• Gujarati News
  • Utility
  • Gadgets
  • Launched Smart AC In The Bitter Cold, Will Be Equipped With Many Smart Features; Sales Will Start From December 29

નોકિયાનું એર કન્ડિશનર:કડકડતી ઠંડીમાં સ્માર્ટ AC લોન્ચ કર્યું, ઘણા સ્માર્ટ ફીચર્સથી સજ્જ હશે; 29 ડિસેમ્બરથી વેચાણ શરૂ થશે

2 વર્ષ પહેલા
  • તેમાં એડજસ્ટેબલ ઇન્વર્ટર ટેક્નોલોજી અને મોશન સેન્સર જેવા ફીચર્સ પણ મળશે
  • વાઈફાઈ કનેક્ટિવિટી, સ્માર્ટ ક્લાઈમેન્ટ કંટ્રોલ, કસ્ટમાઈઝ્ડ યુઝર પ્રોફાઈલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે

દેશમાં અત્યારે ઠંડી પડી રહી છે, ત્યારે આ દરમિયાન નોકિયાએ તેનું એર કન્ડિશનર લોન્ચ કર્યું છે. નોકિયાના જણાવ્યા પ્રમાણે, આ ACને ભારતમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં એડજેસ્ટેબલ ઈનવર્ટર ટેક્નોલોજી અને મોશન સેન્સર જેવા ફીચર્સ સામેલ છે. નોકિયા AC મોડેલ્સમાં વાઈફાઈ કનેક્ટિવિટી, સ્માર્ટ ક્લાઈમેન્ટ કંટ્રોલ અને કસ્ટમાઈઝ્ડ યુઝર પ્રોફાઈલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ACને ફ્લિપકાર્ટ પરથી સેલ કરવામાં આવી રહ્યું છે.

નોકિયા એર કન્ડિશનરની કિંમત
ભારતીય માર્કેટમાં આ ACની પ્રારંભિક કિંમત 30,999 રૂપિયા હશે. તેનું વેચાણ 29 ડિસેમ્બરથી શરૂ થશે. જો કે, નોકિયાએ ઓનલાઈન પાર્ટનર ફ્લિપકાર્ટની સાથે હજી સુધી વધુ વિગતો નથી આપી. એક રિલીઝના અનુસાર, આ ACને 5 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે જુદા જુદા ટન અને એનર્જી એફિશિયન્સીની સાથે આવે છે.

નોકિયા એર કન્ડિશનરના સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • આ એર કન્ડિશનર્સમાંમાં સેલ્ફ ક્લિનિંગ ટેક્નોલોજીની સાથે ફોર-ઈન-વન એડજેસ્ટેબલ ઇન્વર્ટર મોડ આપવામાં આવ્યા છે. આ એર કન્ડિશનર ડ્યુઅલ રોટરી કોમ્પ્રેસર અને બ્રશ વગર DC મોટરથી સજ્જ છે. તેમાં નેગિટવ આયનોઇઝરની સાથે સિક્સ-ઈન-વન એર ફિલ્ટર પણ મળશે.
  • નોકિયા એર કન્ડિશનર્સમાં આપવામાં આવતી કસ્ટમાઈઝ્ડ યુઝર પ્રોફાઈલ અને મલ્ટીપલ શિડ્યુઅલ જેવા સ્માર્ટ ફીચર પણ આપવામાં આવ્યા છે. તેમાં રેપિડ કુલિંગ ફીચરની સાથે કંપનીએ એન્ટિ-કોરોસિવ ઈન્ટરનલ્સ પણ આપ્યા છે.
  • આ ACને સ્માર્ટફોનથી પણ કંટ્રોલ કરી શકાશે. તેના ક્લિનર સંબંધિત રિમાઈન્ડર અને સ્માર્ટ ડાયગ્નોસિસ જેવા નોટિફિકેશન પણ મળતા રહેશે. તેને ભારતીય યુઝર્સની જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યું છે.