• Gujarati News
  • Utility
  • Gadgets
  • Magic Charger Ubon CH 99 Launched, The Mobile Stand In The Charger Will Make It Easy To Charge While Traveling, It Will Be A 4 In 1 Charger

મેજિક ચાર્જર યુબોન CH 99 લોન્ચ:ચાર્જરમાં આપેલા મોબાઈલ સ્ટેન્ડથી ટ્રાવેલિંગ દરમિયાન સરળતાથી ચાર્જિંગ થઈ શકશે, 4 ઈન 1 ચાર્જરની કિંમત માત્ર 699 રૂપિયા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ ચાર્જરથી 4 ડિવાઇસ ચાર્જ કરી શકાશે
  • ડિવાઇસને જેટલા પાવરની જરૂર હશે, તેટલો જ પાવર સપ્લાય કરશે

ભારતની ગેજેટ એક્સેસરિઝ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ યુબોને એક મેજિક ચાર્જર યુબોન CH 99 રજૂ કર્યું છે. આ 4 ઈન 1 ચાર્જર છે. એટલે કે એક જ ચાર્જરથી 4 ડિવાઇસ ચાર્જ કરી શકાશે. તેની કિંમત 699 રૂપિયા છે. યુબોન CH 99ની સૌથી ખાસ વાત એ છે કે તેમાં મોબાઈલ હોલ્ડર પણ મળી રહ્યું છે. મોબાઈલ ચાર્જિંગ દરમિયાન તમે તમારો ફોન ચાર્જરના હોલ્ડરમાં જ મૂકી શકશો.

બે ચાર્જિંગ પોઇન્ટ મળશે
યુબોન CH 99ની સાથે બે ચાર્જિંગ પોઇન્ટ પણ મળી રહ્યા છે તે USB પોર્ટ છે. આ મેજિક ચાર્જર તમે ટ્રાવેલિંગ દરમિયાન પણ સાથે રાખી શકો તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. યુબોન CH 99ની સાથે 2.6 Ampનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. તેનો આઉટપુટ 140-270V છે.

વોલ્ટેજના અપ-ડાઉનને પણ કન્ટ્રોલ કરશે
યુબોનના આ મેજિક ચાર્જરની સાથે 1 મીટરનો માઈક્રો USB કેબલ પણ મળશે. તેની સાથે બોક્સમાં એક કેરી બેગ ફ્રીમાં મળશે. યુબોન CH 99 પર કંપનીએ દાવો કર્યો છે કે, આ વોલ્ટેજના અપ-ડાઉનને કન્ટ્રોલ કરે છે અને તમારા ડિવાઇસને જેટલા પાવરની જરૂર હશે, તેટલો જ પાવર સપ્લાય કરશે. યુબોન CH 99 વ્હાઇટ કલરમાં મળશે. તેનું વેચાણ ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોરમાં શરૂ થઈ ગયું છે.

બ્લુટૂથ સ્પીકર યુબોન SP-8005 પણ લોન્ચ
આની પહેલાં કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં નવા બ્લુટૂથ સ્પીકર યુબોન SP-8005 પણ લોન્ચ કર્યા છે. યુબોન SP-8005 એક વાયરલેસ સ્પીકર છે. તેમાં કંપનીએ હેવી બાઝનો દાવો કર્યો છે. યુબોન SP-8005ની કિંમત 2,999 રૂપિયા છે. તેમાં ઈન બિલ્ટ માઈક્રોફોનનો સપોર્ટ પણ આપ્યો છે એટલે કે તમે આની મદદથી ફોન પર પણ વાત કરી શકશો.

યુબોન SP-8005ના ફીચર્સની વાત કરીએ તો તેમાં કનેક્ટિવિટી માટે USB પોર્ટ, માઈક્રો SD કાર્ડ પોર્ટ છે. તેને લેપટોપ, એન્ડ્રોઇડ, iOS અને ટેબલેટ જેવા અન્ય કોઈ પણ ડિવાઇસ સાથે ઉપયોગમાં લઇ શકાશે. તેની સાથે 1200mAhની બેટરી આપી છે. કંપનીએ બેટરી માટે 6 કલાકના બેકઅપનો દાવો કર્યો છે.