તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:7 જાન્યુઆરીએ 4 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે સ્વદેશી કંપની લાવા, ઈન્વિટેશનમાં કહ્યું- તમને ભારતીય થવા પર ગર્વ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ અગાઉ મહિલાઓ પર ફોકસ્ડ BeU સ્માર્ટફોન લોન્ચ કર્યો છે
  • નવા સ્માર્ટફોન્સની કિંમત 5000થી 15,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

ઈન્ડિયન ટેક કંપની લાવા સ્માર્ટફોન માર્કેટમાં ફરી એન્ટ્રી કરવા જઈ રહી છે. કંપનીએ થોડા દિવસ પહેલાં BeU સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હવે નવા વર્ષે કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ 7 જાન્યુઆરીની લોન્ચિંગ ઈવેન્ટ માટે ઈન્વિટેશન આપવાનું શરૂ કર્યું છે. કંપની આ ઈવેન્ટમાં 4 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

લાવાએ સોશિયલ મીડિયા ઈન્વાઈટમાં કહ્યું કે કંપની તેના નવા સ્માર્ટફોન 7 જાન્યુઆરીએ લોન્ચ કરશે. આ ઈવેન્ટ બપોરે 12 વાગ્યે યોજાશે. આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કંપનીના ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર થશે. કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં #AbDuniyaDekhegi અને #ProudlyIndian હેશટેગનો ઉપયોગ કર્યો છે.

વીડિયો ઈન્વિટેશન શેર કર્યું
લાવા ઈન્ડિયના પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ, સુનીલ રૈનાએ 36 સેકન્ડનો ઈન્વિટેશન વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે, હું તમને કંઈક એવું કરવા માટે આમંત્રિત કરી રહ્યો છું જે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં પહેલા ક્યારેય નથી થયું. તેના માટે અમે અમારા પ્રતિભાશાળી એન્જિનિયર્સના આભારી છીએ. ઈતિહાસ બનાવવા માટે અમારા લાઈવ વેબકાસ્ટ પર જોડાયેલા રહો. હું પ્રોમીસ કરું છું કે તમને ભારતીય થવા પર ગર્વ થશે.

લાવા BeU સ્માર્ટફોન
કંપનીએ તેનો BeU સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. તેનાં 2GB+32GB વેરિઅન્ટની કિંમત 6888 રૂપિયા છે. કંપનીનો આ સ્માર્ટફોન તેની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ થયો છે. તેનું રોઝ પિન્ક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

કંપનીના અપકમિંગ સ્માર્ટફોન્સની કિંમત 5000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધી હોઈ શકે છે. સ્માર્ટફોન્સની ખરીદી ઓનલાઈન અને ઓફલાઈન કરી શકાશે. સ્વદેશી કંપની લાવા ફિટનેસ ટ્રેકિંગ ફીચર્સવાળા સ્માર્ટ બેન્ડનાં લોન્ચિંગની પણ તૈયારી કરી રહી છે.

લાવા BeUનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ ગો એડિશન OS પર રન કરે છે. ફોનમાં 6.08 ઈંચની HD+ (720x1560 પિક્સલ) વૉટરડ્રોપ નૉચ ડિસ્પ્લે છે. સ્ક્રીનને 2.5D ગ્લાસ પ્રોટેક્શન મળ્યું છે.
  • ફોનમાં 1.6GHz ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 2GB DDR4 રેમ સાથે આવે છે. ફોનમાં ઓનબોર્ડ સ્ટોરેજ 32GB છે. તેમાં માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજ 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • તેમાં ડ્યુઅલ રિઅર કેમેરા 13MP (પ્રાઈમરી લેન્સ)+ 2MP (સેકન્ડરી લેન્સ)નું સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ v4.2, GPS/ A-GPS, માઈક્રો-USB અને 3.5mmનો ઓડિયો જેક મળે છે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • ફોનમાં 4,060mAh લિથિયમ પોલિમર બેટરી છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં 16 કલાકનું ટોક ટાઈમ બેકઅપ આપે છે. તેનું ડાયમેન્શન 155.5x73.3x9.82mm અને વજન 175.8 ગ્રામ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો