તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Automobile
 • Launching 4 Models Of IPhone 13 Series With A Starting Price Of ₹ 69,900, Customers Will Also Be Able To Buy The New IPad And Apple Watch Series 7

ન્યૂ લોન્ચ:₹69,900ની પ્રારંભિક કિંમતથી આઇફોન 13 સિરીઝના 4 મોડેલ લોન્ચ થયાં, ગ્રાહકો નવાં આઇપેડ અને એપલ વોચ સિરીઝ 7 પણ ખરીદી શકશે

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

એપલે મંગળવારે મોડી રાત્રે તેની કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી દીધી. તેમાં આઇફોન 13 સિરીઝ સાથે નવું એન્ટ્રી લેવલ આઇપેડ, આઇપેડ મિનિ, એપલ વોચ સિરીઝ 7 સામેલ છે. એપલે તેના નવા આઇફોનને જૂનાં મોડેલની સરખામણીએ ઘણો એડવાન્સ બનાવ્યો છે. ભારતમાં આઇફોન 13 મિનિ અને આઇફોન 13નું વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમજ, આઇફોન 13 પ્રોનું વેચાણ 30 ઓક્ટોબરથી અને આઇફોન 13 પ્રો મેક્સનું વેચાણ 13 નવેમ્બરથી શરૂ થશે. તો ચાલો જાણીએ આ આઇફોન 13 સિરીઝ અને તેનાં નવાં મોડેલ્સ વિશે...

આઇફોન 13 સિરીઝનાં સ્પેસિફિકેશન્સ અને ભાવ
એપલે આઇફોન 13 સિરીઝનાં 4 મોડેલ લોન્ચ કર્યા છે. તેમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxનો સમાવેશ થાય છે. આઇફોન 13 મિનિ અને આઇફોન 13ને એક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. ચાલો પહેલાં આ મોડેલ્સની ડિટેલ્સ જાણી લઇએ...

 • IPhone 13 Miniમાં 5.4-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 2340x1080 પિક્સલ અને ડેન્સિટી 476ppi છે. તેમજ, iPhone 13માં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યૂશન 2532x1170 પિક્સલ અને ડેન્સિટી 476ppi છે. બંને મોડેલ્સ રાઉન્ડ શેપની ડિઝાઇન આપવામાં આવી છે.
 • આ ડિસ્પ્લે HDR, ટ્રુ ટોન, વાઈડ કલર (P3), હેપ્ટિક ટચને સપોર્ટ કરે છે. તેની મેક્સિમમ બ્રાઇટનેસ 800 nits છે. તેના પર ફિંગરપ્રિન્ટ રેઝિસ્ટન્સ ઓલિયોફોબિક કોટિંગ આપવામાં આવ્યું છે. બંને ફોનમાં એલ્યુમિનિયમ ડિઝાઇન છે. આ બંને મોડેલ પ્રોડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લુ અને પિંક કલરમાં ખરીદી શકાશે. તેમની ડિસ્પ્લે પર સિરામિક શિલ્ડ અને બેક પેનલ પર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • બંને સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન્સમાં ખરીદી શકાશે. તેમાં A15 બાયોનિક ચિપ આપવામાં આવી છે. આ સાથે, તેમાં 6 કોર CPU અને 4 કોર GPU છે. આઇફોન 13 મિનિનું વજન 141 ગ્રામ અને આઇફોન 13નું વજન 174 ગ્રામ છે. આ iPhones IP68 રેટિંગ સાથે આવે છે. જે ફોન ફુલ્લી વોટરપ્રૂફ હોય છે તેને આ પ્રકારનું રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે કે, આ મોડેલ્સ 6 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી કામ કરશે.
 • કેમેરાની વાત કરીએ તો બંને મોડેલમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આમાં, પહેલો વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એંગલને સપોર્ટ કરે છે. વાઇડ લેન્સનું અપાર્ચર ƒ/1.6 અને અલ્ટ્રા વાઇડ લેન્સનું અપાર્ચર ƒ/2.4 છે. આ 120 ડિગ્રી એરિયા કવર કરે છે. તે 2x ઓપ્ટિકલ અને 5x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો લેન્સ પણ આપવામાં આવ્યો છે.
 • સારી ફોટોગ્રાફી માટે તેમાં પોટ્રેટ મોડ, બોકેહ ઇફેક્ટ અને ડેપ્થ કંટ્રોલ આપવામાં આવ્યું છે. તેમાં શિફ્ટ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન આપવામાં આવ્યું છે. તેમાં 63 મેગાપિક્સલ જેટલો પેનોરમા શોટ લઈ શકાય છે. તેમાં નાઇટ મોડ, ડીપ ફ્યુઝન, સ્માર્ટ HDR 4, લાઇવ ફોટોઝ જેવા મોડ આપવામાં આવ્યા છે.
 • તેમાં વિડિયોગ્રાફી માટે સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે. તેનાથી ફુલ HD (1080p) પર સેકંડ દીઠ 30 ફ્રેમથી રેકોર્ડિંગ કરી શકાશે. તેમજ, HDR વીડિયો રેકોર્ડિંગ. 4K ડોલ્બી વિઝન રેકોર્ડિંગ પણ કરી શકાશે. યુઝર ફુલ HD રિઝોલ્યૂશનવાળી સ્લો મોશન વીડિયો પણ શૂટ કરી શકશે. આ સાથે, ટાઇમ લેપ્સ, નાઇટ મોડ, વીડિયો રેકોર્ડિંગ દરમિયાન 8MP ફોટો, પ્લેબેક ઝૂમ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
 • બેટરીની વાત કરીએ તો બંને મોડેલ્સમાં લિથિયમ આયન બેટરી મળશે, જે 15W મેગસેફ વાયરલેસ ચાર્જિંગ અને 7.5W ક્યુઇ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, આ 20W એડેપ્ટરથી 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જશે. આઇફોન 13 મિનિમાંને 17 કલાકનું વિડીયો પ્લેબેક, 13 કલાક સ્ટ્રીમિંગ વિડીયો પ્લેબેક, 55 કલાક ઓડિયો પ્લેબેક મળશે. એ જ રીતે, આઇફોન 13માં 19 કલાકનો વીડિયો પ્લેબેક, 15 કલાકનો સ્ટ્રીમિંગ વીડિયો પ્લેબેક, 75 કલાકનો ઓડિયો પ્લેબેક મળશે.

હવે જાણીએ આઇફોન 13 પ્રો અને 13 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન્સ અને ભાવ

