવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામની યંગસ્ટર્સ પર ખરાબ અસર પડી રહી છે
રિપોર્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામની યંગસ્ટર્સ પર ખરાબ અસર પડી રહી છે

ઝકરબર્ગે તમામ આરોપો નકાર્યા
ફેસબુકના CEOએ વ્હિસલબ્લોઅરના તમામ દાવા પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ સાચી વાત નથી. તેમણે ફેસબુક કર્મચારીઓને એક પત્રમાં લખ્યું કે, આ તર્કમાં હકીકત નથી કે કંપની જાણીજોઈને નફરત અને હિંસા ફેલાવતા કન્ટેન્ટને વેગ આપે છે. તે એવી કોઈ પણ ટેક કંપનીને નથી જાણતા જે આ પ્રકારની કોઈ પ્રોડક્ટ બનાવતી હોય જેનાથી લોકો ભડકી ઉઠે અથવા ડિપ્રેસ થઈ જાય.

ફ્રાંસેસ ડેટા એનાલિસ્ટના રોલમાં હતી

ફેસબુક વિરુદ્ધ ખુલાસા કરનાર ફ્રાંસેસ હોગેન
ફેસબુક વિરુદ્ધ ખુલાસા કરનાર ફ્રાંસેસ હોગેન

ફ્રાંસેસ હોગેન ફેસબુકની જ કર્મચારી હતી. તે ફેસબુકમાં ડેટા એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, દુનિયાનું ભલું કરવાની આશાએ તેણે ફેસબુક જોઈન કરેલું, પરંતુ ફેસબુકની પ્રોડક્ટ બાળકો માટે નુક્સાનકારક હોવાથી તેણે કંપનીને અલવિદા કહ્યું. તેના મત પ્રમાણે ફેસબુક વિભાજનને વેગ આપે છે અને લોકતંત્ર જોખમમાં મૂકે છે.

અન્ય સમાચારો પણ છે...