ન્યૂ સ્માર્ટફોન:50MPના દમદાર પ્રાઈમરી કેમેરા સાથે 'વિવો Y33s' લોન્ચ, 4GBની એક્સ્ટ્રા સોફ્ટવેર રેમ મળશે; જાણો ફીચર્સ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનું 8GB+128GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે

વિવોએ Y સિરીઝનો નવો સ્માર્ટફોન 'Y33s' લોન્ચ કર્યો છે. આ ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા મળે છે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં 8GBની ઈન્ટર્નલ રેમ સાથે 4GBની એક્સ્ટ્રા સોફ્ટવેર રેમ પણ મળે છે. ફોન એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર લિસ્ટ થયો છે. ફોનના મિડ ડે ડ્રીમ અને મિરર બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

સ્માર્ટફોન કેમેરાથી જ પ્રોફેશનલ કેમેરાનો ટ્રેન્ડ વધતાં હવે મોટા ભાગની કંપનીઓ સ્માર્ટફોનમાં કેમેરા પર ફોકસ કરતી હોય છે. વધારે મેગાપિક્સલ હોવા થતાં ફોનની કિંમત અફોર્ડેબલ હોય છે. શું હોય છે મેગાપિક્સલ? તેનાથી ફોનની ક્વોલિટી શા માટે વધે છે? આ તમામ સવાલોના જવાબ સાથે આવો જાણીએ વિવો Y33sની કિંમત અને સ્પેસિફિકેશન વિશે...

વિવો Y33sની કિંમત
આ સ્માર્ટફોનનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ કંપનીએ લોન્ચ કર્યું છે. તેની કિંમત 17,990 રૂપિયા છે. કંપની ફોનમાં 4GBની એક્સ્ટ્રા સોફ્ટવેર રેમ ઓફર કરી રહી છે.

વિવો Y33sનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • ફોનમાં 6.58 ઈંચની ફુલ HD+ મળે છે. તેનું રિઝોલ્યુશન 2408x1080 પિક્સલ છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G80 ઓક્ટાકોર પ્રોસેસર મળે છે.
  • આ સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ કંપનીની ફનટચ 11.1 OS પર રન કરે છે. તેમાં 5000mAhની બેટરી મળે છે. તે 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 50MP+2MP+2MPનું રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.

જાણો મેગાપિક્સલ શું હોય છે અને ફોટો ક્વોલિટી પર તેની શું અસર થાય છે
મેગાપિક્સલ:
મેગાપિક્સલનું કામ ફોટો સાઈઝ વધારવાનું છે. જેટલું વધારે મેગાપિક્સલ હોય ફોટો સાઈઝ એટલી વધારે રહે છે. મેગાપિક્સલ વધારે હોવાથી ફોટો ક્વૉલિટીમાં કોઈ ખાસ ફેર પડતો નથી. કેટલાક લોકોને લાગે છે કે વધારે મેગાપિક્સલ હોવાથી ફોટો ક્વોલિટી વધારે સારી આવે છે પરંતુ આ વાત સાચી નથી. ફોટો ક્વોલિટી સારા કેમેરા સેન્સરથી આવે છે. જે કલર અને ફોટો લાઈટ કન્ટ્રોલ કરે છે. ફોન ખરીદતાં સમયે મેગાપિક્સલને બદલે કેમેરા લેન્સની ક્વોલિટી પર ધ્યાન આપવું જોઈએ. જે લેન્સનું અપર્ચર ઓછું હશે તેની ક્વોલિટી વધારે સારી હશે.

અપર્ચર અને સ્પીડ
મોબાઈલમાં પ્રોફશનલ કેમેરાની જેમ અપર્ચર અને સ્પીડનો ઓપ્શન મળે છે. દિવસે કોઈનો ફોટો લઈ રહ્યા હો અને ઓછી લાઈટ હોય તો તમે અપર્ચર અને સ્પીડ ઓછી કરી સારો ફોટો લઈ શકો છો. અલગ અલગ સમયમાં અપર્ચર અને સ્પીડનું કામ મહત્ત્વનું હોય છે.

18 હજાર રૂપિયાની કિંમતમાં બેસ્ટ કેમેરા સ્માર્ટફોન

મોડેલરિઅર કેમેરાકિંમત (રૂપિયામાં)
રિયલમી 8 પ્રો108MP+8MP+2MP+2MP17,999
રિયલમી 6 પ્રો64MP+12MP+8MP+2MP17,999
રેડમી નોટ 10 પ્રો64MP+8MP+5MP+2MP17,999
રેડમી નોટ 948MP+8MP+5MP+2MP17,999
સેમસંગ ગેલેક્સી A21s48MP+8MP+5MP+2MP17,999
અન્ય સમાચારો પણ છે...