છેલ્લાં 40 વર્ષથી મેન્યુફેક્ચરિંગનાં બિઝનેસમાં અગ્રેસર અને ડિઝાઇન-આધારિત જીવનશૈલી ગેજેટ્સની વિશાળ શ્રેણી માટે જાણીતી એવી પેબલે કંપનીએ ભારતીય યૂઝર્સ માટે પોતાની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી દીધી છે. આ સ્માર્ટવોચનું નામ ‘કોસ્મોસ પ્રાઇમ’ રાખવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચમાં તમને Bluetooth Calling ફીચરની સાથે 1.91 ઇંચની એજ-ટુ-એજ બેઝલ-લેસ ડિસ્પ્લે પણ મળશે તદુપરાંત આ સ્માર્ટવોચમાં તમને હેલ્થ સંબંધિત અનેક ફીચર્સ પણ મળી રહેશે.
કંપનીએ આ સ્માર્ટવોચમાં રિવર્સિબલ મેગ્નેટિક સ્ટ્રેપ્સનો પણ ઉપયોગ કર્યો છે, જેથી તમે આ સ્માર્ટવોચને સરળતાથી પહેરી શકો. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટવોચની બેટરીલાઈફ 5 દિવસની છે અને તે સ્ટેન્ડબાય મોડ પર 15 દિવસ સુધી ચાલી શકે છે. આ સ્માર્ટવોચમાં 100થી વધુ વોચ ફેસ આપવામાં આવ્યા છે.
કિંમત:
આ સ્માર્ટવોચની કિંમત ₹3,699 રુપિયા રાખવામાં આવી છે. જો કે, આ કિંમત લિમિટેડ ટાઈમ માટે જ છે. થોડા સમય પછી કંપની આ કિંમતમાં વધારો કરી શકે છે. આ સ્માર્ટવોચને તમે એમેઝોન અને પેબલની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકો છો. એવામાં 4 હજારથી પણ ઓછી કિંમતે આ ડિવાઈસની ખરીદી એક સારો વિકલ્પ બની શકે.
ફીચર્સ:
પેબલે જણાવ્યું કે, આ સ્માર્ટવોચથી તમે તમારી એક્ટિવિટી ટ્રેક કરી શકો. આ સિવાય તેમાં એડવાન્સ હેલ્થ રિલેટેડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચમાં ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં તમને 100 કરતાં પણ વધુ વોચ ફેસ જોવા મળશે. સ્કવેર ડાયલ ડિઝાઈનની સાથે તમને 1.91 ઈંચની ડિસ્પ્લે સ્ક્રિન જોવા મળશે.
કોલિંગ માટે કંપનીએ તેમાં બ્લૂટુથ 5.0નો સપોર્ટ આપ્યો છે. આ સ્માર્ટવોચ માઈક, કીપેડ અને સ્પીકરથી સજજ છે. તેમાં વન ટચ AI એનેબલ્ડ વોઈસ અસિસ્ટન્ટનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટવોચ IP67થી સજજ છે એટલે કે તેને પાણી કે ધૂળથી કોઈપણ પ્રકારનું નુકશાન થવાનો ખતરો રહેતો નથી. હેલ્થ મોનિટરથી તમે સ્ટેપ્સ, ડિસ્ટન્સ કવર્ડ, કેલરી બર્ન જેવા ફીચર્સ જોવા મળ્યા છે. આ સ્માર્ટવોચ સ્માર્ટ નોટિફિકેશન સાથે આવે છે. તેને ક્વિક શોર્ટકટથી પણ એક્સેસ કરી શકાય છે. તેમાં વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
ડિસેમ્બર-2016માં કંપનીએ નોંધ્યું હતું કે, હાલની ઘડિયાળો હાલ પૂરતી કામ કરશે, પરંતુ ભવિષ્યમાં તેની કાર્યક્ષમતા અથવા સેવાની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે. તમને કેટલાક બગ ફિક્સ મળી શકે છે, તેના માટે કોઈ સોફ્ટવેર અપડેટ્સ અથવા સુવિધાઓ આવશે નહીં. પેબલનાં કો-ફાઉન્ડર કોમલ અગ્રવાલે પેબલની લેટેસ્ટ હોમ પ્રોડક્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘એક્ટિવિટી ટ્રેકર્સથી માંડીને બ્લૂટૂથ કોલિંગ, એડવાન્સ હેલ્થ સૂટ વગેરે જેવા લાઇફસ્ટાઇલ ગેજેટ્સ વિકસ્યા છે. ટેકનોલોજી અને ડિઝાઇન સાથે અવિરત અનુભવ આપવાનાં અમારા મિશનને જીવંત રાખીને કોસ્મોસ પ્રાઇમ સાથે એજ-ટુ-એજ ડિસ્પ્લેની ખાતરી આપી છે કે, જે યૂઝર્સનાં ટચના અનુભવને અવરોધે નહીં.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.