લોન્ચ:M1 અલ્ટ્રા SoC સાથે એપલ સ્ટૂડિયો અને મેક સ્ટૂડિયો એપલ ઈવેન્ટમાં લોન્ચ, કિંમત 1.90 લાખ રૂપિયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલે પોતાની લેટેસ્ટ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આઈફોન SE 2022, આઈપેડ એર (2022)ની સાથે નવા હાઈ-પરફોર્મન્સ મેક કમ્પ્યુટર લોન્ચ કર્યા છે, તેનું નામ કંપનીએ મેક સ્ટૂડિયો રાખ્યું છે. સાઈઝમાં નવા મેક સ્ટૂડિયો કોમ્પેક્ટ છે, કંપનીનો દાવો છે કે આ મેક મિની અને લેટેસ્ટ મેકબુક પ્રો મોડલ કરતા પણ પાવરફૂલ છે. નવા મેક સ્ટૂડિયોમાં એપલનો લેટેસ્ટ અને એકદમ પાવરફૂલ M1 અલ્ટ્રા ચિપ મળે છે. કંપનીએ તે સિવાય એપલ સ્ટૂડિયો ડિસ્પ્લે પણ લોન્ચ કરી છે, જે એપલ A13 ચિપ પર કામ કરે છે અને ઘણા એડવાન્સ ડિસ્પ્લે ફીચર્સથી સજ્જ આવે છે.

મેક સ્ટૂડિયો, એપલ સ્ટૂડિયો ડિસ્પ્લેની ભારતમાં કિંમત
મેક સ્ટૂડિયોના બેઝ વેરિઅન્ટની ભારતમાં કિંમત 1,89,900 રૂપિયા છે, જે M1 મેક્સ ચિપ, 32GB રેમ અને 512GB SSDથી સજ્જ આવે છે. કંપનીએ M1 અલ્ટ્રા SoCવાળા હાઈએન્ડ મેક સ્ટૂડિયોની કિંમત 3,89,900 રૂપિયા રાખી છે, તેમાં 64GB રેમ અને 1TB SSD મળે છે.

બીજી તરફ, ભારતમાં એપલ સ્ટૂડિયો ડિસ્પ્લેની કિંમત 1,59,900 રૂપિયા રાખવામાં આવી છે, જે સ્ટાન્ડર્ડ ગ્લાસની સાથે આવે છે અને તેનો નેનો ટેક્સચર ગ્લાસ વેરિઅન્ટ 1,89,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. મેક સ્ટૂડિયો અને એપલ સ્ટૂડિયો ડિસ્પ્લે બંને ભારતમાં એપલ ઓનલાઈન સ્ટોર પર લિસ્ટ કરી દેવામાં આવ્યા છે અને થોડા અઠવાડિયાની અંદર શિપ કરવામાં આવશે.

મેક સ્ટૂડિયોના સ્પેસિફિકેશન
મેક સ્ટૂડિયો મેક પ્રોની તુલનામાં સાઈઝમાં નાનો છે અને મેક મિનીની જેમ ડિઝાઈન કરવામાં આવી છે, પરંતુ તેનાથી લાંબો છે. તે એલ્યુમિનિયમથી બનેલું છે અને તેમાં USB ટાઈપ-C અથવા થંડરબોલ્ટ 4 અને બે USB-A પોર્ટ સહિત કેટલાક અન્ય પોર્ટ સામેલ છે. તેમાં 3.5mmનો હેડફોન જેક પણ છે. તે ઉપરાંત મેક સ્ટૂડિયોમાં Wi-Fi 6 અને બ્લુટૂથ 5 કનેક્ટિવિટી ઓપ્શન છે.

મેક સ્ટૂડિયો પોર્ટ્સ
મેક સ્ટૂડિયો પોર્ટ્સ

મેક સ્ટૂડિયો 32GB રેમથી સજ્જ છે અને 512GB SSDથી શરૂ થાય છે. M1 અલ્ટ્રા SoCમાં 20 CPU કોર અને 64 GPU કોર હશે અને તે 128GB સુધી યુનિફાઈડ રેમ અને 8TB SSD સ્ટોરેજને સપોર્ટ કરી શકે છે. M1 અલ્ટ્રા ચિપસેટ 128GB રેમ અને 8TB SSDની સાથે ટોપ-એન્ડ કોન્ફિગરેશન આવે છે, તેની કિંમત ભારતમાં 7,89,900 રૂપિયા છે.

એપલ સ્ટૂડિયો ડિસ્પ્લે સ્પેસિફિકેશન

  • એપલ સ્ટૂડિયો ડિસ્પ્લે 27 ઈંચ સાઈઝમાં આવે છે અને તેમાં 5K રિઝોલ્યુશન છે, તેમાં 600 નિટ્સની પીક બ્રાઈટનેસ અને કલર એડજસ્ટમેન્ટ માટે ટ્રૂ ટોન સામેલ છે. એપલ સ્ટૂડિયો ડિસ્પ્લેની પેનલ પર 10 બિટ કલર અને સુપર વાઈડ વ્યુઈંગ એંગલ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. નવા એપલ મોનિટર બ્રાહ્ય રિસોર્સનો ઉપયોગ કર્યા વગર કેટલાક ફંક્શનને કરવા માટે A13 SoCથી સજ્જ આવે છે.
  • તેમાં એક 12MP (મેગાપિક્સલ)નો અલ્ટ્રાવાઈડ કેમેરા પણ મળે છે, જે વીડિયો કોલને ફ્રેમમાં એડજસ્ટ કરવા માટે સેન્ટર સ્ટેજ ફીચરને સપોર્ટ કરે છે. એક થ્રી-માઈક સિસ્ટમ અને હાઈ-ફિડેલિટી સિક્સ સ્પીકર સિસ્ટમ ડોલ્બી એટમોસની સાથે મ્યુઝિક અને વીડિયોના સારા એક્સપિરિઅન્સ માટે સ્પેશિયલ ઓડિયોથી સજ્જ આવે છે.
  • તેમાં ટિલ્ટ- એન્ડ-હાઈડ એડજસ્ટેબલ આર્મ અને વેસા માઉન્ટ ઓપ્શન પણ મળે છે. એક નેનો ટેક્સચર ગ્લાસ ઓપ્શન પણ છે, જે રિફ્લેક્શનને ઓછું કરી શકે છે. તેમાં ત્રણ 10Gbps USB ટાઈપ-C પોર્ટ અને એક થંડરબોલ્ટ પોર્ટ છે, જે તમામ એક્સટર્નલ ડિવાઈસ સાથે કનેક્શન બનાવવાનાં કામ આવે છે અને કોઈપણ મેક નોટબુકને 96W કેપેસિટીની સાથે ચાર્જ કરી શકાય છે.
  • ટચ ID,મેઝિક માઉસ અને મેઝિક ટ્રેકપેડની સાથે એપલ મેઝિક કિબોર્ડ એક નવા મેચિંગ બ્લેક એન્ડ સિલ્વર કલર ઓપ્શનમાં આવશે.
  • ટચ પેડ અને ન્યૂમેરિક કિપેડવાળા મેઝિક કિબોર્ડ 19,500 રૂપિયામાં વેચવામાં આવશે અને મેઝિક ટ્રેકપેડ 14,500 રૂપિયામાં મળશે. તે ઉપરાંત મેઝિક માઉસની કિંમત 9,500 રૂપિયા હશે.