સાઉથ કોરિયન ટેક કંપની LG રોલેબલ ડિસ્પ્લેવાળા લેપટોપ પર કામ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેની સ્ક્રીન સાઈઝ 17 ઈંચ હશે. કંપનીએ હજું તેના વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. લેપટોપમાં ફોલ્ડેબલ કીબોર્ડ અને ટચપેડ પણ મળી શકે છે. LG પહેલાં પણ રોલેબલ સ્ક્રીનવાળા ડિવાઈસિસ લોન્ચ કરી ચૂકી છે.
રૂટ માય ગેલેક્સીના રિપોર્ટ પ્રમાણે, LGએ રોબેબલ સ્ક્રીનવાળા લેપટોપની પેટન્ટ ફાઈલ કરાવી છે. તેની રોલેબલ સ્ક્રીન 13.3 ઈંચથી લઈ 17 ઈંચની થઈ જશે. રોલ થયા બાદ તે કોઈ સાઉન્ડબાર અથવા સ્ટિક જેવો લુક આપશે. તેની એક સાઈડ પાવર બટન મળશે. નોર્મલ લેપટોપમાં પાવર બટન તેના કીબોર્ડમાં મળે છે.
સપોર્ટ વગરની સ્ક્રીન મળશે
ઓપો રોલેબલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન લોન્ચ કરશે
ઓપોએ તેના ઓપો ઈનો ડે 2020 ઈવેન્ટમાં રોલેબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોનને રજૂ કર્યો હતો. કંપની રોલેબલ OLED સ્ક્રીન ધરાવતા સ્માર્ટફોનને ઓપો X 2021 નામ આપ્યું છે. આ ફોનને બંને બાજુથી રોલ કરી શકાશે. તેનાથી નાની સ્ક્રીનવાળો સ્માર્ટફોન મોટા ટેબ્લેટમાં પરિવર્તિત થઈ જશે. સામાન્ય રીતે તેની સ્ક્રીન સાઈઝ 6.7 ઈંચની રહેશે. ઓપોએ મોટર પાવરટ્રેનનો ઉપયોગ કર્યો છે, જેની મદદથી સ્ક્રીન સાઈઝ 7.4 ઈંચ વધી જાય છે. ફોનમાં USB ટાઈપ સી પોર્ટ અને સ્પીકર ગ્રિલ મળે છે.
LGએ આ વર્ષે રોલેબલ સ્ક્રીનવાળું ટીવી લોન્ચ કર્યું હતું
આ વર્ષે LGએ ઓક્ટોબર મહિનામાં રોલેબલ ટીવી લોન્ચ કર્યું હતું. તેની કિંમત 64 લાખ રૂપિયા છે. તેનું નામ LG સિગ્નેચર OLED R છે. આ ટીવીને અમેરિકામાં થયેલા કસ્ટમ ઈલેક્ટ્રોનિક્સ શૉ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.