તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ડ્રોઈડ યુઝર્સ આનંદો:લાઈવ ઓડિયો ચેટ એપ 'ક્લબહાઉસ'એ એન્ડ્રોઈડ યુઝર્સ માટે બીટા ટેસ્ટિંગ શરૂ કર્યું, ટૂંક સમયમાં ગ્લોબલી લોન્ચ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ હાલ માત્ર અમેરિકાના એન્ડ્રોઈડ યુઝર્સ માટે બીટા ટેસ્ટિંગ શરૂ કર્યું
  • એપ પર યુઝર્સ કોઈ ક્લબ, વ્યક્તિ કે ટોપિકને ફોલો કરી એપની મજા માણી શકે છે
  • આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી

અત્યાર સુધી લાઈવ ઓડિયો ચેટ એપ ક્લબહાઉસ iOS માટે એક્સક્લુઝિવલી અવેલેબલ હતી. જોકે હવે તે ઓફિશિયલી એન્ડ્રોઈડ યુઝર્સ માટે અવેલેબલ થઈ છે. કંપનીએ એન્ડ્રોઈડ યુઝર્સ માટે બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. જોકે હાલ તે માત્ર અમેરિકાના યુઝર્સ માટે જ છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

ક્લબહાઉસ એક લાઈવ ઓડિયો ચેટ એપ છે. તેના પર યુઝર્સ કોઈ ક્લબ, વ્યક્તિ કે ટોપિકને ફોલો કરી એપની મજા માણી શકે છે. આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી. આ લાઈવ ઓડિયો ચેટરૂમ છે. એપ પર યુઝર કન્વર્ઝેશનમાં ત્યારે જોઈન કરી શકશે જ્યારે તેને અન્ય કોઈ યુઝરનું ઈન્વિટેશન મળ્યું હોય.

વિવાદ
ક્લાબહાઉસ ભલે પોપ્યુલર થઈ હોય પરંતુ એપ સાથે વિવાદ પણ જોડાયેલો છે. નફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાના સંશોધકોએ જણાવ્યું કે, તમારા ડેટાને ચાઈનીઝ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરી (SIO)એ આ વાતની પુષ્ટિ કરી છે. SIOના જણાવ્યા પ્રમાણે, શંઘાઈની રિયલ ટાઈમ એન્ગેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની અગોરા ક્લબહાઉસ એપને બેક એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય કરે છે.

અલગ ડેટા સિક્યોરિટી ફર્મ બનાવવાનો પ્લાન
ક્લબહાઉસે જણાવ્યું કે, ઈન્ક્રિપ્શન અને પોતાના ક્લાઈન્ટના પિંગ સુધી ચાઈનીઝ સર્વર પર મોકલવા માટે ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફારને વેલિડ કરવા અને તેની સમીક્ષા માટે અલગથી ડેટા સિક્યોરિટી ફર્મ નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે.

ફેસબુક પણ ક્લબહાઉસ જેવી એપ લોન્ચ કરશે
એપ એટલી પોપ્યુલર બની ગઈ કે તેવી જ એપ ફેસબુક પણ બનાવવા જઈ રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, આ ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્ક ક્લબહાઉસ જેવું હશે. ક્લબહાઉસને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને રોબિનહુડના CEO વ્લાદ ટેનેવ દ્વારા તેનું નામ લેવાતા અચાનક તેના યુઝર્સની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.