• Gujarati News
  • Utility
  • Gadgets
  • Launched 'Redmi Note 10 Lite' Smartphone With 48MP Primary Camera And 5020mAh Battery, Basic Variant Priced At 13,999

ન્યૂ લોન્ચ:48MP પ્રાઈમરી કેમેરા અને 5020mAhની બેટરીથી સજ્જ 'રેડમી નોટ 10 લાઈટ' સ્માર્ટફોન લોન્ચ, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹13,999

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં અરોરા બ્લૂ, શેમ્પેન ગોલ્ડ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટરસ્ટેલર બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

રેડમીએ તેનો લેટેસ્ટ મિડ રેન્જ સ્માર્ટફોન ' રેડમી નોટ 10 લાઈટ' લોન્ચ કર્યો છે. 48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5,020mAhથી સજ્જ આ સ્માર્ટફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. આ સ્માર્ટફોન 'રેડમી નોટ 9 પ્રો'નું અપગ્રડેડ વર્ઝન છે.

કિંમત અને અવેલેબિલિટી

  • આ ફોનનાં 4GB+64GBની કિંમત 13,999 રૂપિયા , 4GB+128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
  • ફોનનાં અરોરા બ્લૂ, શેમ્પેન ગોલ્ડ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટરસ્ટેલર બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી 3 ઓક્ટોબરથી કરી શકાશે. SBIનાં ક્રેડિટ કાર્ડ પર 1250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

રેડમી નોટ 10 લાઈટનાં સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તેમાં 6.67ની FHD+ IPS ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. સ્ક્રીન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનથી સજ્જ છે.
  • ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર સાથે એડ્રિનો 618 GPU મળે છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 48MP (પ્રાઈમરી કેમેરા) + 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 5MP (મેક્રો લેન્સ)+ 2MP (ડેપ્થ સેન્સર)નું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં 5,020mAhની બેટરી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લુટૂથ v5.0, GPS/A-GPS, NavIC, USB ટાઈપ-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • ફોનનું ડાયમેન્શન 165.75x76.68x8.8mm અને વજન 209 ગ્રામ છે.
અન્ય સમાચારો પણ છે...