ન્યૂ લોન્ચ:44MPના ફ્રન્ટ કેમેરાથી સજ્જ 'વિવો V21 5G' સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રોસેસરથી સજ્જ છે
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

વિવોએ તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન 'વિવો V21 5G' ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 44MPનો સેલ્ફી કેમેરા મળે છે. સાથે જ તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રોસેસર મળે છે. ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.

કિંમત અને અવેબિલિટી
વિવોનાં આ 5G ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,990 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 32,990 રૂપિયા છે. ફોનનું પ્રી બુકિંગ ફ્લિપકાર્ટ અને ઓફિશયલ સાઈટ પર શરૂ થયું છે. તેનો સેલ 6 મેએ શરૂ થશે. ફોન ડસ્ક બ્લૂ, સનસેટ ડેઝલ અને આર્કટિક વ્હાઈટ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.

વિવો V21 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન

  • વિવોના આ 5G ફોનમાં 6.44 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. ફોનની ડિસ્પ્લે 90Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. અર્થાત 1 સેકન્ડમાં ફોનની ડિસ્પ્લે 90 વખત રિફ્રેશ થાય છે. ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • ફોનમાં 64MP (પ્રાઈમરી કેમેરા)+8MP (અલ્ટ્રા વાઈડ એંગલ)+ 2MP (ડેપ્થ સેન્સર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 44MPનો ફ્રન્ટ કેમેરા મળશે. આ કેમેરા OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ સાથે આવે છે. ફોનની ફ્રન્ટ પેનલ ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ સાથે આવે છે.
  • સ્માર્ટફોનમાં 4000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તે 0થી 63% ચાર્જિંગ 30 મિનિટમાં કરે છે.

સેમસંગે પણ ગેલેક્સી M42 5G લોન્ચ કર્યો
સેમસંગે પણ તેનો 5G સ્માર્ટફોન ગેલેક્સી M42 5G લોન્ચ કર્યો છે. મિડ રેન્જવાળો આ સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસરથી સજ્જ છે. ફોન 48MP (GM2 પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ) +5MP(મેક્રો સેન્સર)+5MP(ડેપ્થ સેન્સર)નાં 4 રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. તેમાં વોટર ડ્રોપ નોચ AMOLED ડિસ્પ્લે મળે છે. ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તેની ખરીદી 1 મેથી એમેઝોન અને સેમસંગની ઓફિશિયલ સાઈટ સહિત સિલેક્ટેડ રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.

લોન્ચિંગ ઓફર હેઠળ 6GB+128GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. ફોન વિશે વધુ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો.