મેડ ઈન્ડિયા આઈફોનની ડિમાન્ડ:ભારતમાં વેચાનારા 70% આઈફોનનું ઉત્પાદન સ્વદેશી, પ્રોડક્શન વધારવા માટે કંપની 4700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોડક્શન લિંક્ડ ઈનિશિએટિવથી એપલને 2 વર્ષમાં 30%નો ફાયદો થયો
  • એપલ તેનો બિઝનેસ વધારવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે પાર્ટનરશિપ કરે તેવી સંભાવના

ભારતમાં મેડ ઈન ઈન્ડિયા આઈફોનની બોલબાલા છે. ભારતમાં એપલના 70% આઈફોન ડોમેસ્ટિક માર્કેટમાં વેચાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2021માં સરકારે પ્રોડક્શન લિંક્ડ ઈનિશિએટિવ સ્કીમની શરૂઆત કરી હતી. તેની પોઝિટિવ અસર એપલ માર્કેટિંગ સ્ટ્રેટેજી પર થઈ છે. 2 વર્ષમાં એપલને 30%નો ફાયદો થયો છે.

સૌથી વધારે વેચાતા મોડેલ ફોક્સકોન કંપની બનાવે છે
એપલના ત્રણ વેન્ડરમાંથી એક ફોક્સકોન આઈફોન 10, આઈફોન 11 અને આઈફોન 12 બનાવે છે. આ મોડેલ સૌથી વધારે વેચાય છે. વિસ્ટ્રોન કંપની એપલ SE 2020 મોડેલ બનાવે છે. સાથે ત્રીજી વેન્ડર કંપની પેગાટ્રોને તાજેતરમાં જ તેનું પ્રોડક્શન શરૂ કર્યું છે.

2017માં માત્ર 5% જ ફોન વેચાતા હતા

ભારતમાં માત્ર આઈફોન 12 અને પ્રો મેક્સ મોડેલ જ ઈમ્પોર્ટ થાય છે. એપલ પ્રોડક્શન ટ્રેક કરનાર ટેકહાર્કના ફાઉન્ડર ફૈઝલ કાવૂસાનું કહેવું છે કે વર્ષ 2017માં ભારતમાં બનેલા એપલ સ્માર્ટફોન કુલ વેચાનારા ફોનના માત્ર 5% જ છે. વર્ષ 2020 સુધી આ આંકડો વધીને 60% થયો છે. ભારતમાં આઈફોન 12નું પ્રોડક્શન 75% સુધી પહોંચી ગયું છે. મીડિયા સોર્સ પ્રમાણે, એપલ મોબાઈલ ડિવાઈસની વેલ્યુ એડિશન દેશમાં હાલ 15% છે.

મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા માટે કંપની 4700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
એપલના ત્રણેય વેન્ડર્સે દાવો કર્યો છે કે PLI (પ્રોડક્શન લિંક્ડ ઈનિશિએટિવ) સ્કીમની મદદથી તેઓ આગામી 5 વર્ષમાં આ આંકડો 30% સુધી લઈ જશે. ચીનમાં એપલની વેલ્યુ એડિશન 40-45% છે.

એપલ તેનો બિઝનેસ વધારવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે પાર્ટનરશિપ કરી શકે છે. તેના માટે કંપની તમિલનાડુમાં એક મોબાઈલ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા માટે 4700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

80% આઈફોન વર્ષના અંત સુધીમાં એક્સપોર્ટ કરવામાં આવશે
PIL સ્કીમમાં સ્માર્ટફોન વેચતાં વેન્ડરને કંપની 4થી 6% ઈનિશિએટિવ અમાઉન્ટ આપે છે. આ સ્કીમ હેઠળ વેન્ડર્સે એપલ સાથે ભારતમાં 5 વર્ષમાં 34 લાખ કરોડ રૂપિયાના આઈફોન બનાવવાના વાયદો કર્યો છે. તેમાંથી 80% આ વર્ષે એક્સપોર્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...