તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

70 કરોડ લિંક્ડઈન યુઝર્સનો ડેટા ચોરાયો:ચોરી થયેલા ડેટામાં ફોન નંબર, એડ્રેસ અને સેલરી ડિટેલ સામેલ, હેકર્સે ડાર્ક વેબસાઈટ પટ ડેટા વેચવા મૂક્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ મહિનામાં 50 કરોડ લિંક્ડઈન યુઝર્સનો ડેટા લીક થયો હતો
  • લીકમાં લિંક્ડઈનના આશરે 92% યુઝર્સનો ડેટા સામેલ છે

જો તમે લિંક્ડઈન (LinkedIn)પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોવ તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે. લિંક્ડઈનનાં 700 મિલિયન(70 કરોડ)થી વધારે યુઝર્સનો ડેટા લીક થયાના સમાચાર સામે આવ્યા છે. લીકમાં લિંક્ડઈનના આશરે 92% યુઝર્સનો ડેટા સામેલ છે. તેમાં યુઝર્સનો ફોન નંબર, એડ્રેસ, લોકેશન અને સેલરી જેવી પ્રાઈવેટ ડિટેલ સામેલ છે. આ ડેટા ડાર્ક વેબસાઈટ પર વેચવામાં આવી રહ્યો છે.

મળેલી જાણકારી પ્રમાણે, દરેક યુઝર્સની લિંક્ડઈન સાથે જોડાયેલી જાણકારી ડાર્ક વેબ પર વેચવામાં આવી રહી છે. હેકર્સે ડાર્ક વેબને પબ્લિક ડોમેનમાં એક મિલિયન યુઝર્સનો ડેટા પોસ્ટ કર્યો છે. જો કે, ડેટા લીક કરનારા હેકર્સની જાણકારી સામે આવી નથી.

હેકર્સે API દ્વારા ડેટા ચોર્યો
9to5Googleએ ડેટા લીકને લઈને હેકર્સનો સંપર્ક કર્યો છે. હેકર્સે જણાવ્યું કે, તેણે LinkedIn API દ્વારા ડેટા કાઢ્યો છે. લીક ડેટા સીટમાં યુઝર્સના પાસવર્ડ સામેલ નથી. આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા યુઝર્સ તેમના અકાઉન્ટની તપાસ કરી લે. સાથે જ, પોતાનો પાસવર્ડ પણ રિસેટ કરી લે.

લિંક્ડઈન ડેટા ચોરીની વાત ખોટી કહી
ડેટા લીક હવાની જાણકારી સૌથી પહેલાં RestorePrivacyએ આપી છે. જો કે, કંપની આ વાત માનવા તૈયાર નથી. તેણે કહ્યું, આ ડેટા નેટવર્ક સ્ક્રેપ કરવા કાઢ્યો છે. તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છે. કંપનીએ શરુઆતની તપાસ પછી કહ્યું કે, કોઈ લિંક્ડઈન મેમ્બરનો પ્રાઈવેટ ડેટા લીક થયો નથી. ડેટા સ્ક્રેપ કરવો લિંક્ડઈનની પ્રાઈવેસીનું ઉલ્લંઘન છે.

એપ્રિલ મહિનામાં 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હતો
આ વર્ષે એપ્રિલ મહિનામાં લિંક્ડઈને 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થવાની વાત સ્વીકારી હતી. ત્યારે લીક થયેલા ડેટામાં યુઝર્સનું ઈ-મેલ એડ્રેસ, મોબાઈલ નંબર, આખું નામ, અકાઉન્ટ ID, સોશિયલ મીડિયા અકાઉન્ટ જાણકારી સહિત ઓફિસ ડિટેલ્સ સામેલ હતી.

ડાર્ક વેબ એટલે શું? તેની પાસે કેવી રીતે પહોંચી જાય છે લોકોનો ડેટા?
ઈન્ટરનેટ પર એવી અઢળક વેબસાઈટ્સ ધમધમે છે જે ગૂગલ, બિંગ, યાહૂ જેવા સર્ચ એન્જિન અને સામાન્ય બ્રાઉઝિંગમાં નથી પકડાતી. તેને ડાર્ક નેટ અથવા ડીપ નેટ કહેવામાં આવે છે. આ પ્રકારની વેબસાઈટ સુધી સ્પેસિફિક ઓથરાઈઝેશન પ્રોસેસ, સોફ્ટવેર અને કોન્ફિગરેશનની મદદથી જ પહોંચી શકાય છે.

ઈન્ટરનેટ એક્સેસના ત્રણ પાર્ટ

  • 1. સરફેસ વેબઃ આ પાર્ટનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. જેમ કે, ગૂગલ કે yahoo જેવાં સર્ચ એન્જિન પર કરવામાં આવતા સર્ચિંગથી મળતું રિઝલ્ટ. આવી વેબસાઈટ સર્ચ એન્જિન દ્વારા ઈન્ડેક્સ કરવામાં આવે છે. તેના સુધી સરળતાથી પહોંચી શકાય છે.
  • 2. ડીપ વેબઃ તેમના સુધી સર્ચ એન્જિનના રિઝલ્ટથી નથી પહોંચી શકાતું. ડીપ વેબના કોઈપણ ડોક્યુમેન્ટ સુધી પહોંચવા માટે તેની URL એડ્રેસ પર જઈને લોગઈન કરવાનું હોય છે. જેના માટે પાસવર્ડ અને યુઝર નેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અકાઉન્ટ, બ્લોગિંગ વેબસાઈટ, પ્રશાસનિક વેબસાઈટ અથવા અન્ય સાઇટ્સ સામેલ છે.
  • 3. ડાર્ક વેબઃ આમ તો તે ઈન્ટરનેટ સર્ફિંગનો જ ભાગ છે, પરંતુ તેને સામાન્ય રીતે સર્ચ એન્જિન પર શોધી નથી શકાતું. આ પ્રકારની સાઈટને ઓપન કરવા માટે ખાસ પ્રકારના બ્રાઉઝરની જરૂર હોય છે, જેને ‘ટોર’ કહેવામાં આવે છે. ડાર્ક વેબની સાઈટને ટોર એન્ક્રિપ્શન ટૂલની મદદથી છુપાવી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ યુઝર્સ તેમના સુધી ખોટી રીતે પહોંચે છે તો તેમનો ડેટા ચોરી થવાનું જોખમ રહે છે.

પર્સનલ ડેટા લીક થતો અટકાવવા આટલી બાબતોનું ધ્યાન રાખવું

1. બિનજરૂરી પરમિશન એક્સેસ ડિસેબલ કરી દો.

2. સોશિયલ મીડિયા પર પર્સનલ જાણકારી ન આપવી.

3. જેમને એક્સેસ નથી આપવું, તેમને ડિસેબલ કરો.

4. બેંક કમ્યુનિકેશનવાળા ID ફોનથી કનેક્ટ ન કરો.

5. સોશિયલ મીડિયા માટે અલગ ઈ-મેલ ID રાખવું.

6. સાયબર કેફેમાં આધાર, પેન ડાઉનલોડ કરી, સંપૂર્ણ રીતે ડિલીટ કરો.

7. કોઈપણ એપ ડાઉનલોડ કરતાં પહેલાં રેટિંગ જોઈ લેવું

.8. ફોન વેચતાં પહેલાં તમામ એપ પર જઈને લોગ આઉટ કરો.

9. ફોનના સેટિંગમાં જઈને ફેક્ટરી રીસેટ કરો. તમામ ડેટા ડિલીટ થઈ જશે.

10. સ્માર્ટફોન વેચતાં પહેલાં એપ પર સેવ પાસવર્ડ હટાવી દેવો.

અન્ય સમાચારો પણ છે...