 • આઇફોન 13 પ્રોમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે પ્રમોશન સાથે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 2532x1170 પિક્સલ અને ડેન્સિટી 460ppi છે. તેમજ, આઇફોન 13 પ્રો મેક્સમાં 6.7 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે પ્રમોશન સાથે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 2778x1284 પિક્સલ અને ડેન્સિટી 458ppi છે. બંને મોડેલ્સને રાઉન્ડ શેપની ડિઝાઇન આપવામાં આવી છે.
 • આ ડિસ્પ્લે પ્રમોશન ટેકનોલોજી અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. બંને ડિસ્પ્લે HDR, ટ્રુ ટોન, વાઈડ કલર (P3), હેપ્ટિક ટચને સપોર્ટ કરે છે. તેની મેક્સિમમ બ્રાઇટનેસ 1,200 nits છે. તેના પર ફિંગરપ્રિન્ટ રેઝિસ્ટન્સ ઓલિયોફોબિક કોટિંગ આપવામાં આવ્યું છે. બંને ફોનમાં સ્ટેનલેસ સ્ટીલ ડિઝાઇન છે. આ બંને મોડેલ ગ્રેફાઈટ, ગોલ્ડ, સિલ્વર અને સીએરા બ્લુ કલરમાં ખરીદી શકાશે. તેમની ડિસ્પ્લે પર સિરામિક શિલ્ડ અને બેક પેનલ પર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • બંને સ્માર્ટફોન 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ ઓપ્શનમાં ખરીદી શકાશે. તેમાં A15 બાયોનિક ચીપ આપવામાં આવી છે. આ સાથે તેમાં 6 કોર CPU અને 4 કોર GPU આપવામાં આવ્યું છે. આઇફોન 13 પ્રોનું વજન 203 ગ્રામ અને આઇફોન 13 પ્રો મેક્સનું વજન 238 ગ્રામ છે. આ આઇફોન IP68 રેટિંગ સાથે આવે છે. જે ફોન ફુલ્લી વોટરપ્રૂફ હોય તેને આ પ્રકારનું રેટિંગ આપવામાં આવે છે. એટલે કે આ મોડેલ 6 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી કામ કરશે.
 • કેમેરાની વાત કરીએ તો બંને મોડેલમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. આમાં, પહેલો ટેલિફોટો, બીજી વાઇડ અને ત્રીજો અલ્ટ્રા વાઇડ એંગલને સપોર્ટ કરે છે. ટેલિફોટોનું અપાર્ચર ƒ/2.8, વાઇડ લેન્સનું અપાર્ચર ƒ/1.5 અને અલ્ટ્રા વાઇડ લેન્સનું અપાર્ચર ƒ/1.8 છે. આ 120 ડિગ્રી એરિયા કવર કરે છે. તે 2x ઓપ્ટિકલ અને 15x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે.
 • સારી ફોટોગ્રાફી માટે તેમાં પોટ્રેટ મોડ, બોકેહ ઇફેક્ટ અને ડેપ્થ કંટ્રોલ આપવામાં આવ્યું છે. તેમાં શિફ્ટ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન આપવામાં આવ્યું છે. તેમાં 63 મેગાપિક્સલ જેટલો પેનોરમા શોટ લઈ શકાય છે. તેમાં નાઇટ મોડ, ડીપ ફ્યુઝન, સ્માર્ટ HDR 4, લાઇવ ફોટોઝ જેવા મોડ આપવામાં આવ્યા છે. નાઇટ મોડમાં પહેલીવાર ત્રણેય કેમેરા એકસાથે યુઝ કરી શકાશે.
 • તેમાં વિડિયોગ્રાફી માટે સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે. તેનાથી ફુલ HD (1080p) પર સેકંડ દીઠ 30 ફ્રેમથી રેકોર્ડિંગ કરી શકાશે. તેમજ, HDR વીડિયો રેકોર્ડિંગ. 4K ડોલ્બી વિઝન રેકોર્ડિંગ પણ કરી શકાશે. યુઝર ફુલ HD રિઝોલ્યૂશનવાળી સ્લો મોશન વીડિયો પણ શૂટ કરી શકશે. આ સાથે, ટાઇમ લેપ્સ, નાઇટ મોડ, વીડિયો રેકોર્ડિંગ દરમિયાન 8MP ફોટો, પ્લેબેક ઝૂમ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
 • બેટરી વિશે વાત કરીએ તો બંને મોડેલમાં લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જે 15 વોટની મેગસેફ વાયરલેસ ચાર્જિંગ અને 7.5 વોટની Qi વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, આ 20 વોટના અડોપ્ટરથી 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જાય છે. આઇફોન 13 પ્રોમાં 122 કલાકનો વીડિયો પ્લેબેક, 20 કલાકનું વીડિયો પ્લેબેક સ્ટ્રીમિંગ, 75 કલાકનો ઓડિયો પ્લેબેક મળશે. એ જ રીતે, આઇફોન 13 પ્રો મેક્સમાં 28 કલાકનું વીડિયો પ્લેબેક, 25 કલાકનું વીડિયો પ્લેબેક સ્ટ્રીમિંગ અને 95 કલાકનું ઓડિયો પ્લેબેક મળશે.

હવે જાણીએ એપલના ન્યૂ આઇપેડ અને આઇપેડ મિનિનાં સ્પેસિફિકેશન્સ અને ભાવ

 • એપલે તેના બે નવાં આઈપેડ પણ લોન્ચ કર્યાં છે. તેમાં એક એન્ટ્રી લેવલનો અને અન્ય મિનિ મોડેલનો સમાવેશ થાય છે. નવાં આઈપેડમાં 10.2 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને જૂનાં આઈપેડની જેમ જ ટચ આઈડી હોમ બટન આપવામાં આવ્યું છે. તે એપલ સ્માર્ટ કી-બોર્ડ અને લોજીટેક રગ્ડ કી-બોર્ડ ટ્રેકપેડ કોમ્બોને પણ સપોર્ટ કરે છે. તેમાં ફર્સ્ટ જનરેશન એપલ પેન્સિલ સપોર્ટ પણ છે. તેનાં 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 46,900 રૂપિયા અને 256GB વેરિએન્ટની કિંમત 60,900 રૂપિયા રાખવામાં આવી છે.
 • આઇપેડ મિનિમાં ટોપ બટન પર ટચ ID છે અને તેમાં સ્લિમ અને યુનિફોર્મ બેઝલ સાથે 8.3 ઇંચની ઓલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. આઇપેડ મિનિમાં ટ્રુ ટોન ફ્લેશ સાથે 12 MP રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. તેનાથી 4K વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકાશે. ફ્રંટમાં 12.2 MPનો અલ્ટ્રા વાઇડ કેમેરા મળે છે. તેમાં સ્ટીરિંયો ઓડિયો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 6,બ્લુટૂથ, USB-C અને 5G કનેક્ટિવિટી આપવામાં આવી છે. તેનાં 64GB વેરિઅન્ટની કિંમત 30,900 રૂપિયા અને 256GB વેરિઅન્ટની કિંમત 44,900 રૂપિયા રાખવામાં આવી છે.

હવે જાણીએ એપલ વોચ સિરીઝ 7નાં સ્પેસિફિકેશન્સ અને ભાવ

 • તેની ડિઝાઇન જૂની સિરીઝ જેવી જ જોવા મળી રહી છે. ડિસ્પ્લેની ચારેબાજુ 1.7mmનાં બેઝલ્સ આપવામાં આવ્યાં છે. તેમાં ઓલ્વેઝ ઓનસ્ક્રીન મોડમાં 70% વધુ બ્રાઇટનેસ મળશે. તેમાં રિડિઝાઇન કરવામાં આવેલું મોટું બટન મળશે. સિરીઝ 6ની સરખામમઈએ સ્ક્રીન પર 50% વધુ ટેક્સ્ટમાં આવશે. તેમજ, ટાઇપિંગ માટે ફુલ કી-બોર્ડ મળશે.
 • સિરીઝ 7માં નવા ફેસ સામેલ કરવામાં આવ્યા છે. વોચને IP6X વોટરપ્રૂફ રેટિંગ આપવામાં આવી છે. એટલે કે તેને પહેરીને સ્વિમિંગ પણ કરી શકાશે. આ 8 મિનિટના ચાર્જિંગમાં 8 કલાકની ઊંઘ ટ્રેક કરશે. તેમાં USB-C ટાઇપ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેનાથી વોચ 30% ઝડપથી ચાર્જ થશે. તેમાં કુલ 18 કલાકની બેટરી લાઇફ મળશે.
 • વોચ 7 સિરીઝમાં આઉટડોર સાઇકલિંગ માટે વધુ સારો સપોર્ટ મળશે. જ્યારે તમે સાઇકલિંગ કરવાનું બંધ કરી દેશો તો વોચ વર્કઆઉટ સેશન ઓટોમેટિક કાઉન્ટ કરવાનું બંધ કરી દેશે. ફોલ સપોર્ટ ફીચર બાઇક અથવા કોઈ ટ્રિપ દરમિયાન દુર્ઘટના ઘટે તો ઇમરજન્સી સર્વિંસ સાથે કોન્ટેક્ટ કરશે. ફિટનેસ પ્લસ એપ દ્વારા તમે વર્કઆઉટ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકશો.
 • વોચને એલ્યુમિનિયમ વેરિએશન સાથે 5 કલર ઓપ્શન બ્લેક, ગોલ્ડ, બ્લુ, રેડ અને ડાર્ક ગ્રીન કલરમાં ખરીદી શકાશે. વોચ સિરીઝ 3ની કિંમત 199 ડોલર (લગભગ 14,653 રૂપિયા), વોચ SEની કિંમત 279 ડોલર (લગભગ 20,543 રૂપિયા) અને સિરીઝ 7ની કિંમત 399 ડોલર (લગભગ 29,379 રૂપિયા)થી શરૂ થશે.
અન્ય સમાચારો પણ છે...