યુઝફુલ કૂલર ટિપ્સ:કૂલરની ઠંડી હવા મેળવવા માટે આ 5 વાતોનું ધ્યાન રાખો, જૂનાં અને નવાં કૂલર બંને માટે જરૂરી

એક વર્ષ પહેલા
  • જે રૂમમાં કૂલર ઓન હોય તેમાં વેન્ટિલેશન હોવું જરૂરી છે
  • ઠંડી હવા માટે કૂલરનું ઘાસ સિઝનમાં 2 વાર બદલવું જોઈએ

દેશભરમાં કોરોનાવાઈરસ અને ગરમીએ માજા મૂકી છે. ઘણા શહેરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. ગરમીથી બચવા માટે લોકો કૂલરનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો જૂનાં કૂલરને બદલે નવાં કૂલર લઈ રહ્યા છે. એવું જરૂરી નથી કે જૂનું કૂલર ઠંડી હવા નથી આપતું. બની શકે તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરતા હો.

અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છે તેની મદદથી તમારું જૂનું કૂલર પણ ઠંડી હવા આપશે

1. ખુલ્લી જગ્યામાં કૂલર રાખો
કૂલર નવું હોય કે જૂનું તેને હંમેશાં ખુલ્લી જગ્યામાં જ રાખવું જોઈએ. બની શકે તો કૂલરને કોઈ બારી આગળ ફિક્સ કરો. કૂલરને જેટલી વધારે ખુલ્લી જગ્યા મળશે તેટલી ઠંડી હવા આપશે. જો ઘરની બારી નાની હોય તો તેને દરવાજા આગળ પણ રાખી શકો છો.

2. કૂલર પર તડકો ન આવવો જોઈએ
કૂલર ઘરમાં જે પણ જગ્યાએ રાખો યાદ રાખો કે તેના પર સૂર્ય પ્રકાશ ન આવવો જોઈએ. તડકાને લીધે કૂલર તમને ઠંડી હવા નહિ આપે.

3. વેન્ટિલેશન હોવું જરૂરી
ઘણા ઘરમાં કૂલર તો હોય છે પરંતુ વેન્ટિલેશન નથી હોતું. કૂલરની હવા ત્યારે જ ઠંડક આપશે જ્યારે તેની હવાને બહાર નીકળવાની જગ્યા મળશે. તેથી ઘરમાં કૂલર ચાલું હોય ત્યારે તેની હવા બહાર જવા માટે વેન્ટિલેશન હોવું જોઈએ.

4. કૂલરનું ઘાસ બદલતાં રહો
કૂલરની ગ્રિલમાં ઘાસનો ઉપયોગ થતો હોય છે. તેમાં ધીરે ધીરે ધૂળ જામી જાય છે. ઘણી વખત પાણીનો ખાર પણ જામી જાય છે. તેનાથી હવાનો રસ્તો બ્લોક થઈ જાય છે. તેથી સિઝનમાં 2 વાર ઘાસ બદલો.

5. પાણીનો ફ્લો ચેક કરો
કૂલરમાં રહેલા વોટર પંપમાં પાણીનો ફ્લો યોગ્ય છે કે નહિ તે ચેક કરવું પણ જરૂરી છે. પાણીની ટ્રેમાં પાણી નીકળતાં હોલ બંધ છે કે કેમ તે પણ ચકાસો. જો પાણી ઘાસ સુધી નહિ પહોંચે તો પણ હવા સારી નહિ આવે.