• Gujarati News
  • Utility
  • Gadgets
  • Logitech's Gaming And Sennheiser HD 25 Blue Limited Edition DJ Headphones Launched In India, Know Their Features

પ્રીમિયમ હેડફોન:લૉજિટેક કંપનીએ ગેમર્સ અને સેનહાઈઝરે મ્યુઝિક લવર્સ માટે હેડફોન લોન્ચ કર્યા, જાણો તેના ફીચર્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને હેડફોન એમેઝોન પરથી ખરીદી શકાશે
  • લૉજિટેક G-335ની કિંમત 6,795 રૂપિયા છે, તે ગેમિંગ એક્સપીરિયન્સ વધારશે
  • સેનહાઈઝર HD 25 હેડફોનનું વજન માત્ર 140 ગ્રામ છે

ભારતમાં ગેમિંગ લવર્સની સંખ્યા અઢળક છે. હાલમાં લોન્ચ થયેલી બેટલગ્રાઉન્ડ ગેમ 1 કરોડથી વધારે વખત ડાઉનલોડ થઈ છે. ગેમિંગ એક્સપીરિયન્સને સ્પેશિયલ બનાવવા માટે લૉજિટેક G કંપનીએ વાયર્ડ ગેમિંગ હેડસેટ અને સેનહાઈઝર HD25એ DJ હેડફોન લોન્ચ કર્યા છે. આ લૉજિટેક G-335 ગેમિંગ એક્સપીરિયન્સ વધારશે અને સેનહાઈઝર HD25 DJ લવરને ખુશ કરશે. લૉજિટેક G સ્વિત્ઝરલૅન્ડની ટેક્નોલોજી કંપની લૉજિટેકની સબ-બ્રાંડ છે.

લૉજિટેક G-335નાં ફીચર્સ

  • લૉજિટેક G-335 વાયર્ડ ગેમિંગ હેડસેટ બે કલર ઓપ્શન બ્લેક એન્ડ વ્હાઈટમાં મળે છે.
  • કંપનીએ આ હેડફોનની કિંમત 6,795 રૂપિયા રાખી છે. એમેઝોન પરથી આ ખરીદી શકાશે.
  • હેડસેટનું વજન 250 ગ્રામ છે. તેમાં ફિટિંગ નાનું અને ડિઝાઈન પાતળી છે.
  • ગેમિંગ હેડસેટમાં લાંબા સમય સુધી કમ્ફર્ટ માટે માથાના હિસાબે એડજસ્ટેબલ સસ્પેન્શન કરી શકાય છે. આ માટે હેડબેન્ડ ડિઝાઈન અને સોફ્ટ ફેબ્રિક ઈયર પેડ મટિરિયલનો ઉપયોગ કર્યો છે.
  • લૉજિટેક G-335 હેડસેટમાં 3.5 mm ઓડિયો જેક દ્વારા ગેમિંગ પ્લેટફોર્મની સાથે સરળ પ્લગ એન્ડ પ્લે કેપેસિટી મળે છે.
  • તેમાં ગેમિંગ ગ્રેડ ઓડિયો કેપેસિટી , બિલ્ટ-ઈન કંટ્રોલ, વોલ્યુમ રોલર અને એક ક્લિપ ટુ મ્યુટ માઈક, ગેમર્સને કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર લૉજિટેક G-335માં ક્રિસ્ટલ ક્લિયર ઓડિયો ક્વોલિટી મળે છે.

સેનહાઈઝર HD 25નાં ફીચર્સ​​​​​​

  • આ સ્પેશિયલ બ્લૂ કલર ઓપ્શનમાં મળે છે. તેનું વજન માત્ર 140 ગ્રામ છે.
  • આ હેડફોન DJની સાથોસાથ ફોટોગ્રાફી પ્રોફેશન માટે પણ બનાવ્યા છે.
  • તેમાં માત્ર એક ઈયર હેડફોનને એક્ટિવ કરવાનું ફીચર પણ મળે છે.
  • સાથે જ એક હેડફોન ફેરવી પણ શકાય છે.
  • આ પ્રીમિયમ હેડફોન બેકગ્રાઉન્ડ નોઈસ ઓછો કરે છે.
  • તેની કિંમત 8,499 રૂપિયા છે. એમેઝોન પર આ હેડફોન અવેલેબલ છે.