તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • LED TVs, Fridges And Washing Machines Can Be Expensive From January, Know What Will Affect The Common Man's Pocket

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષે મોંઘવારીનો માર:જાન્યુઆરીથી LED ટીવી, ફ્રિજ અને વૉશીંગ મશીનની કિંમતમાં વધારો થશે, જાણો સામાન્ય માણસના બજેટ પર શું અસર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ કેટેગરીમાં LG પ્રોડક્ટ્સ 800 રૂપિયાથી લઈને 18 હજાર રૂપિયા સુધી મોંઘી થશે
  • પેનાસોનિકની પ્રોડક્ટ્સમાં 1200 રૂપિયાથી લઈને 17 હજાર રૂપિયાનો ભાવવધારો થઈ શકે છે

ઓટો ઉદ્યોગ પછી હવે હોમ અપ્લાન્યસિસ સેગમેન્ટ્સે પણ તેમની પ્રોડક્ટ્સમાં ભાવવધારાની જાહેરાત કરી છે. રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી LED ટીવી, ફ્રિજ અને વૉશીંગ મશીન જેવી હોમ અપ્લાયન્સિસ પ્રોડક્ટ્સમાં 10% સુધીનો ભાવવધારો થઈ શકે છે. તેનું કારણ કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ જેવી ધાતુઓની કિંમતમાં થયેલો ભાવવધારો છે. LG, પેનાસોનિક અને થોમસન સહિતની બ્રાન્ડ્સ જાન્યુઆરીથી પ્રોડક્ટ્સમાં વધારે કરશે.

હોમ અપ્લાયન્સિસ માર્કેટ કેટલું મોટું છે, કિંમતો વધવા પર સામાન્ય વ્યક્તિ પર તેની શું અસર થશે આવો જાણીએ...

1. ટીવી શિપેમેન્ટ 2019માં તેના ઉચ્ચત્તમ 1.5 કરોડ યુનિટ સુધી પહોંચ્યું

  • કાઉન્ટરપોઈન્ટના ટીવી ટ્રેકર સર્વિસના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે, ભારતમાં ટીવી શિપમેન્ટ 2019માં તેના મેક્સિમમ 1.5 કરોડ યુનિટ સુધી પહોંચ્યું હતું. આ વૃદ્ધિ 15% હતી. તેનું કારણ મુખ્ય રૂપે બજેટ 32 ઈંચના સ્માર્ટ ટીવી છે.
  • એક નવા રિપોર્ટ પ્રમાણે, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમીએ ભારતના સ્માર્ટ ટીવી માર્કેટમાં 27% માર્કેટ શેર હાંસલ કર્યો ત્યાર બાદ 14% માર્કેટ શેર સાથે LG બીજા અને 10% માર્કેટ શેર સાથે સેમસંગ ત્રીજા ક્રમે છે. જ્યારે સોની 9% અને TCL 8% માર્કેટ શેર સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

2. 2021માં 13.6 બિલિયન ડોલરનું ટીવી માર્કેટ થઈ શકે છે

  • ભારતમાં ટીવી ઉદ્યોગની વેલ્યુ 2021માં 13.6 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. 2017માં તેની વેલ્યુ 10 બિલિયન ડોલરથી વધારે હતી. ટીવી દેશમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાઉન સેગમેન્ટનો પાર્ટ હતો. 2018માં ટીવીની પહોંચ 66% સુધી થઈ. તેમાં સેમી અર્બન અને ગ્રામીણ ક્ષેત્રોમાં વિવિધતા આવી. જ્યાં 197માંથી 109 ટીવી સેટ ગ્રામીણ ભારતના હતા.
  • અનુમાન છે કે 2023 સુધી ડિજિટલ ટીવીનો માર્કેટ શેર 70% હશે. 2011માં સરકારે એક અધિનિયમ પસાર કર્યો જે દેશભરમાં એનાલોગ ટીવી કનેક્શન્સને 4 ફેઝમાં ડિજિટલ ટીવી કનેક્શન્સમાં પરિવર્તિત કરશે.
  • તેમાંથી 3ને 2017 સુધી એક્ઝિક્યુટ કરવામાં આવ્યો હતો. કેબલ કનેક્શન, મલ્ટિ સિસ્ટમ ઓપરેટર, DTH અને હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેક્નોલોજી સહિત વિવિધ માધ્યમોથી ટેલિવિઝન કનેક્શનમાં સુધારો આવ્યો છે.
  • 2023 સુધી ભારતમાં DTH ગ્રાહકોની સંખ્યા 2013 કરતાં આશરે બમણી થઈ. ડિશ ટીવી, ટાટા સ્કાય, એરટેલ, વોડાફોન અને પ્રસાર ભારતીના માલિકિની ફ્રી ડિશ માર્કેટમાં મુખ્ય ખેલાડી રહી. zee એન્ટરટેનમેન્ટના માલિકીની ડિશ ટીવીની DTH સર્વિસ માર્કેટમાં મોખરે રહી.

