• Gujarati News
  • Utility
  • Gadgets
  • Learn The Essential Tricks Of Google Maps; There Are 4 Things To Know About Traffic Business And Restaurant Price

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:ગૂગલ મેપ્સની જરૂરી ટ્રિક જાણી લો; ટ્રાફિક બિઝીનેસ અને રેસ્ટોરાં પ્રાઈસ જેવી 4 વસ્તુઓ વિશે જાણી શકાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ મેપ્સમાં એરિયા બિઝીનેસનું સેટિંગ્સ હોય છે જે દરેક પર્ટિક્યુલર એરિયાને ટ્રેક કરીને જણાવે છે કે આજે અહીં ટ્રાફિક કેવો રહેશે

ગૂગલ મેપ્સના એવા ઘણા સેટિંગ્સ છે જેના વિશે આપણને ખબર નહીં હોય અથવા થઈ શકે છે કે આપણી સામે જ હોય પરંતુ ક્યારેય ધ્યાન ન આપ્યું હોય, આજે જાણો એવા જ કેટલાક સેટિંગ્સ વિશે...

1. એરિયા બિઝીનેસ
ગૂગલ મેપ્સમાં એરિયા બિઝીનેસનું સેટિંગ્સ હોય છે જે દરેક પર્ટિક્યુલર એરિયાને ટ્રેક કરીને જણાવે છે કે આજે અહીં ટ્રાફિક કેવો રહેશે અને રિયલ-ટાઈમ ટ્રેકિંગ સિવાય તે ફ્યુચર પ્રીડિક્શન પણ જણાવે છે કે એટલે કે બીજા દિવસે અથવા આગલા દિવસે ટ્રાફિકની સ્થિતિ કેવી હોય શકે છે.

2. રેસ્ટોરાં પ્રાઈસ
ગૂગલ મેપ્સ આપણને ઘણી મહત્વની માહિતી આપે છે જેમ કે નિયરેસ્ટ મેટ્રો કઈ છે અથવા નજીક કઈ રેસ્ટોરાં છે, પરંતુ હવે ગૂગલ મેપ્સ આ બધાની સાથે એ પણ જણાવશે કે કઈ રેસ્ટોરાંમાં એક વ્યક્તિ માટે ખાવાની કિંમત કેટલી હશે અને સાથે તમે તમારા અનુભવ પ્રમાણે કોઈપણ પર્ટિક્યુલર ડિશની કિંમત પણ જાણી શકો છો.

3. ફ્યુચર ટ્રાવેલ ટાઈમ
ફરવાના શોખીનો માટે પણ ગૂગલ મેપ્સમાં ઘણા ફીચર્સ છે, તમે ગૂગલ મેપ્સ પરથી ફ્યુચર ટ્રાવેલ ટાઈમિંગ પણ પૂછી શકો છો અને જાણી શકો છો કે ફ્યુચરમાં ટ્રાફિકની સ્થિતિ કેવી હશે અને કયો ટાઈમિંગ યોગ્ય હશે, ઓછો ટ્રાફિક ક્યાં હશે એ પણ જાણી શકશો. તેનાથી ટ્રિપને ફૂલ એન્જોઈ કરી શકો છો.

4. ઓફલાઈન મેપ્સ
ગૂગલ મેપ્સમાં હવે ઓફલાઈન મેપ્સનું ફીચર પણ છે અને ઓફલાઈન મેપ્સનું આ ફીચર ઘણું યુઝફૂલ પણ છે ખાસ કરીને ત્યારે જ્યારે આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ છીએ જ્યાં નેટવર્ક આવતું નથી અને ઈન્ટરનેટ કામ નથી કરતું. તે તમારા કરન્ટ સર્ચના હિસાબથી તે મેપ્સ ડાઉનલોડ કરે છે અને જો તમારા ફોનમાં ફીચર એક્ટિવ નથી તો તેને એક્ટિવ કરવા માટે તમે ગૂગલ મેપ્સના સેટિંગ્સમાં જઈને ઓટો ડાઉનલોડ મેપના ફીચરને એક્ટિવેટ કરી શકો છો.