તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LGનું નવું પ્લાનિંગ:કોરિયન ટેલિકોમ કંપની સાથે મળી AI સર્વિસ ડેવલપ કરશે, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર કામ કરશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LGએ પોતાનો મોબાઈલ બિઝનેસ કારોબાર કાયમી બંધ કરવાની જાહેરાત કરી
  • કંપની કોરિયન ટેલિકોમ ઓપરેટર કેટી કોર્પ સાથે કામ કરશે

સાઉથ કોરિયન ટેક કંપની LG હવે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પાવર્ડ સર્વિસ ડેવલપ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ જણાવ્યું કે સાઉથ કોરિયન ટેલિકોમ ઓપરેટર કેટી કોર્પ સાથે તે કામ કરશે. બંને કંપની હ્યુમન લાઈક અલ્ગોરિધમનું એક્સપાન્ડેશન કરશે. LGએ પોતાનો મોબાઈલ બિઝનેસ કારોબાર કાયમી બંધ કરવાની જાહેરાત કરી છે.

પોતાના મોબાઈલ બિઝનેસને બંધ કરવાની જાહેરાત બાદ જોઈન્ટ ઈન્ટરફેસ ડેવલપ કરવા માટે બંને કંપનીઓ AI પ્લેટફોર્મનું સમર્થન કરનારી સર્વિસ સાથે બિઝનેસ કરવાનો વિચાર કરી રહી છે. બંને કંપનીઓએ તાજેતરમાં જ LGના થિંક્યુ અને KTના GiGA Genie AI પ્લેટફોર્મ માટે વેરિફેકનશ કર્યું છે.

KT સાથે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર કામ કરશે
યોનહાપ સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, LGએ પોતાના સ્માર્ટ મિરરનાં પરીક્ષણથી માલુમ કર્યું છે કે તેના સ્માર્ટ હોમ સોલ્યુશન્સ KTના AI પ્લેટફોર્મ સાથે કામ કરી શકે છે. તે રેડિયો, સંગીત અને અન્ય ડિજિટલ સર્વિસ આપશે. LGએ કહ્યું કે સ્માર્ટ મિરર AI સર્વિસનું હબ બની શકે છે. KTના સહારે અન્ય કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનો વિસ્તાર થશે. LG દુનિયાના સૌથી મોટા હોમ અપ્લાયન્સ મેન્યુફેક્ચરર્સમાંથી એક છે.

LGએ સ્માર્ટફોન બિઝનેસ બંધ કર્યો
LGએ તેનો સ્માર્ટફોન બિઝનેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 31 જુલાઈ સુધી કંપની સ્માર્ટફોનનું વેચાણ ચાલુ રાખશે. કંપનીને સ્માર્ટફોન્સ બિઝનેસમાં નુક્સાન થતું હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લીધો.

4.5 બિલિયન ડોલરનું નુક્સાન
કંપનીના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ બિઝનેસને લીધે છેલ્લા 6 વર્ષમાં કંપનીને 4.5 બિલિયન ડોલર આશરે 33 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. સ્માર્ટફોન માર્કેટમાં કંપનીને ટફ કોમ્પિટિશન આપવું પડી રહ્યું છે. હવે કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ કમ્પોનન્ટ, કનેક્ટેડ ડિવાઈસિસ અને સ્માર્ટ હોમ્સ પર ફોકસ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો