તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતમાં HP લેપટોપની બોલબાલા:10.66 લાખ યુનિટ શિપમેન્ટ સાથે HP પ્રથમ નંબરે, સેમસંગે 134%નો વાર્ષિક ગ્રોથ મેળવ્યો

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021ના બીજા ક્વાર્ટરમાં 24.95 લાખ નોટબુકનાં શિપમેન્ટ થયાં
  • વર્કફોર્મ હોમ અને ઓનલાઈન ક્લાસને કારણે PCની ડિમાન્ડમાં ધરખમ વધારો

દેશમાં આ વર્ષે PC (પર્સનલ કમ્પ્યુટર)ના સેલિંગમાં HPએ બાજી મારી છે. HPનાં શિપમેન્ટ એક વર્ષમાં 54% વધી 10.66 લાખ યુનિટ થયાં છે. માર્કેટ રિસર્ચર કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, લેનોવો ગ્રુપ 20.5% માર્કેટ શેર સાથે આગળ છે. ત્યારબાદ ડેલ ટેક્નોલોજી 12.8% માર્કેટ શેર સાથે બીજા નંબરે છે.

ભારતમાં PC શિપમેન્ટ ગ્રોથ
દેશમાં બીજા ક્વાર્ટરમાં સેમસંગના સૌથી વધારે PC વેચાયા છે. કેનાલિસ રિસર્ચ એનાલિસ્ટ અશ્વીઝ એથલનું કહેલું છે કે, માર્કેટમાં મહામારીની અસર હવે ઓછી થઈ રહી છે. ડેસ્કટોપ અને નોટબુકનાં વેચાણમાં કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ ટેબ્લેટની ડિમાન્ડ પહેલાં કરતાં વધી છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસને કારણે આ ડિમાન્ડ વધી છે.

એપ્રિલ-જૂનમાં ડેસ્કટોપ, નોટબુક સહિત ટેબ્લેટમાં 4.03 લાખ PCનાં શિપિંગ સાથે સાઉથ કોરિયન કંપનીઓએ ભારતમાં 9.8%નો માર્કેટ શેર હાંસલ કર્યો. સેમસંગે બીજા ક્વાર્ટરમાં ગયા વર્ષ કરતાં 134%નો ગ્રોથ મેળવ્યો. સેમસંગે ભારતમાં 6% માર્કેટ શેર હાંસલ કર્યો છે.