3. નાણાકીય વર્ષ 2020-21માં 1.2 કરોડ યુનિટ રેફ્રિજરેટરનું પ્રોડક્શન વોલ્યુમ રહ્યું

  • રેફ્રિજટેરનું પ્રોડક્શન વોલ્યુમ નાણાકીય વર્ષ 2020માં સમગ્ર ભારતમાં 12 મિલિયન (1.2 કરોડ) યુનિટથી વધારે રહ્યું. દક્ષિણ એશિયાના સમગ્ર દેશમાં રેફ્રિજરેટરનું બજાર મૂલ્ય 3.5 અબજ અમેરિકન ડોલરથી વધારે હતું. રેફ્રિજટેરનો કન્ઝ્યુમર અપ્લાયન્સ માર્કેટના 27% છે. ઘરેલુ ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને 2020 સુધી નવ ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક દરે વૃદ્ધિ પામવાની ધારણા હતી.
  • ગ્રામીણ વિસ્તારમાં વધતા જતા વિદ્યુતીકરણે ઉપખંડમાં રેફ્રિજરેટર અને એર કન્ડીશનરની માગ વધારી છે. વૈશ્વિક સરેરાશની તુલનામાં ભારતમાં કન્ઝ્યુમર વસ્તુઓનો પ્રવેશ દર ઘણો ઓછો હતો. ગ્રામીણ વિસ્તાર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફ્રેક્ચરિંગ સેક્ટરમાં 100 ટકા FDI થવાની સંભાવનાની સાથે વિદેશી ખેલાડીઓ તરફથી મહત્ત્વપૂર્ણ રોકાણ આવ્યું. પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે 2019ની શરૂઆતમાં એક રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક નીતિ પણ પસાર કરવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ 2019માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્શનમાં પાંચ ટકાથી વધારે વૃદ્ધિ દર જોવા મળ્યો. તાજેતરમાં FDI નીતિઓથી સપ્લાય ચેનથી વચેટિયાઓને દૂર કરીને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સંભાવના છે.

4. 2026 સુધી 1698 મિલિયન ડોલરનું ભારતીય વૉશીંગ મશીન માર્કેટ થશે

  • ભારત વૉશીંગ મશીન માર્કેટ 2019માં 1267 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું અને 2026 સુધી 1698 મિલિયન ડોલર સુધી પહોંચવા માટે CAGRમાં 3.7 ટકાથી વધારે થવાની ધારણા છે. વધતી ડિસ્પોઝેબલ આવક અને ગ્રામીણ વિદ્યુતીકરણમાં સુધારો ભારતીય વૉશીંગ મશીન ઉદ્યોગ ચાલી રહ્યો છે.
  • તે ઉપરાંત વૉશીંગ મશીનોની વધતી ફંક્શનાલિટી અને વધતા શહેરીકરણથી દેશમાં તેની માગમાં વધારો થઈ રહ્યો છે. કપડાં ધોવાની દુકાનોની ઉપલબ્ધતા અને ઓનલાઈન લોન્ડ્રી સેવાઓમાં વૃદ્ધિથી માર્કેટના વિકાસમાં અવરોધ પેદા થાય તેવો અંદાજ છે.
  • કોમર્શિયલ લોન્ડ્રી મશીનોની વધતી માગથી ઉદ્યોગોના વિકાસને વેગ મળવાની આશા છે. કોમર્શિયલ વૉશીંગ મીશન ઉદ્યોગ નવા સમાધાનોની શરૂઆતની સાથે ફેરફારનો સામનો કરી રહ્યું છે. ઝડપથી બદલાતી જીવનશૈલી સ્માર્ટ પ્રોડક્ટ્સના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
  • મેક્રો- ઈકોનોમિક ફેક્ટર્સ જેવા કે ડિજિટલાઈઝેશન, શહેરીકરણ, બદલાતી ગ્રાહક ખરીદી પેટર્ન, અને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં માગ આવકની વૃદ્ધિને વેગ આપી રહી છે. વિજળી અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરતી નેક્સ્ટ જનરેશન વૉશીંગ મશીનની માગ પર સકારાત્મક અસર કરે તેવી અપેક્ષા છે.

