• Gujarati News
  • Utility
  • Gadgets
  • Low Budget Samsung Galaxy F22 Launch, Phone With 48MP Quad Camera And 6000mAh Battery, 15 Watt Charger For Fast Charging

સસ્તો સ્માર્ટફોન:લો બજેટ સેમસંગ ગેલેક્સી F22 લોન્ચ, ફોનમાં 48MP ક્વાડ કેમેરા અને 6000mAhની દમદાર બેટરીની સાથે ફાસ્ટ ચાર્જિંગ માટે 15 વૉટનું ચાર્જર પણ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમસંગે ભારતીય માર્કેટમાં ગેલેક્સી F સિરીઝનો નવો સ્માર્ટફોન F22 લોન્ચ કર્યો. ફોનમાં મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસરની સાથે 48-MP (મેગાપિક્સલ)નો ક્વાડ-રિઅર કેમેરા મળશે. એટલું જ નહીં ફોનમાં 6,000mAhની દમદાર બેટરી પણ આપવામાં આવી છે. આ લો બજેટ સ્માર્ટફોનને ઓનલાઈન સ્ટોર ફ્લિપકાર્ટની સાથે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.

સેમસંગ ગેલેક્સી F22ની કિંમત અને ઉપલબ્ધતા
આ ફોનના 4GB રેમ+ 64GB ઓનબોર્ડ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. તેમજ 6GB રેમ+ 128GB ઓનબોર્ડ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,499 રૂપિયા છે. ફોનને ડેનિમ બ્લૂ અને ડેનિમ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ફોનનો પહેલો સેલ 13 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. અત્યારે કંપની ફોનની કિંમત પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

સેમસંગ ગેલેક્સી F22ના સ્પેસિફિકેશન

  • સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ વન UI 3.1 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 6.4 ઈંચ HD+ (700x1,600 પિક્સલ) સુપર એમોલેડ ઇન્ફિનિટી-U ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસરની સાથે 6GB સુધી રેમ અને 128GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 1TB મેમરી કાર્ડ પણ સપોર્ટ કરે છે.
  • કેમેરા સેક્શનની વાત કરીએ તો, ફોનમાં ક્વાડ રિઅર કેમેરા મળશે. તેમાં 40MPના પ્રાઈમરી કેમેરાની સાથે 8MPનો અલ્ટ્રાવાઈડ લેન્સ, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13MPનો વોટરડ્રોપ નોચ કેમેરા આપવામાં આવ્યો છે.
  • ફોનમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની ફોનની સાથે 15 વૉટનું ચાર્જર પણ આપી રહી છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, બ્લૂટૂથ v5, NFC, વાઈ-ફાઈ જેવા ઓપ્શન મળશે.
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. તે ફેસ અનલોક અને સેમસંગ પે મિનીને પણ સપોર્ટ કરે છે. ફોનનું વજન 203 ગ્રામ અને ડાયમેન્શન 159.9x74.0x9.3mm છે.