તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Lava Z2 Max Budget Smartphone Launches With 7 Inch Screen And 6000mAh Battery; Specification, Features And Price

ઓનલાઈન સ્ટડી માટે સસ્તો સ્માર્ટફોન:લાવાએ 7 ઈંચનો 'Z2 મેક્સ' સ્માર્ટફોન લોન્ચ કર્યો, કિંમત ₹7799; જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોકની સુવિધા મળશે
 • ફોનમાં 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે
 • ફોનની ખરીદી લાવા ઈ સ્ટોર સાથે ઈ-કોમર્સ સાઈટ પરથી કરી શકાશે

સ્વદેશી ટેક કંપની લાવાએ ભારતીય માર્કેટમાં તેનો લૉ બજેટ સ્માર્ટફોન 'લાવા Z2 મેક્સ' લોન્ચ કર્યો છે. કંપનીએ કોરોનાકાળમાં ઓનલાઈન એજ્યુકેશન ડેડિકેટેડ આ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનમાં 6000mAhની બેટરી અને 7 ઈંચની ડિસ્પ્લે મળે છે.

કિંમત અને અવેલેબિલિટી

 • ફોનનાં 2GB+32GB સિંગલ વેરિઅન્ટની કિંમત 7799 રૂપિયા છે.
 • ફોનનાં લોન્ચિંગ સાથે જ તેનું વેચાણ શરૂ થયું છે. ફોનની ખરીદી લાવાના ઈ સ્ટોર સાથે ઈ કોમર્સ વેબસાઈટ પરથી કરી શકાશે.

લાવા Z2 મેક્સનાં સ્પેસિફિકેશન

 • આ સ્વદેશી સ્માર્ટફોનમાં 7 ઈંચની HD+ વૉટરડ્રોપ સ્ટાઈલ નોચ ડિસ્પ્લે મળે છે. તેની સ્ક્રીન સાઈઝ ટેબ્લેટ બરાબર છે. કંપનીએ ઓનલાઈન સ્ટડીનાં ચલણને જોતાં મોટી સ્ક્રીન સાઈઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળે છે.
 • ફોન એન્ડ્રોઈડ ગો એડિશન પર રન કરે છે.
 • તેમાં 1.8GHz ક્વૉડ કોર મીડિયાટેક હીલિયો પ્રોસેસર સાથે 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે.
 • વીડિયો અને ફોટોગ્રાફી માટે તેમાં 13MP (પ્રાઈમરી સેન્સર)+2MP (ડેપ્થ સેન્સર)નું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • ફોન 6000mAhની બેટરીથી સજ્જ છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, USB ટાઈપ સી પોર્ટ, 3.5mm ઓડિયો જેક, વાઈફાઈ અને બ્લુટૂથ સહિતના ઓપ્શન મળે છે.
 • ફોનમાં બોક્સ સ્પીકર મળે છે. તે લાઉડ અને ક્લીયર ઓડિયો આપે છે.
 • સિક્યોરટી માટે ફોનમાં ફેસ અનલોકની સુવિધા છે.
 • ફોનની થિકનેસ 9mm અને વજન 215 ગ્રામ છે.