કિંમત વધશે તો સામાન્ય જનતા પર તેની શું અસર થશે
જો કે આ સમયે સેમસંગ, શાઓમી કંપનીઓએ કિંમતમાં વધારાને લઈને કોઈ જાહેરાત નથી કરી. અત્યારે LG, પેનાસોનિક અને થોમસને જ કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ કંપનીઓ પણ વ્યાપકપણે જણાવ્યું છે કે, હોમ એપ્લાયન્સની કિંમત 10 ટકા સુધી વધારશે. જો કે, મોડેલ અથવા કેટેગરી વાઈસ કઈ પ્રોડક્ટની કિંમત કેટલી વધારવામાં આવશે તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે

LG તેનાં ટીવી, ફ્રીઝ અને વોશિંગ મશીનની કિંમતમાં મહત્તમ 8%નો વધારો કરશે, એટલે કે...

  • LGનું 889 લિટર ફ્રેન્ચ ડોર, સાઇડ-બાય સાઇડ રેફ્રિજરેટર જે અત્યારે 2,27,990 રૂપિયાનું છે, તે વધારા બાદ લગભગ 18,000 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.
  • સ્માર્ટ ઇન્વર્ટર કમ્પ્રેશન સાથે આવતું 270 લિટર સિંગલ ડોર રેફ્રિજરેટર જેની કિંમત અત્યારે 25,390 રૂપિયા છે, તે 2,000 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.
  • વૉશીંગ મશીનનું ટોપ એન્ડ મોડેલ (T1282WFDSD) જેની કિંમત અત્યારે 69,990 રૂપિયા છે, વધારા પછી તેની કિંમત લગભગ 5,500 રૂપિયા વધી શકે છે.
  • 15 હજાર રૂપિયાનું સસ્તું મોડેલ (P8030SGAZ) વધારા પછી 1,200 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.
  • LGનું સૌથી સસ્તું LED TV (24LJ470A), જેની કિંમત 9,990 રૂપિયા છે, તે ભાવવધારા પછી 800 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.
  • હાઇ-એન્ડ LED TV મોડલ (43LK5360PTA) જે હાલમાં 39,990 રૂપિયામાં ઉપલબ્ધ છે, તે ભાવવધારા પછી 3,200 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.

પેનાસોનિક હોમ અપ્લાયન્સિસની કિંમતમાં મહત્તમ 11% સુધીનો વધારો કરશે, એટલે કે...

  • કંપનીનું સૌથી સસ્તું LED TV મોડેલ (TH-24G100DX),જે હાલમાં 10,990 રૂપિયામાં ઉપલબ્ધ છે, તે ભાવવધારા પછી 1,200 રૂપિયા મોંઘું થઈ જશે.
  • જ્યારે, 29,990 રૂપિયાનું હાઇ-એન્ડ LED TV મોડેલ TH-43G100DX, ભાવવધારા પછી આશરે 3,300 રૂપિયા સુધી મોંઘું થઈ જશે.
  • 1.62 લાખ રૂપિયાનું ટોપ-એન્ડ મલ્ટિ-ડોર રેફ્રિજરેટર (NR-D535YG-T) વધારા પછી 17 હજાર રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો