તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાના પ્રથમ રોલેબલ ટીવીનો સેલ:LGનું આ ટીવી 15 દેશોમાં ખરીદી શકાશે, સ્ક્રીનનો મલ્ટિપલ ઉપયોગ કરી શકાશે

એક મહિનો પહેલા
  • ટીવી ઓનસ્ક્રીન મ્યુઝિક કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તેને ઘરના અન્ય સ્માર્ટ ગેજેટથી કન્ટ્રોલ કરી શકાય છે
  • ટીવીનો ઉપયોગ અલગ અલગ કામ માટે 3 મોડમાં કરી શકાય છે

સાઉથ કોરિયન ટેક કંપની LGએ દુનિયાના પ્રથમ રોલેબલ ટીવીનું વેચાણ શરૂ કર્યું છે. તેને સિગ્નેચર ટીવી પણ કહેવાય છે. ટીવીમાં 65 ઈંચની રોલેબલ સ્ક્રીન છે. ઓન થવા પર સ્ક્રીન બહાર નીકળે છે અને ફરી ડોકની અંદર જતી રહે છે. કંપનીએ આ ટીવી 3 વર્ષ પહેલાં રજૂ કર્યું હતું.

ગત વર્ષે સાઉથ કોરિયન માર્કેટમાં ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત 88,500 ડોલર (આશરે 64 લાખ રૂપિયા) છે. કંપનીએ કહ્યું કે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી દુનિયાભરના ગ્રાહકો ખરીદી કરી શકે છે. શરૂઆતમાં તેનું વેચાણ અમેરિકા, રશિયા, જર્મની અને ફ્રાન્સ સહિત 15 દેશોમાં કરવામાં આવશે.

LG રેવન્યૂના મામલે દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે. કંપની પાસે 16.5% માર્કેટ શેર છે. સેમસંગ 31.9% માર્કેટ શેર સાથે અવ્વલ નંબરે છે.

LG રોલેબલ ટીવીનાં સ્પેસિફિકેશન

  • આ ટીવીનો ઉપયોગ 3 મોડમાં કરી શકાય છે. યુઝરના કમાન્ડ આપવા પર જ તેની સ્ક્રીન જોવા મળશે. નહિ તો તેની સ્ક્રીન બેઝમાં જતી રહેશે.
  • લાઈન વ્યૂ મોડમાં સ્ક્રીનનો ચોથો ભાગ જોઈ શકાશે. તેમાં યુઝર ક્લોક, ફોટો ફ્રેમ, મૂડ, મ્યુઝિક અને હોમ ડેશબોર્ડની જેમ કામમાં લઈ શકાશે.
  • ક્લોક મોડમાં તે ઘડિયાળની જેમ કામ કરશે. ફ્રેમ મોડમાં યુઝર તેની ફેમિલી ફોટો સ્ક્રીનમાં જોઈ શકશે. તે સ્માર્ટફોનની મદદથી શેર કરી શકાશે.
  • તેમાં ઓનસ્ક્રીન મ્યુઝિક કન્ટ્રોલ મળે છે. સાથે જ તેને ઘરના અન્ય સ્માર્ટ ગેજેટથી કન્ટ્રોલ કરી શકાય છે.
  • ઝીરો મોડમાં 65 ઈંચની સ્ક્રીન વર્ક કરે છે. તેમાં 100 વૉટનો ડોલ્બી એટમોસ ઓડિયો સિસ્ટમ છે.
  • ફુલ વ્યૂમાં મોટી સ્ક્રીનનો આનંદ લઈ શકાય છે. તે AI પાવર્ડ ઈમેજ અને સારી સાઉન્ડ ક્વોલિટી સપોર્ટ કરે છે. ટીવી સેકન્ડ જનરેશન આલ્ફા 9 ઈન્ટેલિજન્સ પ્રોસેસરથી સજ્જ છે.
  • તે એમેઝોન એલેક્સા સપોર્ટ કરે છે. તેને અવાજની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે. તે એરપ્લે 2 અને હોમકિટ પણ સપોર્ટ કરે છે.
  • આ દુનિયાની પ્રથમ OLED સ્ક્રીન છે જે વોઈસ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તેમાં ડિસ્પ્લેને ઓપ્ટિમાઈઝ કરવા માટે પિક્સલ ડિમિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. તે આશરે 3.3 કરોડ સેલ્ફ એમિટિંગ પિક્સલ સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો