તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રીમિયમ ટેબ્લેટ:લેનોવોએ 11.5 ઈંચ સ્ક્રીનનું ટેબ P11 પ્રો લોન્ચ કર્યું, સ્ટાયલસ પેન સપોર્ટ કરશે; જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન્સ

21 દિવસ પહેલા

ચાઈનીઝ કંપની લેનોવોએ ભારતીય માર્કેટમાં પોતાનું ટેબ્લેટ ટેબ P11 પ્રો લોન્ચ કર્યું છે. કંપનીએ આ ફ્લેગશિપ મોડેલ ડોલ્બી વિઝન અને HDR સપોર્ટ કરે છે. તેમાં ઈન્સ્ટન્ટ અનલોક માટે ઈનબિલ્ટ ટાઈમ ઓફ ફ્લાઈટ સેન્સર મળે છે. કંપનીએ તેમાં ઓપ્શનલ કીબોર્ડની પણ સુવિધા આપી છે. ટેબ્લેટ મેટલ ડિઝાઈન સાથે આવે છે. તેની ટક્કર સેમસંગ ગેલેક્સી ટેબ S7 અને એપલ આઈપેડ એર (2020)થી થશે.

લેનોવો ટેબ P11 પ્રોની કિંમત અને લોન્ચિંગ ઓફર
ટેલ્બેટની કિંમત 44,999 રૂપિયા છે. તેનું સ્લેટ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેનું વેચાણ 14 ફેબ્રુઆરીથી એેમેઝોન, ફ્લિપકાર્ટ અન લેનોવોની ઓફિશિયલ વેબસાઈટ પર થશે. તેને કંપનીના આઉટલેટ્સથી પણ ખરીદી શકાશે. લોન્ચિંગ ઓફર હેઠળ 30 દિવસ સુધી કીબોર્ડ સાથે 49,999 રૂપિયામાં તેની ખરીદી કરી શકાશે. કીબોર્ડની કિંમત 10,000 રૂપિયા છે.

લેનોવો ટેબ P11 પ્રોનાં સ્પેસિફિકેશન

  • આ ટેબ્લેટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 11.5 WQXGA (2,560x1,600 પિક્સલ) OLED ડિસ્પ્લે સ્ક્રીન છે. તેમાં ડોલ્બી વિઝન અને HDR સપોર્ટ પણ મળશે. ટેબ્લેટમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર સાથે ગેમિંગ માટે એડ્રિનો 618 GPU મળે છે. તેમાં 6Gની રેમ અને 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
  • ટેબ્લેટમાં ફ્રન્ટમાં 8MPનો પ્રાઈમરી કેમેરા અને 8MP ઈન્ફ્રારેડ કેમેરા સેન્સર મળે છે. તેમાં ડ્યુઅલ રિઅર કેમેરા પણ મળે છે. પ્રાઈમરી સેન્સર 13MP વાઈડ એંગલ લેન્સ અને બીજો 5MPનું અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ મળે છે.
  • ટેબ્લેટ 4G LTE નેટવર્ક સપોર્ટ કરે છે. તેમાં Wi-Fi 802.11 a/b/g/n/ac, બ્લુટૂથ 5.0, USB ટાઈપ સી પોર્ટ પણ મળે છે. તેની બેટરી 185 કલાકનો પ્લેબેક વીડિયો ટાઈમ આપે છે. બેટરી રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. તેમાં ક્વૉડ JBL સ્પીકર્સ મળશે.

લેનોવો ટેબ P11 પ્રો સ્ટાયલસ પેન
ટેબ્લેટમાં સ્ટાયલસ પેન સપોર્ટ મળશે, જે 4096 લેવલ પ્રેશર અને ટિલ્ટ ડિટેક્શન સાથે આવે છે. પેનમાં 60mAhની બેટરી ઈનબિલ્ટ છે, જે 100 કલાકનું યુસેઝ આપે છે. જોકે કંપનીએ પેનની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી આપી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો