રોજીંદા જીવન સાથે જોડાયેલાં ગેજેટ્સ:માત્ર 500 રૂપિયા ખર્ચ કરીને તમારા કામને સહેલું બનાવો અને સમય બચાવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેક ગેજેટ્સનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે કંપનીઓ ખૂબ જ ઓછી કિંમતે નવા ગેજેટ્સ બજારમાં લાવી રહી છે. જો તમે પણ ટેકનોલોજી પ્રેમી છો અને નવા ગેજેટ્સ ટ્રાય કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે કામના સાબિત થઈ શકે છે. સવારથી રાત સુધી આપણે આખા દિવસમાં અનેક પ્રકારના ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણું રોજિંદા કામ ઘણું સરળ બની જાય છે. આજે અમે તમને અમુક એવા ટેક ગેજેટ્સની યાદી જણાવીશું કે જેની કિંમત 500 રૂપિયાથી ઓછી છે. તમે તેનો ઉપયોગ દૈનિક જીવનમાં કરી શકો છો. આ ગેજેટ્સ તમારી નોકરીને વધુ મજેદાર બનાવશે. ચાલો આ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

હોમ ક્યુબ પ્લાસ્ટિક LED નાઇટ લાઇટ
હોમ ક્યુબ પ્લાસ્ટિક LED નાઇટ લાઇટ ખૂબ જ સારું એવું ગેજેટ છે. તે એક LED નાઇટ લેમ્પ છે, જે USB ચાર્જિંગ સોકેટ સાથે આવે છે. તેમાં 3 લાઇટિંગ મોડ આવે છે. આ પ્રોડક્ટ ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પરથી માત્ર 500 રૂપિયાની નજીવી કિંમતે ખરીદી શકીએ છીએ.

ઓલ-ઈન-વન કાર્ડ રીડર
આ ડીવાઈસ પણ આપણા રોજિંદા જીવનમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તે એકસાથે ઘણાં બધા ગેજેટ્સને કનેક્ટ કરવામાં મદદ કરે છે. તે પેન ડ્રાઇવ, કેમેરા, મોબાઇલ, પીસી, લેપટોપ અને નોટબુક જેવા બધા જ ડિવાઇસીસ સાથે સુસંગત છે. આ કાર્ડ રીડરમાં 3 USB હબ છે, જે હાઇ-સ્પીડ USB 2.0 કનેક્ટિવિટી સાથે આવે છે. તેને એમેઝોન પરથી ખરીદી શકાય છે. તેની કિંમત 369 રૂપિયા છે.

ફ્રિડલ પેન સ્ટેન્ડ લો બ્લૂટૂથ સ્પીકર
આ ગેજેટની ખાસ વાત એ છે કે, તે વન ઈન ટુ ડીવાઈસ છે. જે પેન સ્ટેન્ડ સાથે બ્લૂટૂથ સ્પીકરની જેમ પણ કામ કરે છે. આ હાઇબ્રિડ સ્પીકરમાં બિલ્ટ-ઇન માઇક્રોફોન પણ આપવામાં આવ્યું છે, જેમાં કોલિંગની સુવિધા પણ આપવામાં આવી છે. તેને એમેઝોન પરથી ખરીદી શકાય છે. તેની કિંમત 389 રૂપિયા છે.

મોબાઇલ સ્ક્રિન એક્સપેન્ડર
જો તમે મોબાઇલની બદલે મોટી સ્ક્રીન પર મુવીઝ કે વિડિયોઝ જોવાનું પસંદ કરો છો તો આ ગેજેટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે ઇચ્છો તો સુપર બિગ સ્ક્રીન સાથે આવતા આ સસ્તા પોર્ટેબલ પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકો છો, જેને એમેઝોન પરથી ખરીદી શકાય છે. તેની કિંમત માત્ર 399 રૂપિયા છે.

DFS 5 In 1 એન્ટેના પેન
જો તમે ટ્રેડિશનલ પેનનો ઉપયોગ કરીને કંટાળી ગયા છો તો આ મલ્ટીપર્પઝ પેન તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેમાં ઘણાં ફીચર્સ છે. તેમાં ટોર્ચ, ફ્લેશલાઇટ, મેગ્નેટ, લેસર પોઇન્ટર જેવા વધારાના ફીચર્સ આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે તે બોલપેનની જેમ કામ કરે છે. તેની કિંમત માત્ર 175 રૂપિયા છે અને તેને એમેઝોન પરથી ખરીદી શકાય છે.

BoAt basshead 100 ઈયરફોન
જો તમે બાસ સાથે આવતા સારા ઇયરફોન ખરીદવા માંગતા હોવ તો આ BoAt basshead 100 ઈયરફોન એક સારું ગેજેટ છે. તેની કિંમત માત્ર 379 રૂપિયા છે અને તેને એમેઝોન પરથી ખરીદી શકાય છે.