ન્યૂ ફીચર:જાણો કેવી રીતે એમેઝોન શોપિંગ એપમાં એલેક્સા માત્ર એક વોઈસ કમાન્ડથી તમારા બિલનું પેમેન્ટ કરશે

3 વર્ષ પહેલા
 • એમેઝોન શોપિંગ એપમાં એલેક્સા ઈન્ટિગ્રેશનમાં નવાં ફીચરનો ઉમેરો
 • નવાં ફીચરથી યુઝર માત્ર એક વોઈસ કમાન્ડ દ્વારા એમેઝોન એપ દ્વારા એેમેઝોન પે અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશે
 • સાથે જ ગેસ, વોટર, DTH બિલની ચૂકવણી પણ કરી શકાશે
 • શોપિંગ એપ પર માઈક્રોફોન આઈકોન પર ક્લિક કરી કમાન્ડ આપી શકાશે

એમેઝોને ગત માર્ચ મહિનામાં એન્ડ્રોઈડ બેઝ્ડ શોપિંગ એપમાં કેટલાક ફેરફાર કર્યા હતા.. તેની ખાસ વાત એ છે કે તેમાં એલેક્સા ઈન્ટિગ્રેશન આપવામાં આવ્યું હતું. આ ઈન્ટિગ્રેશનમાં હવે એક નવાં ફીચરનો ઉમેરો થયો છે. આ નવાં ફીચરથી યુઝર માત્ર એક વોઈસ કમાન્ડ દ્વારા એમેઝોન એપ દ્વારા એેમેઝોન પે અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશે અને સાથે જ ગેસ, વોટર, DTH બિલની ચૂકવણી પણ કરી શકશે.

આ નવાં ફીચરનો લાભ ઈનબિલ્ટ એલેક્સા ધરાવતા ડિવાઈસ એમેઝોન ઈકો, ફાયર ટીવી સ્ટીક પર પહેલાંથી જ સપોર્ટ કરે છે. હવે તેને એમેઝોન શોપિંગ એપ પર લોન્ચ કરવામાં આવ્યું છે. જાણો કઈ રીતે માત્ર એક વોઈસ કમાન્ડથી તમે બિલની ચૂકવણી કરી શકશો.

 • સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં એમેઝોન શોપિંગ એપ ઓપન કરો. તેમાં માઈક્રોફોન આઈકોન પર ક્લિક કરો.
 • હવે ‘એલેક્સા પે માય મોબાઈલ બિલ’ અથવા ‘એલેક્સા પે માય ગેસ બિલ’નો કમાન્ડ આપો.
 • જો તમે એમેઝોન પેના યુઝર હશો તો, એલેક્સા એમેઝોન પે પરથી બિલની અમાઉન્ટની ચૂકવણી કરશે. તે પહેલાં તે યુઝર પાસે કેટલીક કન્ફર્મેશન ઈન્ફોર્મેશન માગશે.
 • બિલની ચૂકવણી એમેઝોન પે મારફતે થઈ ગયા બાદ એલેક્સા રઝિસ્ટર મોબાઈલ નંબર પર નોટિફિકેશન સેન્ડ કરશે.
 • જો તમે એમેઝોન પેના નવાં ગ્રાહક હશો તો એલેક્સા બિલની ડિટેઈલ્સ એમેઝોન શોપિંગ એપ પર સેન્ડ કરશે.
 • એક વખત બિલિંગ અકાઉન્ટ રજિસ્ટર થઈ ગયા બાદ, એલેક્સા આપમેળે બિલિંગ અકાઉન્ટની જાણકારી મેળવી બિલનૂ ચૂકવણી કરી શકશે.

એમેઝોન પે બેલેન્સ જોવા માટેના સ્ટેપ્સ:

 • એમેઝોન શોપિંગ એપ પર માઈક્રોફોન આઈકોન પર ક્લિક કરો.
 • ત્યારબાદ ‘એલેક્સા, વોટ ઈઝ માય એમેઝોન પે બેલેન્સ?’પ્રશ્ન પૂછવા પર તેનો જવાબ આપશે.
 • એમેઝોન પેમાં પૈસા ઉમેરવા માટે પણ યુઝરે કોઈ લાંબી પ્રોસેસ ફોલો ન કરી, ‘એલેક્સા એડ 500 રૂપિસ ટુ માય એમેઝોન પે બેલેન્સ’ કમાન્ડ આપવાનો રહેશે.
 • ત્યારબાદ એડ મની પેજ પર માહિતી ભરવાની રહેશે.
 • ટ્રાન્સિક્શન અપ્રૂવ થયા બાદ નોટિફિકેશન મળશે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં જ એમેઝોન શોપિંગ એપમાં વોઈસ કમાન્ડ ફીચર સપોર્ટ ઉમેરવામાં આવ્યો હતો. તેની મદદથી યુઝર શોપિંગ લિસ્ટ તૈયાર કરી શકે છે અને જુદી જુદી પ્રોડક્ટ લિસ્ટ જોઈ શકે છે અને કાર્ટ લિસ્ટ પણ બનાવી શકે છે. હવે તેમાં નવાં ફીચરનો ઉમરો થતાં ગ્રાહકોને વધારે સુવિધા મળશે. જોકે હાલ માત્ર તેમાં અંગ્રેજી ભાષા સપોર્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...