US બેઝ્ડ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ફર્મ લેનોવોએ ભારતમાં પોતાના પ્રોડક્ટનાં પોર્ટફોલિયોને આગળ વધાર્યો છે. કંપનીએ ભારતમાં પોતાનું પહેલુ 5G એન્ડ્રોઈડ ટેબલેટ લોન્ચ કર્યું છે. લેનોવોએ પોતાના આ ટેબમાં P11 5Gનાં રુપે લોન્ચ કર્યું છે. આ ડિવાઈસ ક્વાલકોમ સ્નેપડ્રેગન 5G પ્રોસેસર પર ચાલે છે અને તે 11 ઈંચની ડિસ્પ્લેથી સજજ છે.
કિંમત અને ઉપલબ્ધતા-
લેનોવો ટેબ P11 5G ને બે સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. તેમાં 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹29,999 છે તો ટેબનાં 256GB વેરિઅન્ટની કિંમત ₹34,999 રાખવામાં આવી છે. આ ટેબને તમે અમેઝોન અને ઓફિશિયલ લેનોવો સ્ટોરમાંથી ખરીદી શકો છો. આ ડિવાઈસ શાઓમી અને રિયલમીના મિડ-રેન્જ 5G ટેબલેટ- શાઓમી Pad-5 અને રિયલમી Pad-Xને ટકકર આપશે. શાઓમી Pad-5ની કિંમત ₹26,999 છે તો રિયલમી Pad-Xની કિંમત ₹25,999 છે.
સ્પેસિફિકેશન્સ-
લેનોવો ટેબ P11 5G એ 2000x1200px રિઝોલ્યુશન અને 11 ઇંચની 2K ડિસ્પ્લે સાથે આવે છે. તેને ડોલ્બી વિઝન સપોર્ટ અને 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે ips સ્ક્રીન મળે છે. આ ડિવાઈસની બાજુમાં જાડા બેઝલ્સ આપવામાં આવ્યા છે.
લેનોવો ટેબ P11 5G એન્ડ્રોઇડ-11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ‘આ ડિવાઈસમાં ગૂગલની કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ-12L ને પણ ટેબ્લેટ્સ અને ફોલ્ડેબલ ડિવાઈસ માટે સપોર્ટ કરી શકાય છે. આ ડિવાઇસમાં લેનોવો પ્રિસિજન પેન 2 સ્ટાયલસ અને કીબોર્ડ જેવી ઇન-હાઉસ એસેસરીઝ આપવામાં આવી છે. પરંતુ, બંને એસેસરીઝ અલગ-અલગ ખરીદવી પડે છે.
લેનોવો ટેબ P11 5Gમાં ઓટો-ફોકસ ફીચર સાથે 13MP કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં ફ્રન્ટમાં ટાઇમ ઓફ ફ્લાઇટ (TOF) ફીચર સાથે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આનો ઉપયોગ કરીને લેનોવો ટેબ P11 5G વિષય અને કેમેરા વચ્ચેનું અંતર માપી શકે છે, જેથી 3D ઇમેજિંગ અને જેસ્ચર રેકગ્નિશન સક્ષમ થઈ શકે.
આ ટેબ્લેટ JBLથી સંચાલિત સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે આવે છે. લેનોવો ટેબ P11 5Gમાં 7,700mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 20W ચાર્જિંગ એડેપ્ટર પણ મળે છે. આ ડિવાઇસનો પ્લેબેક ટાઇમ 12 કલાક સુધીનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેબલેટમાં બ્લૂટૂથ 5.1, વાઇ-ફાઇ 6 અને USB-C 3.2 જેન-1 જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.