ટેક ન્યૂઝ:ગૂગલના ‘ગ્રે લોગો’ એ લોકોને કન્ફ્યુઝ કર્યા, CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સર્ચ એન્જિન ગૂગલનો લોગો - જે સામાન્ય રીતે તેજસ્વી વાદળી, લાલ, પીળો અને લીલો રંગ દર્શાવે છે - તે આજે ગ્રે થઈ ગયો છે, જેનાથી ઈન્ટરનેટમાં યુઝર્સના પ્રશ્નોની ભરમાર શરુ થઈ ચૂકી છે. કેટલાક યુઝર્સે આ બાબતની પુષ્ટિ કરવા માટે ટ્વિટર પર ગૂગલનો આ લોગો શેર કરીને પૂછ્યું હતું કે, શું અન્ય લોકો પણ ‘ગ્રે ગૂગલ લોગો’ જોઈ રહ્યા છે? એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટ કર્યું હતું કે, ‘મને લાગ્યું કે મારું કમ્પ્યુટર એક ક્ષણ માટે યોગ્ય રીતે લોડ નથી થઈ રહ્યું.’ બીજા કોઈએ નોંધ્યું કે, ‘ગૂગલ ગ્રે થઈ ગયું છે?’ બીજા એક યુઝરે લખ્યું. જુલિયટે બ્રાઉઝરના સ્ક્રીનશોટ સાથે ટ્વીટ કર્યું હતું કે, ‘મને નથી લાગતું કે, મેં આ પહેલા ગૂગલ ગ્રે જોયું હોય.’

ગૂગલનો ‘ગ્રે લોગો’ ક્વીન એલિઝાબેથ-|| ને શ્રદ્ધાંજલિ
ગૂગલે સ્કોટલેન્ડમાં ગુરુવારે 96 વર્ષની વયે અવસાન પામેલ મહારાણી એલિઝાબેથ-|| ને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાનો લોગો ગ્રે કરી દીધો છે. બ્રિટિશ ઇતિહાસમાં લાંબા સમય સુધી શાસન કરનારા શાસક માટે વિશ્વભરમાંથી શોકની લાગણી પ્રસરી રહી છે, ત્યારે ગૂગલે મહારાણીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. હોમપેજ પર ગ્રે લોગો પર ક્લિક કરતાં કંઈ જ નથી આવતું પણ જ્યારે તમે ગૂગલમાં કંઈ સર્ચ કરો છો અને ડાબી તરફ ગૂગલના લોગો પર માઉસનું કર્સર લઈ જાવ તો 'ક્વીન એલિઝાબેથ 1926 - 1922' લખેલું જોવા મળશે.

ટેક જાયન્ટના CEO સુંદર પિચાઇએ ક્વીન એલિઝાબેથના નિધનની જાહેરાત પર યુકેના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક ટ્વીટમાં પિચાઈએ લખ્યું: ‘ક્વીન એલિઝાબેથ -||ના નિધન પર શોક વ્યક્ત કરી રહેલા યુકે અને વિશ્વભરના લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના મોકલી રહ્યા છીએ. તેમનું અડગ નેતૃત્વ અને જાહેર સેવા આપણા ઘણા જીવનકાળ દરમિયાન સતત રહી છે. તેની ખોટ સાલશે.’ ભૂતકાળમાં, ગૂગલે પ્રખ્યાત લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની ડૂડલ ટીમની મદદથી તેના લોગોમાં ઘણી વખત ફેરફાર કર્યા છે. બ્રિટનના સૌથી લાંબા શાસક સમ્રાટને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વના દરેક ખૂણાના નેતાઓ ગુરુવારે એક થયા. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, ‘ક્વીન એલિઝાબેથ-||ના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બર, સોમવારે વેસ્ટમિંસ્ટર એબી ખાતે થશે.’