ફીચર અપડેટ:ટ્વિટર અને ફેસબુકની જેમ ઈન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ ‘પિન’ કરી શકાશે, તેનાથી પોસ્ટ ટોપ પર દેખાશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુઝર્સ કન્ટેન્ટ પણ ફિલ્ટર કરી શકશે

ઈન્સ્ટાગ્રામે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. યુઝર્સ હવે પોતાની કોઈ રીલ્સ અથવા પોસ્ટને પિન કરી શકે છે. રીલ્સ અથવા પોસ્ટ પિન કર્યા પછી તે ત્રણ પોસ્ટ હંમેશાં તેની ટાઈમલાઈન પર સૌથી ઉપર દેખાશે. આ ફીચર્સ ટ્વિટર, ટિક-ટોક અને ફેસબુક પર પહેલાથી છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટને પિન કરવાની પ્રોસેસ
કોઈપણ પોસ્ટને પિન કરવા માટે તે પોસ્ટ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી પોસ્ટની ઉપર રાઈટ સાઈડ પર આપવામાં આવેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો. તેના પછી ‘પિન ટૂ યોર પ્રોફાઈલ’ પર ક્લિક કરો. તેના પછી તમારી પોસ્ટ પિન થઈ જશે અને ટાઈમલાઈન પર સૌથી ઉપર દેખાશે.

ન્યૂડ અને વાયોલન્ટ કન્ટેન્ટને ફિલ્ટર કરનારું ફીચર
જો તમે ન્યૂડ અને વાયોલન્ટ કન્ટેન્ટથી પરેશાન છો, તો ઈન્સ્ટાગ્રામ પર તેને ફિલ્ટર કરવાનું ફીચર પણ મળે છે. આ ફિલ્ટરને ઈનેબલ કરવા માટે તમારે સૌથી પહેલા તેમની પ્રોફાઈલ પર જવું પડશે. ઉપર રાઈટ કોર્નર પર આપવામાં આવેલી ત્રણ લાઈનવાળા ટેબ પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી સેટિંગ્સ પર ક્લિક કરો અને અકાઉન્ટ પર જાઓ અને ‘સેન્સિટિવ કન્ટેન્ટ કંટ્રોલ’ પર ક્લિક કરી તમે સેન્સિટિવ કન્ટેન્ટને ફિલ્ટર કરી શકશો.

જો તમારું અકાઉન્ટ પબ્લિક છે તો તમને ત્રણ ઓપ્શન મળશે, અલાઉ (Allow), લિમિટ (Limit) અને લિમિટ ઈવન મોર (Limit Even More). જો તમારું અકાઉન્ટ પ્રાઈવેટ છે તો લાસ્ટના બે જ ઓપ્શન દેખાશે. જો તમે અલાઉ પર ક્લિક કર્યા પછી લિમિટેડ કન્ટેન્ટ સજેસ્ટ કરવામાં આવશે. તેમજ લિમિટ ઈવન મોરને સિલેક્ટ કર્યા પછી ઈન્સ્ટાગ્રામ તમને સેન્સિટિવકન્ટેન્ટ સજેસ્ટ નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...