તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Live Information On Kovid Transitions Will Be Available On Trains, Buses, Public Places; Voice Commands Can Be Used To Receive And Reject Calls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂગલ મેપ્સનું નવું ફીચર:ટ્રેન, બસ, પબ્લિક પ્લેસ પર કોવિડ સંક્રમિતોની લાઈવ માહિતી મળશે; વોઈસ કમાન્ડથી કોલને રિસીવ-રિજેક્ટ કરી શકાશે

6 મહિનો પહેલા
  • ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઈવિંગ મોડને એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કર્યું
  • મંગળવારે દેશમાં કુલ 38,478 કેસ નોંધાયા હતા, જ્યારે 44,771 દર્દી સાજા થયા

કોવિડ-19થી બચવા અને તેના સંબંધિત અપડેટ માટે ગૂગલ સતત મેપ્સમાં નવા ફીચર ઉમેરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે કંપનીએ મેપ્સમાં ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઈવિંગ મોડ જારી કર્યું છે. આ મોડથી એન્ડ્રોઈડ અને IOS યુઝર્સને રિયલ ટાઈમમાં કોવિડ સંબંધિત સચોટ જાણકારી મળશે. એટલે કે તમે ઘરની બહાર નીકળવાના છો ત્યારે તમને પબ્લિક પ્લેસ અને ટ્રાન્સપોર્ટ જેમ કે, બસ, ટ્રેન અથવા વધુ ભીડવાળી જગ્યા પર કોવિડ સંક્રમિત વિશે પહેલાથી ખબર પડી જશે.

દેશમાં કોરોનાનાં નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દિલ્હી અને કેરળમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મંગળવારે દેશમાં કુલ 38 હજાર 478 કેસ સામે આવ્યા, તેની સરખામણીમાં 44 હજાર 671 દર્દીઓ સાજા થયા. 471 દર્દીઓના મૃત્યુ થયા. એક્ટિવ કેસમાં 6 હજાર 672નો ઘટાડો નોંધાયો.

ભારતીય યુઝર્સને ફાયદો મળશે

  • ગૂગલ મેપ્સ પર આ ફીચર એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં કોવિડ-19 સંબંધિત કેસ ફરીથી વધી રહ્યા છે. દિલ્હી સરકાર ભીડવાળી જગ્યાઓ પર ફરીથી લોકડાઉનનું પ્લાનિંગ કરી રહી છે. ગૂગલ મેપ યુઝરને ભીડવાળી જગ્યાઓની રિયલ ટાઈમ માહિતી આપશે. છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસ, કોવિડ-19થી થયેલા મોતની પણ જાણકારી આપશે.
  • ગૂગલે જણાવ્યું કે, આ નવા ફીચરની મદદથી લોકલ ઓથોરિટીની ગાઈડલાઈન, ટેસ્ટિંગ સાઈટ અને લિંકની જાણકારી આપવામાં આવશે.ચોક્કસ વિસ્તારના ઓલ ટાઈમ ડિટેક્ટ કેસ વિશે પણ જાણકારી મળશે. આ જાણકારી ઓફિશિયલ સોર્સથી ઉપલબ્ધ કરવામાં આવશે.
  • યુઝર્સ ડિલિવરી ઓર્ડરનું લાઈવ સ્ટેટસ પણ જોઈ શકે છે. આ ફીચર તમને સંભવિત ઓર્ડરનો ડિલિવરી ટાઈમ, પિકઅપ ટાઈમની જાણકારી પણ પ્રદાન કરશે. તમને અંદાજિત વેટિંગ ટાઈમ, ડિલિવરી ફી વિશે પણ માહિતી મળશે.
  • ગૂગલ મેપથી યુઝર તેમના મનપસંદ ફૂડનો રિઓર્ડર કરી શકશે. આ ફીચરને એન્ડ્રોઈડ અને IOS યુઝર માટે ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, જર્મની અને અમેરિકામાં લાગુ કરવામાં આવ્યું છે.
  • અમેરિકામાં ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઈવિંગ મોડને એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરથી હવે ડ્રાઈવિંગ કરતી વખતે વારંવાર ડ્રાઈવરને ફોનની સ્ક્રીન પર જોવાની જરૂર રહેશે નહીં. એટલે કે ડ્રાઈવર વોઈસ કમાન્ડથી કોલને રિસીવ અને રિજેક્ટ કરી શકશે. આ મોડથી યુઝર્સ મેસેજ પણ મોકલી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો