• Gujarati News
  • Utility
  • Gadgets
  • Latest Foldable Phone Oppo 'Find N' Looks Like Samsung 'Galaxy Z Fold 3', From Display To Camera Features Understand Which Phone Is Best

કમ્પેરિઝન:લેટેસ્ટ ફોલ્ડેબલ ફોન ઓપ્પો 'Find N'નો લુક સેમસંગ 'ગેલેક્સી Z ફોલ્ડ 3' જેવો, ડિસ્પ્લેથી લઈને કેમેરા ફીચર્સ સમજી જાણો કયો ફોન બેસ્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેલેક્સી Z ફોલ્ડ 3ની ડિસ્પ્લે Find N કરતાં મોટી
  • બંને ફોનમાં રિવર્સ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે

ચાઈનીઝ કંપની ઓપ્પોએ તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન 'Find N'લોન્ચ કર્યો છે. તેનો લુક અને ડિઝાઈન સહિતનાં ફીચર્સ સેમસંગના ફોલ્ડેબલ ફોન ગેલેક્સી Z ફોલ્ડ 3 સાથે મળતાં આવે છે. સેમસંગના ફોલ્ડેબલ ફોનની કિંમત 1.50 લાખ રૂપિયા જ્યારે ઓપ્પોના ફોલ્ડેબલ ફોનની કિંમત 7699 યુઆન (આશરે 92 હજાર રૂપિયા) છે. જો તમે ફોલ્ડેબલ ફોન ખરીદવા માગો છો તો આ બંને ફોલ્ડેબલ સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી, બેટરી સહિતનાં ફીચર્સ જાણી તમે જ નક્કી કરો તમારા માટે કયો બેસ્ટ રહેશે....

Find N કરતાં સેમસંગનો ફોલ્ડેબલ ફોન આગળ
ઓપ્પો અને સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં 2 ડિસ્પ્લે છે. Find Nમાં 7.1 ઈંચની ઈન્ટર્નલ ડિસ્પ્લે અને 5.49 ઈંચની એક્સટર્ન ડિસ્પ્લે મળે છે. ગેલેક્સી Z ફોલ્ડ 3માં 7.6 ઈંચની ઈન્ટર્નલ ડિસ્પ્લે મળે છે અને એક્સટર્નલ ડિસ્પ્લે 6.2 ઈંચની છે. સેમસંગ અને ઓપ્પો બંને ફોનમાં પ્રાઈમરી ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hzનો છે.

સ્ટોરેજ ઓપ્શન
પર્ફોર્મન્સ પ્રમાણે ઓપ્પો Find N અને ગેલેક્સી Z ફોલ્ડ 3 બંને ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર છે. Find Nનાં 8GB+256GB વેરિઅન્ટની કિંમત 7699 યુઆન (આશરે 92,000 રૂપિયા) અને 12GB+512GB વેરિઅન્ટની કિંમત 8999 યુઆન (આશરે 1,07,552 રૂપિયા) છે. ગેલેક્સી Z ફોલ્ડ 3 માત્ર 12GB રેમ ઓપ્શનમાં અવેલેબેલ છે. તેનાં 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ અવેલેબલ છે.

ઓપ્પો Find Nનો કેમેરા દમદાર
ગેલેક્સી Z ફોલ્ડ 3 અને ઓપ્પો Find N બંનેમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. જોકે બંનેના મેગાપિક્સલ્સમાં ઘણો તફાવત છે. સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં 12MPનો પ્રાઈમરી લેન્સ મળે છે. જ્યારે ઓપ્પોના ફોલ્ડેબલ ફોનમાં 50MPનો પ્રાઈમરી લેન્સ, 16MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 13MPનો ટેલિફોટો લેન્સ મળે છે. બંને ફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

બંને ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ
ઓપ્પો Find Nમાં 4500mAhની બેટરી સાથે 33W SuperVOOC ફ્લેશ ચાર્જ, 15 વૉટ AIRVOOC વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ મળે છે. ગેલેક્સી Z ફોલ્ડ 3માં 25W ફાસ્ટ ચાર્જિંગ, 11W ફાસ્ટ ચાર્જિંગ અને 4.5W રિવર્સ ચાર્જિંગ સાથે 4400mAhની બેટરી મળે છે. બંને ફોનનું કમ્પેરિઝન ટેબલ જુઓ...