સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ:9,999 રુપિયામાં મળશે લાવાનો બ્લેઝ 5G સ્માર્ટફોન, 50MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટફોન બનાવનારી કંપની લાવાએ ગઈકાલે લાવા બ્લેઝ 5G લોન્ચ કરી દીધો છે. આ 5G સ્માર્ટફોન 9,999ની નજીવી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ લાવા બ્લેઝ 5Gમાં 6.5 ઈંચની HD+IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને તમે ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનમાંથી ખરીદી શકશો. આ દેશનો પહેલો એવો 5G સ્માર્ટફોન છે કે, જે 10 હજારથી પણ ઓછી કિંમતે મળે છે.

આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે
ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ કેમેરા સેટઅપનું પ્રાઈમરી સેન્સર 50MPનું હશે. આ સિવાય સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં પણ 8MPનો સેલ્ફી કેમેરા મળશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

4GB રેમ અને 128GBનું ઈન્ટરનલ સ્ટોરેજ મળશે
આ સ્માર્ટફોનમાં કંપની 1600*720 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 6.5 ઈંચની HD+ LCD પેનલ ઓફર કરી રહી છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM, 3GB વર્ચ્યુઅલ RAM અને 128GB સ્ટોરેજ આપવામાં સીમિત છે, જેને તમે માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકો છો. લાવા બ્લેઝ 5Gને 2 કલર ઓપ્શન ગ્લાસ ગ્રીન અને ગ્લાસ બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

5,000mAhની દમદાર બેટરી
લાવા બ્લેઝ 5Gમાં ડાયમેન્સિટી 700 પ્રોસેસર મળશે. આ સ્માર્ટફોનમાં પ્રી-ઈન્સ્ટોલ્ડ Android 12 OS આપવામાં આવ્યું છે. તેમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સીમ, વાઈ-ફાઈ 6, બ્લૂટુથ 5.1, GPS, USB ટાઈપ-C પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. સુરક્ષા માટે ફેસ અનલોક અને સાઈડ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.